ETV Bharat / state

Surat Murder case: 2800 રૂપિયાની લેતી-દેતીમાં કૌટુંબિક સાળાએ કરી બનેવીની હત્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 8:35 AM IST

2800 રૂપિયાની લેતી-દેતીમાં કૌટુંબિક સાળાએ કરી બનેવીની હત્યા
2800 રૂપિયાની લેતી-દેતીમાં કૌટુંબિક સાળાએ કરી બનેવીની હત્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં માત્ર 2800 રૂપિયા જેવી નજીવી રકમમાં કુંટુબી સાળાએ બનેવીની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જાણો શું હતો સમગ્ર મામલો...

સુરતના પાંડેસરામાં કૌટુંબિક સાળાએ કરી બનેવીની હત્યા

સુરત: મુળ યુપીના હરિકાપુરવા ગામના રહેવાશી અને હાલમાં પાંડેસરા વિસ્તારના મારુતિ નગર સોસાયટીમાં રહેતા અને પીઓપીઓનું કામ કરતા 35 વર્ષીય રામુ રામકુમાર વર્માની હત્યાથી સનસનાટી મચી ગઈ છે. રામુ વર્માની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમના જ કૌટુંબીક સાળાઓએ કરી હતી. મૃતક રામુ વર્માની પત્ની રાધાદેવીની ફરિયાદના આધારે પોલીસે આ મામલે ઉત્તરપ્રદેશના બંસીરામ ગુરુ પ્રસાદ વર્મા અને 25 વર્ષીય શક્તિલાલ તિલકરામ વર્માની ધરપરકડ કરી છે.

શું હતી સમગ્ર ઘટના: ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો શક્તિલાલ વર્મા તેનાં 32 વર્ષીય સાગરીત અનંતરામ ઉર્ફે બહેરા ત્રિભુવન વર્મા સાથે પોતાનો મોબાઈલ પરત લેવા માટે રામુ વર્માનાં ઘરે પહોંચ્યા હતાં. દરમિયાન બન્ને વર્મા શ્રમજીવીઓએ બંસીરામ સાથે ઝઘડો કરી મોબાઈલ છીનવી લેવા ઝપાઝપી કરી હતી. દરમિયાન અનંતરામ વર્માએ શક્તિલાલનાં કહેવાથી રામુ વર્માના માથાનાં ભાગે પથ્થર મારી દીધો હતો અને બન્ને વર્મા શ્રમજીવીઓ ત્યાંથી ભાગી ગયા હતાં. પથ્થરનો ઘા માથામાં વાગતા અને લોહીથી લથપથ હાલતમાં જમીન પર પટકાયેલાં રામુ વર્માને સારવાર માટે 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરનાં તબીબે રામુ વર્માને મૃત જાહેર કર્યો હતો.

મજુરીના બાકી રૂપિયા ન આપતા થયો ઝઘડો: ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો, ગત તારીખ 03 જાન્યુઆરી 2024ના રોજ બંસીલાલ અને રામુ વર્મા તેમના સંબંધી શક્તિલાલ વર્મા પાસે મજુરીના બાકી નીકળતા 2800 રૂપિયાની માંગણી કરતા હતાં. આ માંગણી અર્થે તેઓ અડાજણ ગયાં હતાં, જોકે, શક્તિલાલ વર્મા પાસેથી રૂપિયા ન મળતા બંસીલાલ અને રામુ, શક્તિલાલનો મોબાઈલ જુટવી લાવ્યા હતાં. ત્યાર બાદ મોબાઈલ પરત લેવા માટે શક્તિલાલ વર્મા પોતાના અન્ય સાગરીત અનંતરામ વર્મા ઉર્ફએ બહેરા ત્રિભુવન સાથે પાંડેસરા સ્થિત રામુ રામકુમાર વર્માની ઘરે આવેલા અને મોબાઈલ પરત આપવાની માંગણી કરી હતી અને ત્યાર બાદ બંને વચ્ચે બોલાચાલી થતાં મામલો બીચક્યો અને ઝઘડો થયો. તે દરમિયાન શક્તિલાલ વર્મા અને તેના સાગરીત અનંતરામ વર્માએ ઈંટથી રામુ પર માથાના ભાગે હુમલો કર્યો જેમાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બે આરોપીની ધરપકડ: 35 વર્ષીય રામુ રામકુમાર વર્માની હત્યાને પગલે તેની પત્ની રાધા દેવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપી શક્તિલાલ વર્મા અને અનંતરામ વર્માની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. બાંગ્લાદેશથી ફેક કરન્સી ઘુસાડવાનું રેકેટ, સાત વર્ષથી વોન્ટેડ સુમિતની ધરપકડ
  2. Surat: બે મિત્રો વચ્ચે ડુંગળી કાપવા જેવી નજીવી તકરારમાં યુવકે મિત્રનો જીવ લીધો, જાણો સમગ્ર મામલો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.