ETV Bharat / state

Surat Crime: સુરત SOG પોલીસે 43 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 8:27 AM IST

સુરત SOG પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પકડી પડ્યો.
સુરત SOG પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પકડી પડ્યો.

સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સુરત સુરત એસઓજી પોલીસ અને કતારગામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સુરતમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન 43 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો SOG પોલીસે પકડી પાડ્યો છે.

સુરત SOG પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પકડી પાડ્યો

સુરત: ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છે. એમ છતા અવારનવાર નશાકારક પદાર્થ મળી આવે છે. ત્યારે સુરત SOG પોલીસે કતારગામ જી.આઈ.ડી.સી. ઉત્કલનગર ઝુપડપટ્ટી તથા અશોક નગર ઝુપડપટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન પોલીસે રેલવે પટરી ઉપરથી 42.800 કિલોગ્રામનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની કિંમત 4.28.000 રૂપિયા છે. હાલ આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

'અમારી ટીમ અને કતારગામ પોલીસની સર્વલેન્સની ટીમ સાથે મળીને કતારગામ જી.આઈ.ડી.સી. ઉત્કલનગર ઝુપડપટ્ટી તથા અશોક નગર ઝુપડપટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન અમારી ટીમને ઉત્કલ નગર ઝુપડપટ્ટી રેલ્વે લાઈન ઉપરથી 42.800 કિલોગ્રામનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની કિંમત 4.28.000 રૂપિયા છે. તે ક્યાંથી આવ્યું છે? કોણ લાવ્યું છે? તથા ગાંજો મૂકી નાસી જનાર ઈસમ કોણ છે તેને તેને ઝડપી પાડવા માટે હાલ અમારી તપાસ ચાલી રહી છે. જોકે આ પહેલા પણ આ વિસ્તારમાંથી ઘણી બધી વખત આ પ્રકારે ચરસ ગાંજો પકડાઈ ચૂક્યો છે. જેથી આ વિસ્તારમાં પોલીસ દ્વારા વધુમાં વધુ પેટ્રોલિંગ કરવામાં આવે છે.' -એ.પી.ચૌધરી, એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર

અલગ અલગ ટીમ: NO DRUGS IN SURAT CITY ના અભિયાન હેઠળ SOG માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન 42.800 કિલોગ્રામનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની કિંમત 4.28.000 રૂપિયા છે.હાલ તો પોલીસે સદરહુ ગાંજો મૂકી નાસી જનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

  1. Surat News: ઉધના રેલ્વે સ્ટેશન ઉપર મેગાબ્લોક ઈન્ટરલોકિંગના કામને કારણે ત્રણ દિવસ 57થી વધુ ટ્રેનોને અસર થશે
  2. Surat Crime: સુરત પાલ-ઉમરા બ્રિજ ઉપર BRTS બસે નવયુવાન ડિપ્લોમા એન્જિનિયર વિદ્યાર્થીને કચડી માર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.