ETV Bharat / state

Surat News: સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ, 'ચકલું ન ફરકી શકે' તેવી પોલીસની સુરક્ષા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 9:37 AM IST

સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં સુરત પોલીસ દ્વારા આ બંદોબસ્તમાં 16 ડીસીપી, 35 એસીપી, 106 પીઆઇ, 205 પીએસઆઈ, 4214 પોલીસ કર્મચારીઓ, 5533 હોમગાર્ડ, એસઆરપીની 12 કંપનીઓ, તેની સાથે જ રેફિટ એક્શન ફોર્સ ની અને બોડર સુરક્ષા ફોર્સની પણ એક કંપની આ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી.
સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી.

સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી.

સુરત: પોલીસ દ્વારા ગણેશ વિસર્જન લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં સુરત પોલીસ દ્વારા આ બંદોબસ્તમાં 16 ડીસીપી, 35 એસીપી, 106 પીઆઇ, 205 પીએસઆઈ, 4214 પોલીસ કર્મચારીઓ, 5533 હોમગાર્ડ, એસઆરપીની 12 કંપનીઓ, તેની સાથે જ રિફિટ એક્શન ફોર્સની અને બોડર સુરક્ષા ફોર્સની પણ એક કંપની આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તે ઉપરાંત આ વખતે પોલીસ બોડી કેમેરા અને ડ્રોન કેમેરાથી લોકો ઉપર નજર રાખશે. તથા વિસર્જન વખતે તમામ મૂર્તિ સવારે જ મંડપમાંથી નીકળી જાય તે માટે પણ જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તેની સાથે જ ડીજે ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કમિશનર અજય કુમાર તોમરે આપી માહિતી: આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર જણાવ્યું કે, સુરેશ શહેરમાં ગણિત ઉત્સવનું તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેની માટે સુરત પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આની માટે સાહેબના વિવિધ ઝોનમાં તમામ પોલીસ અધિકારીઓ દ્વારા ગણેશ ઉત્સવ અને સમિતિના પ્રમુખ દ્વારા સતત ચર્ચા કરવામાં આવી છે. તથા તમામ મૂર્તિ બપોરે 12:00 વાગ્યા પહેલા મંડપ માંથી નીકળી જવી જોઈએ. તથા જ્યારે બાપાનું વિસર્જન કરવા માટે નીકળે ત્યારે લાઉડ સ્પીકર અને ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે આના કારણે ખૂબ જ ઘોઘાટ થાય છે અને વ્યવસ્થાઓ સર્જાય છે. તથા આ વિસર્જન યાત્રામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તે માટે પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

નદી,તળાવ કે નહેરમાં મૂર્તિનું વિસર્જન કરવાનું નથી: વધુમાં જણાવ્યું કે, કોઈ નશા ના આધીન ન થાય તેની માટે સુરત પોલીસ દ્વારા એક સપ્ટેમ્બર થી અત્યાર સુધી અલગ અલગ કેસમાં કુલ 11 કરોડ 36 લાખ રૂપિયાનો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો છે. તથા નો ડ્રગ ઇન સુરત સીટી અભિયાન હેઠળ આ વખતે ગણપતિ બાપા ના દરેક મંડપોમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તે ઉપરાંત સાઇબર ક્રાઇમના કાર્યક્રમો પણ સતત ચાલી રહ્યા છે. એ સાથે જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પણ સાયબર સંજીવની ગણપતિ બાપા નું સ્થાપના કરવામાં આવ્યું છે. તે સાથે જ કોઈ પણ નદી,તળાવ કે નહેરમાં મૂર્તિનું વિસર્જન કરવાનું નથી.જોકે ડીંડોલી અને ગોડાદરા વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મૂર્તિ વિસર્જન કરવા માટે ડુમસ તરફ આવતા હોય તે માટે ડિંડોલી વિસ્તારમાં પણ આ વખતે એક મોટું કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે.

આસામ અને ઉત્તરાખંડના બે અધિકારીઓ: વધુમાં જણાવ્યું કે, આ વખતે ગણપતિ વિસર્જન ટેકનોલોજીને પણ ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરવામાં આવશે. જે માટે પોલીસ ખભે બોડી કેમેરાથી પણ લોકો ઉપર નજર રાખી શકાશે. તથા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ડ્રોનથી પણ નજર રાખવામાં આવશે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવશે. તથા આ બંદોબસ્તમાં 16 ડીસીપી, 35 એસીપી, 106 પીઆઇ, 205 પીએસઆઈ, 4214 પોલીસ કર્મચારીઓ, 5533 હોમ ગાર્ડ્સ, એસઆરપીની 12 કંપનીઓ, તેની સાથે જ રેફિટ એક્શન ફોર્સ ની અને બોડર સુરક્ષા ફોર્સની પણ એક કંપની આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તથા સુરતની આ બંદોબસ્તને જોવા અને સમજવા માટે આસામ અને ઉત્તરાખંડના બે અધિકારીઓ પણ આવ્યા છે.

  1. Ahmedabad Crime: અમદાવાદમાં 60 લાખના ડ્રગ્સ કેસમાં સામેલ બે આરોપીઓ ઝડપાયા, રિમાન્ડ મેળવી તપાસ શરૂ
  2. Ahmedabad Crime News : વધુ એક ગુનામાં પોલીસકર્મીની સંડોવણી સામે આવી, આરોપીને કોલ ડેટા રેકોર્ડ સપ્લાય કરનાર પોલીસકર્મી ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.