ETV Bharat / state

Surat News : સુરતમાં ચાર દિવસના વિરામ બાદ કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

author img

By

Published : Jul 5, 2023, 4:14 PM IST

Updated : Jul 5, 2023, 4:26 PM IST

Surat News : સુરતમાં ચાર દિવસના વિરામ બાદ કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Surat News : સુરતમાં ચાર દિવસના વિરામ બાદ કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

સુરત શહેરમાં મેઘરાજાએ ચાર દિવસનો વિરામ લીધો હતો તે હવે પૂરો કર્યો છે. સુરત શહેરમાં ઘણાં વિસ્તારમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે ઠંડક ફેલાઇ છે અને બફારામાંથી રાહત મળી છે.

વાહનચાલકોને હાલાકી

સુરત: સુરતમાં ચાર દિવસના વિરામ બાદ શહેરના અઠવા, પીપલોદ, વેસું વિસ્તારમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જોકે વરસાદ વરસતા વાતવરણમાં ઠંડક પસરી છે. જેને કારણે લોકોને ગરમીના ભારેબફારાથી રાહત મળી છે.હવામાન વિભાગ દ્વારા 6 થી 8 જૂન દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

બફારામાંથી રાહત

વાહનચાલકોને હાલાકી: શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઇ હતી. જેને કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેમાં શહેરના ખાસ કરીને અશ્વિની કુમાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તેની સાથે જ રેલવે ગરનાણું તેમજ સરસ્વતી સ્કૂલ પાસે પાણી ભરાયા હતા જેથી ત્યાંથી પસાર થતી ઓટોરીક્ષા બંધ પડી ગઈ હતી. તથા વાહન ચાલકોને હાલાકી સાથે જ વિદ્યાર્થીઓ તેમજ ધંધાર્થીઓ વહેલી સવાર માં અટવાયા હતા. એટલેકે ધોધમાર વરસાદ ના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઇ હતી.આ સમસ્યા પાણીનો નિકાલ નહિ હોવાના કારણે વરસાદી પાણી ભરાયા હતા.

ધોધમાર વરસાદથી બફારામાં રાહત : સુરતમાં ચાર દિવસના વિરામ બાદ વેહલી સાવરે સમગ્ર શહેરમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જોકે વરસાદ વરસતા વાતવરણમાં ઠંડક પસરી છે. જેને કારણે લોકોને ગરમીના ભારે બફારાથી રાહત મળી છે.જોકે હવામાન વિભાગ દ્વારા 6 થી 8 જૂન દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ પહેલા બે દિવસ સુધી ઝરમર ઝરમર વરસાદ થશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

6 થી 8 જુલાઈએ વરસાદ આગાહી : દક્ષિણ ગુજરાતમાં રવિવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. વહેલી સવારે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી છાંટા પડચા હતા. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 થી 8 જુલાઈના રોજ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે સુરતમાં આગામી ત્રણ દિવસ હળવો અને ત્યારબાદ શનિવારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.તેવી જ રીતે આજરોજ સુરતમાં ચાર દિવસના વિરામ બાદ શહેરના અઠવા, પીપલોદ, વેસું વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જોકે વરસાદ વરસતા વાતવરણમાં ઠંડક પસરી છે.

અન્યત્ર વરસાદની ગેરહાજરી :ઉલ્લેખનીય છે કે જૂન મહિનાના અંતે મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં પોતાની એન્ટ્રી કરી તમામ જગ્યાઓ ઉપર પાણી કરી દીધું હતું. ગત અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં. ત્યારે ચાર દિવસ સુધી વરસાદે વિરામ લીધો હતો. તેમાં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગેરહાજરી જોવા મળી છે. વરસાદની ગેરહાજરી વચ્ચે ફરી ગરમી અને બફારો વધી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ વરસાદ : હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી ફરીથી વરસાદની બીજી ઇનીંગ શરૂ થઈ શકે છે. અપર એર સર્કયુલેશન ધીમે ધીમે આગળ વધીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના વિસ્તારોને આવરી લેશે અને આ વિસ્તારોમાં ફરી ધોધમાર વરસાદનું આગમન થશે. ગઈકાલે કેટલાક તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, પરંતુ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે. ગઈકાલે પણ આજ રીતે એક દોઢ કલાક વરસાદ પડ્યા બાદ શહેરનું મહત્તમ તાપમાન સવા ડિગ્રી વધીને 33.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ એક ડિગ્રી વધીને 27.5 ડિગ્રી નોધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા સુધી હતું. છેલ્લા 24 કલાકમાં સુરતમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે.

  1. Rajkot Rain: ગોંડલમાં પંથકમાં સાંબેલાધાર વરસાદ, દેરડી ગામમાં વગર વરસાદે પુર આવ્યું
  2. Surat News : અતિ વ્યસ્ત સુરત એસટી બસ ડેપોમાં કાદવનું રાજ, ફસાયેલી એસટી બસને કાઢવા ક્રેન આવી
  3. Gandhinagar News: રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ, મેંદરડામાં સૌથી વધારે મેઘકૃપા
Last Updated :Jul 5, 2023, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.