ETV Bharat / state

સુરત SOGએ Cocaine અને Methamphetamineના જથ્થા સાથે નાઇઝીરિયનની કરી ધરપકડ

author img

By

Published : Jun 10, 2021, 9:45 AM IST

સુરત જિલ્લા SOGની ટીમે કડોદરા GIDC Police Station સ્ટેશન વિસ્તારમાંથી Cocaine અને Methamphetamine નામના ડ્રગ્સ સાથે એક નાઇઝીરિયન નાગરિકને ઝડપી પાડ્યો હતો. આ જથ્થો મુંબઈથી લાવ્યો હતો અને સુરત શહેરના અલથાણ વિસ્તારમાં પહોંચાડવાનો હતો. આ જથ્થાની કુલ કિંમત 3 લાખથી વધુ હોવાનું Policeએ જણાવ્યું હતું.

સુરત SOGએ Cocaine અને Methamphetamineના જથ્થા સાથે નાઇઝીરિયનની કરી ધરપકડ
સુરત SOGએ Cocaine અને Methamphetamineના જથ્થા સાથે નાઇઝીરિયનની કરી ધરપકડ

  • કડોદરા નજીકથી ઝડપાયો આરોપી
  • સુરતના અલથાણમાં આપવાનો હતો જથ્થો
  • 3 શખ્સો વોન્ટેડ જાહેર

સુરત: જિલ્લા SOGની ટીમને બાતમી મળી હતી કે કડોદરા કૈલાશ CNG પંપની સામે નેશનલ હાઇવે નંબર 48થી સુરત તરફ જતા નહેર વાળા રસ્તેથી એક નાઇઝીરિયન નાગરિક ગેરકાયદેસર રીતે માદક પદાર્થ Cocaine અને Methamphetamineનો જથ્થા સાથે સુરત તરફ જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ

3.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Policeએ બાતમીના આધારે નાઇઝીરિયાના લાગોસ સ્ટેટ ખાતે અને હાલ મુંબઈના નાલાસોપારા સ્થિત નેહા એપાર્ટમેન્ટમાં રહેતા તોચુકલુ પોલ સન્ડે (35)ને ઝડપી પાડી તેની પાસેથી 34.09 ગ્રામ Cocaine કિંમત રૂપિયા 2,72,720 અને 3.09 ગ્રામ Methamphetamine કિંમત રૂપિયા 30, 900 તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 2,000 મળી કુલ 3,5, 620 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે માલ આપનારા સેમ્યુઅલ પોલ, કેવિન તેમજ એક અજાણ્યા સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદ ATSએ 1 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આંતરરાષ્ટ્રીય કિંમત રૂ.5 કરોડ હોવાનું અનુમાન

આ પણ વાંચોઃ ATS મહેસાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, 3.90 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

મુંબઈમાં મોટાભાઈએ જ અપાવ્યો હતો જથ્થો

Police પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, વોન્ટેડ આરોપી સેમ્યુઅલ અને કેવિન છેલ્લા એક વર્ષથી Narcotics Drugsનો વેપાર કરે છે. સેમ્યુઅલ પકડાયેલા આરોપી તોચુકલુનો મોટો ભાઈ છે અને સેમ્યુઅલે જ તેની ઓળખ કેવિન સાથે કરાવી હતી. આ જથ્થો કેવિન અને સેમ્યુઅલે જ તેને આપ્યો હતો અને સુરતના અલથાણ પહોંચી કેવિન ફોન પર જણાવે તે વ્યક્તિને જથ્થો આપવા જણાવ્યું હતું. પોલીસે Narcotics and Psychotropic Substances Act 1985 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.