ETV Bharat / state

Sumul Dairy : સુમુલ ડેરી ગોવા, મુંબઈ અને કોલ્હાપુરમાં દૂધ પ્લાન્ટ સ્થાપશે, ટર્નઓવર 5356 કરોડ રૂપિયા થયું

author img

By

Published : Jul 26, 2023, 8:47 PM IST

દક્ષિણ ગુજરાતના પશુપાલકોમાં સુમુલ ડેરીના સભાસદો હોય તેઓને કમાણીમાં ચાંદી જ ચાંદી થઇ પડી છે. સુરતમાં મળેલી 72મી વાર્ષિક સભામાં સુમુલના નફાની જાહેરાત સાથે સભાસદોની આવકમાં વધારો કરતી જાહેરાત થતાં જ ખેડૂતો આનંદિત થઇ ઉઠ્યાં હતાં. સુમુલ ડેરીના ગુજરાત બહાર પ્લાન્ટ સ્થપાશે.

Sumul Dairy : સુમુલ ડેરી ગોવા, મુંબઈ અને કોલ્હાપુરમાં દૂધ પ્લાન્ટ સ્થાપશે, ટર્નઓવર 5356 કરોડ રૂપિયા થયું
Sumul Dairy : સુમુલ ડેરી ગોવા, મુંબઈ અને કોલ્હાપુરમાં દૂધ પ્લાન્ટ સ્થાપશે, ટર્નઓવર 5356 કરોડ રૂપિયા થયું

સુમુલ ડેરીના ગુજરાત બહાર પ્લાન્ટ સ્થપાશે

સુરત : તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો માટે જીવા દોરી સમાન સુમુલ ડેરીની આજે 72મી વાર્ષિક સભા મળી હતી. સુમુલ ડેરીનું ટર્નઓવર 5356 કરોડ રૂપિયા થયું છે. આ સભામાં જણાવવામાં આવ્યું હતું કે સુમુલ ડેરી સાથે જોડાયેલા 2.50 લાખ પશુપાલકોની આવક બમણી થઈ છે. 25 કરોડ રૂપિયાની બોનસ શેરની જાહેરાત સાથે આવનાર દિવસોમાં સુમુલ મુંબઈ ગોવા અને કોલ્હાપુરમાં દૂધ પ્લાન્ટની સ્થાપના કરવા જઈ રહી છે.

72મી વાર્ષિક સભા મળી : સુમુલ ડેરીમાં આજે વાર્ષિક સભા યોજાઈ હતી જેમાં પશુપાલકોની આવક બમણી કરવાના નિરાધાર સાથે આ સભામાં સુમુલ ડેરીના ડિરેક્ટર સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ સભામાં જણાવ્યું હતું કે, દૂધના ફેટમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.

પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ મોટી સહાય મળી રહી છે અને સુમુલ ડેરીમાં દૂધ ઉત્પાદન પણ વધ્યું છે. એટલું જ નહીં વાર્ષિક ટન ઓવર પણ વધીને 5,365 રૂપિયા થઈ ગયું છે. સુમુલ ડેરી સાથે અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયા છે. વર્ષ 2014માં દૂધની આવક 39 કરોડ લીટર હતી જ્યારે વધીને વર્ષ 2023માં 70 કરોડ લિટર થઈ છે....માનસિંગ પટેલ(ચેરમેન, સુમુલ ડેરી)

તમામ મંડળીને 15 ટકા ડિવિડન્ડ : સુમુલ ડેરી ખાતે મળેલી 72મી વાર્ષિક સભામાં 25 કરોડ રૂપિયાની બોનસ શેરની જાહેરાત પણ કરવામાં આવી હતી. સાથે તમામ મંડળીને 15 ટકા ડિવિડન્ડની પણ જાહેરાત કરાઈ હતી.

પશુપાલકોની દૂધની આવક વર્ષ 2014માં 1196 કરોડ હતી. જે વધીને વર્ષ 2023માં 3250 કરોડ થઈ છે. તમામ મંડળીઓને 15 ટકા ડિવિડન્ટની જાહેરાત કરાઈ છે. સાથે દૂધ મંડળીને 25 કરોડ રૂપિયાની બોનસ શેરની પણ જાહેરાત આ સભામાં કરવામાં આવી છે. આવનાર દિવસોમાં સુમુલ મુંબઈ ગોવા અને કોલ્હાપુરમાં દૂધના પ્લાન્ટની સ્થાપના કરશે...જયેશ પટેલ(ડિરેક્ટર, સુમુલ ડેરી)

મુંબઈ. ગોવા અને કોલ્હાપુરમાં દૂધના પ્લાન્ટ : સુમુલ ડેરીના સંચાલકો ડેરીનો વ્યાપ વધારવા માટે પણ પ્રયાસો શરૂ કરી રહ્યા છે અને આ દિશામાં પણ આ સભામાં નિર્ણય લેવાયો હતો. સુમુલડેરીના સંચાલકો ટૂંક સમયમાં મુંબઈ. ગોવા અને કોલ્હાપુરમાં દૂધના પ્લાન્ટ સ્થાપના કરવા માટે વિચારી રહ્યા છે. આવનાર દિવસોમાં સુમુલ ડેરીનો વ્યાપ વચ્ચે અને વિશાળ પાયે પ્લાન્ટ શરૂ કરવા માટે તજવીજ હાથ ધરાશે છે.

તમામ મંડળીઓને 15 ટકા ડિવિડન્ડની જાહેરાત : સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સુમુલ ડેરીની 72 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં ચેરમેન માનસિક પટેલ હાજર રહ્યા હતાં. ડેરીનું ટર્નઓવરની વાત કરવામાં આવે તો તે વધીને 5356 કરોડ થયું છે. તમામ મંડળીઓને 15 ટકા ડિવિડન્ડ અપાશે. સુમુલ ડેરી સાથે જોડાયેલા અઢી લાખ પશુપાલકોની આવક બમણી કરવામાં સુમુલ સફળ રહી છે.

  1. Sumul Dairy: પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલ ડેરી પશુપાલકોને 305 કરોડ બોનસ ચુકવશે
  2. સુમૂલ ડેરીના સંચાલકો બેફામ વહીવટ કરતા હોવાનો આક્ષેપ, રેલો આવતા તાત્કાલિક દૂધ મંડળીઓના પ્રમુખની યોજાઈ બેઠક
  3. Sumul Dairy Price of Milk : સુમુલ ડેરીએ પાછલા બારણે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.