ETV Bharat / state

સુરત પોલીસ આવી લાચાર વૃદ્ધના વ્હારે, સ્વજનોએ કર્યું હૈયું હચમચાવી નાખે તેવું કૃત્ય

author img

By

Published : Nov 1, 2022, 7:37 PM IST

સુરત પોલીસ કમિશનર (Commissioner of Police) અજય તોમરના કારણે મૂળ ભારતીય અને હાલ લંડન રહેતા એક વૃદ્ધને વારે આવ્યા છે. વૃદ્ધના ભાણેજએ ફલેટ પચાવી પાડયો હતો. જે બાદ વૃદ્ધ ફરિયાદ કરવા ગયા હતા. . આ સમયે ત્યાં શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર નવા વર્ષની વિઝીટ માટે પહોંચ્યા હતા. તેમણે તેમની વાત સાંભળી અને તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. ફ્લેટ ફરી મળતા વૃદ્ધ આભાર માનવા પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા.

સુરત પોલીસ આવી લાચાર વૃદ્ધના વ્હારે, સ્વજનોએ કર્યું હૈયું હચમચાવી નાખે તેવું કૃત્ય
સુરત પોલીસ આવી લાચાર વૃદ્ધના વ્હારે, સ્વજનોએ કર્યું હૈયું હચમચાવી નાખે તેવું કૃત્ય

સુરત મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં નોકરી કરનાર વૃદ્ધ છેલ્લા ઘણા વર્ષોથી લંડન રહે છે. પરંતુ ભાણેજ દ્વારા તેમનું ફ્લેટ સુરતમાં ગેરકાયદેસર રીતે કબજે કરાયો હતો. જેની ફરિયાદ કરવા માટે વૃદ્ધ ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેજ દરમિયાન પોલીસ કમિશનર (Commissioner of Police) ઉધના પોલીસ સ્ટેશનમાં (Surat police) આ વિઝીટ પર આવ્યા હતા. તેમની નજર પડી હતી. વૃદ્ધની ફરિયાદ સાંભળતાની સાથે જ ત્વરિત એક્શન લેવાની અન્ય અધિકારીઓને સૂચના આપી હતી. જેના કારણે વૃદ્ધને તેમનો ફ્લેટ ફરીથી મળી ગયો છે.

સુરત પોલીસ આવી લાચાર વૃદ્ધના વ્હારે

મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સાત વર્ષ પહેલા રસિકલાલએ આ ફ્લેટ ખરીદ્યો હતો. ચીખલીના વતની અને 1963થી યુકેના લંડનમાં વસેલા 76 વર્ષીય રસિકલાલ મગનલાલ પટેલ ત્યાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં નોકરી કરતા હતા. નિવૃત્તિ બાદ ગત સપ્ટેમ્બર મહિનામાં તેઓ સુરતમાં આવ્યા હતા. સુરતમાં તેમની બહેન અને ભાણેજ રહે છે. ચીખલી ખાતે તેમનું એક મકાન આવેલું છે. અને બમરોલીમાં એક ફ્લેટ આવેલો છે. ચીખલી ખાતેનું મકાન તેમના એક ભાણેજે પચાવી તોડી પાડ્યું હતું. જ્યારે બમરોલીમાં આવેલો ફ્લેટ તેમના બીજા ભાણેજ અનિલ કુમાર હસમુખલાલ ચેવલીવાલાએ પચાવી પાડયો હતો.

દાનત બગડી સાત વર્ષ પહેલા રસિકલાલએ આ ફ્લેટ ખરીદ્યો હતો. અને ત્યારે તેમની બહેન અને ભાણેજને રહેવા આપ્યો હતો. પરંતુ તેમના ભાણેજ અનિલ કુમારની દાનત બગડતાં તેમને આ ફ્લેટ ખાલી કરવા માટે રસિકલાલ પાસેથી રુપિયા 6 લાખ માંગણી કરી હતી. જો 6 લાખ રૂપિયા નહીં આપે તો ફ્લેટ ખાલી કરવા ઈનકાર કર્યો હતો.

પોલીસની ટીમ મોકલી રસિકલાલ ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનમાં (Surat police) ગયા હતા. આ સમયે ત્યાં શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર નવા વર્ષની વિઝીટ માટે પહોંચ્યા હતા. સિનિયર સિટીઝનને જોઈને તેમને તેમની સમસ્યા વિશે પૂછપરછ કરી હતી. અને તેમની સમસ્યા જાણીને તાત્કાલિક પોલીસની ટીમ મોકલી. તેમને તેની ઉપર કાર્યવાહી કરાઈ હતી. જેથી રસિકલાલ આજે સવારે પોલીસ કમિશનર કચેરીમાં મળવા માટે આવ્યા હતા. તથા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. રસીકલાલે જણાવ્યુ હતું કે, પોલીસ વિભાગનો આભાર માનું છું. લોકોને કહેવા માંગીશ કે પોલીસ પર વિશ્વાસ રાખજો. પોલીસ ખૂબ સારી અને ઝડપી કામગીરી કરે છે તે ખરેખર આશ્ચર્ય છે. પોલીસે જે સપોર્ટ આપ્યો તે ગણતરીના કલાકોમાં સોલ્વ થઈ ગઈ. પોલીસની આ કામગીરીને ધન્યવાદ આપુ છું.

સારી રીતે વર્તન સુરત પોલીસ કમિશનર અજય તોમરે આ અંગે જણાવ્યું હતું કે, પોલીસને લઈ અને એક ધારણાઓ લોકોની અંદર છે. પરંતુ આવી ઘટનાઓ ધારણાઓ બદલવા માટે ખૂબ જ જરૂરી છે. પોલીસ પબ્લિક સાથે સારી રીતે વર્તન કરે અને ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં આવનાર લોકોને કોઈ સમસ્યા તો નથી આ જાણવા માટે હું ઉધના પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યારે મારી નજર આ વૃદ્ધ દંપત્તિ ઉપર પડી હતી. તેમની સમસ્યા જાણીને સુચના આપી હતી, કે આ મામલે ત્વરિત એક્શન લેવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.