ETV Bharat / state

Surat Crime: સુરત પાલ-ઉમરા બ્રિજ ઉપર BRTS બસે નવયુવાન ડિપ્લોમા એન્જિનિયર વિદ્યાર્થીને કચડી માર્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 1:09 PM IST

Surat Pal Umra bridge
Surat Pal Umra bridge

સુરત પાલ-ઉમરા બ્રિજ ઉપર BRTS બસે નવયુવાન ડિપ્લોમા એન્જિનિયર વિદ્યાર્થીને કચડી ભાગી ગયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ આ દુર્ઘટનામાં યુવા એન્જિનિયરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં ઓટોમોબાઇલમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કર્યા બાદ મિત્રો સાથે ફરવા નીકળેલા જશને કાળમુખી બસ ભરખી જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

સુરત પાલ-ઉમરા બ્રીજ ઉપર BRTS બસે નવયુવાન ડિપ્લોમા એન્જીનિયર વિદ્યાર્થીને કચડી માર્યો

સુરત: શહેરમાં બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં રોજેરોજ બસ ચાલક કોઈને કોઈ લોકોને અડફેટે લઇ રહ્યા છે. તેવી જ એક ઘટના શહેરના પાલ-ઉમરા બ્રિજ ઉપર BRTS બસે બાઈક સવાર યુવકને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ તથા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જો કે ઘટનાની જાણ તથા જ પાલ પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

"આ ઘટના ગઈ કાલે સાંજે 7:30 વાગ્યાની આસપાસ પાલ-ઉમરા બ્રિજ ઉપર બની હતી. જ્યાં મૃતક જશ રાજેશભાઇ દેવગાણિયા જેઓ 21 વર્ષના હતા. તેઓ અડાજણ વિસ્તારમાં આવેલ ક્રોમાં મોલની પાછળ શાંતુનુઝ બગલોમાં રહેતો હતો. તેઓ ગઈકાલે બાઈક ઉપર બહાર નીકળ્યો હતો. તે દરમિયાન બ્રિજ ઉપર તેમને સીટી બસ ચાલકે અડફેટે લીધો હતો."--જયેશ કાનજી (પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)

અભ્યાસ માટે કેનેડા: વધુમાં જણાવ્યું કે, મૃતક જશ રાજેશભાઇ દેવગાણિયા જેઓના પિતા કન્સ્ટ્રકશન લાઇનના વેપાર સાથે સંકળાયેલા છે. બે ભાઈઓમાં જશ નાનો દીકરો હતો. હાલમાં ઓટોમોબાઇલ માં ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કર્યું હતું.અને હવે ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ મામલે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ.

અમદાવાદમાં પણ બન્યો એવો જ કિસ્સો: અમદાવાદમાં વહેલી સવારે શાહપુર વિસ્તારમાં રૂટ નંબર 67/1 ની બસની અડફેટે આવી જતા 74 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જોકે આ ઘટનામાં ટ્રાફિક પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને બસ ચાલક કીરીટ રાઠોડની અટક કરી હતી. પરંતુ પરિવારે ફરિયાદ કરવાની ના પાડતા મામલો દબાઈ ગયો છે. પરંતુ અનેક કિસ્સામાં આ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા અકસ્માત સર્જી લોકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે.

  1. Surat Suicide: ઓનલાઇન ધંધામાં નિષ્ફળતા મળતા યુવકે ચોથા માળેથી પડતું મુકી જીવન ટૂંકાવ્યું
  2. Rajkot Crime: રાજકોટમાં નિવૃત PSIનો મૃતદેહ ઘરમાંથી મળ્યો, દુર્ગંધ આવતા પાડોશીઓએ 108ને કરી હતી જાણ
  3. ISKCON Bridge Accident Case : તથ્ય પટેલને જામીન અપાવવા વકીલની દલીલોને મજબૂત પડકાર આપતાં સરકારી વકીલ, 24મીએ ચૂકાદો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.