ETV Bharat / state

બાંગ્લાદેશથી ફેક કરન્સી ઘુસાડવાનું રેકેટ, સાત વર્ષથી વોન્ટેડ સુમિતની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 1:30 PM IST

બાંગ્લાદેશથી ફેક કરન્સી ઘુસાડવાનું રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાન્ચે સાત વર્ષથી વોન્ટેડ સુમિતની ધરપકડ કરી છે.

fake-currency-smuggling-racket-from-bangladesh-wanted-sumit-arrested-for-seven-years surat Prevention of Crime Branch
fake-currency-smuggling-racket-from-bangladesh-wanted-sumit-arrested-for-seven-years surat Prevention of Crime Branch

સુરત: પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બોર્ડર પર ભારતીય કરન્સીની નકલી નોટો છાપી દેશના અલગ અલગ માર્કેટમાં ઘુસાડવાના નેટવર્કમાં છેલ્લાં સાત વર્ષથી વોન્ટેડ આરોપીની સુરત પીસીબી (પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાન્ચ)એ ધરપકડ કરી છે.

પીસીબીની ટીમ ને માહિતી મળી હતી કે પોલીસે ભારતીય કરન્સીની નકલી નોટો છાપી દેશના અલગ અલગ માર્કેટમાં ઘુસાડવાના નેટવર્કમાં વોન્ટેડ આરોપી સુરતમાં છે. બાતમીના આધારે પીસીબીની ટીમે વોચ ગોઠવી 29 વર્ષિય સુમિત ઉર્ફે દિપુ શ્રીમનુ વર્માને કાપડ માર્કેટ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. આરોપી સુમિત આર.કે.ટી માર્કેટ પાસે, સહરા દરવાજા સુરત જ્યારે મૂળ જિલ્લા ચતરા, ઝારખંડનો રહેવાસી છે.

પીસીબીના પોલીસ ઇન્સ્પેકટર રાજેશ સુવેરાએ જણાવ્યુ હતું કે, 2016માં વરાછા પોલીસે 500ના દરની 172 નોટ સાથે શંકર સુશીલ મંડલને પકડી પાડ્યો હતો. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની બોર્ડર પર તેઓ નકલી નોટ છાપતા હતા અને ત્યાંથી અન્ય આરોપી મુરસલીમ જયમત મંડલ અને સોહરબઅલી મંડલને નકલી નોટો આપીને સુરત ખાતે સુમિતને પહોંચાડવાની હતી.

60:40ના રેશિયો: તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે, સુમિત નકલી નોટના રેકેટમાં મીડિયેટરની ભૂમિકામાં હતો. 60:40ના રેશિયોમાં નકલી નોટ મેળવી હતી. સુમિત વતનથી રાંચી ભાગી ગયો હતો. ફરીથી સુમીત સુરત આવ્યા હોવાની જાણકારી અમને મળી હતી અમે ટીમ બનાવીએ બાદમીના આધારે તેની ધરપકડ કરી છે.

  1. દિલ્હીમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીની ધરપકડ બાદ તેના છ સહયોગીઓના નામ આવ્યા સામે
  2. Navsari Crime : વાંસદા વીજ વાયર ચોરી પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.