ETV Bharat / state

Surat Pasodra Murder Case: આ કેવો પ્રેમ! જેમાં ગળું કાપીને શ્વાસ રૂંધી નાખે, જાણો વિગતવાર સુરતની દિકરીનો હત્યા મામલો

author img

By

Published : Feb 15, 2022, 12:49 PM IST

કામરેજના પાસોદરા ખાતે (Surat Pasodra Murder Case) એક તરફી પ્રેમમાં થયેલી યુવતીની હત્યાની ઘટનામાં આજે યુવતીની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં સુરતના રાજકારકીય નેતા સહિત અનેક લોકો જોડાયા હતા. પરંતુ એક તરફી પ્રેમમાં ગળું મજબૂર કરવું તેને પ્રેમ કહેવાય ખરી.? જાણો વિગતવાર શા માટે એક કપાતરે પ્રેમ પ્રકરણમાં માસુમ દિકરીના શ્વાસ રૂંધી નાખ્યાં.

Surat Pasodra Murder Case: આ કેવો પ્રેમ! જેમાં ગળું કાપીને શ્વાસ રૂંધી નાખે, જાણો વિગતવાર સુરતની દિકરીનો હત્યા મામલો
Surat Pasodra Murder Case: આ કેવો પ્રેમ! જેમાં ગળું કાપીને શ્વાસ રૂંધી નાખે, જાણો વિગતવાર સુરતની દિકરીનો હત્યા મામલો

સુરત : પાસોદરા ગામે જાહેરમાં બનેલી યુવતી હત્યાની ઘટનામાં આજ રોજ મૃતક (Surat Pasodra Murder Case) યુવતીની અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં કામરેજના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 200 જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો હતો.

અંતિમ યાત્રામાં પરિવાર ચડ્યુ હિબકે

આ કેવો પ્રેમ! જેમાં ગળું કાપીને શ્વાસ રૂંધી નાખે, અંતિમ યાત્રામાં પરિવાર ચડ્યુ હિબકે

પોતાના પરિવારની લાડકી દીકરીની નજર સામે જ હત્યા થઈ જતા સમગ્ર પરિવાર હાલ શોક મગ્ન છે. ત્યારે આજે દીકરીની અર્થી ઉઠતા પરિવાર હિબકે ચડ્યો હતો. દીકરીના અંતિમ દર્શન દરમિયાન પરિવારની મહિલા બેભાન થઈ ગઈ હતી. સમાજ આગેવાનો દ્વારા આ મહિલાને તાત્કાલિક ઘરે લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે

એક તરફી પ્રેમમાં ગળુ મજબૂર બને તેને પ્રેમ કહેવાય ?

કામરેજના પાસોદરા પાટીયા પાસે ગ્રીસમાં નંદલાલ વેકરીયા નામની 21 વર્ષીય યુવતી સુરત ખાતે કોલેજમાં અભ્યાસ કરી હતી. તેની જ કોલેજમાં ભણતો સુરત શહેર વિસ્તારમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી નામના યુવક ગ્રીષ્મા સાથે એક તરફી પ્રેમમાં (Surat Killed in a Pro Love) પાગલ થઈ ગયો હતો. યુવતીને હેરાન કરતો હતો. યુવતી દ્વારા યુવક હેરાનગતિ કરતો હોવાની જાણ પરિવારને કરતા યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો. યુવકે ચપ્પુ લઈને યુવતીની સોસાયટીમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવ્યો હતો.

તને મારીને હું મરી જઈશ તેને પ્રેમ કહેવાય ?

યુવકે યુવતીને ગળાના ભાગે ચપ્પુ રાખી યુવતીને બંધક બનાવી દીધી હતી. યુવતીને બચાવવા એનો ભાઈ આવતા યુવકે યુવતીના ભાઈ પર પણ હુમલો કરી દીધો હતો. અને બાદમાં ગળાના ભાગે ચપ્પુ મારી યુવતીને મોતને (Murder case in Surat) ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસ ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ હતી. જોકે હત્યારા યુવકે પોલીસથી બચવા ઝેર ખાઈ લીધું અને પોતાના હાથની નસ કાપી નાખી હતી પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવતીના ભાઈ, મોટા પિતા ને હત્યારા યુવકને ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case: 'કપલ બોક્સ' બંધ કરવાની માંગ, શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા શહેર પોલીસ કમિશનરને રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.