ETV Bharat / state

Surat News : સુરતમાં અચાનક હાર્ટએટેકથી મૃત્યુ થવાની બે ઘટના નોંધાઈ, રત્ન કલાકાર ખુરશી પર ઢળી પડ્યાં કાપડ દલાલ ઉઠ્યાં જ નહીં

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 2:36 PM IST

સુરતમાં અચાનક હાર્ટએટેકથી મૃત્યુ થવાની બે ઘટના નોંધાઈ છે. સુરતમાં રત્ન કલાકાર અને કાપડના દલાલનું હાર્ટ એટેકમાં મોત નીપજ્યું છે. જેમાં રત્ન કલાકાર 66 વર્ષના હતાં અને કાપડના દલાલ 43 વર્ષના હતાં.

Surat News : સુરતમાં અચાનક હાર્ટએટેકથી મૃત્યુ થવાની બે ઘટના નોંધાઈ, રત્ન કલાકાર ખુરશી પર ઢળી પડ્યાં કાપડ દલાલ ઉઠ્યાં જ નહીં
Surat News : સુરતમાં અચાનક હાર્ટએટેકથી મૃત્યુ થવાની બે ઘટના નોંધાઈ, રત્ન કલાકાર ખુરશી પર ઢળી પડ્યાં કાપડ દલાલ ઉઠ્યાં જ નહીં
સાથી કારીગરો દોડી આવ્યાં

સુરત : સુરતના કાપોદ્રામાં હીરા ઘસતી વખતે એક વૃદ્ધ રત્નકલાકાર અચાનક જ ઢળી પડ્યાં હતાં. હીરા કારખાનામાં કામ કરનાર રત્ન કલાકારને હાર્ટ અટેક આવતા તેમનું મોત નીપજ્યું છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. હીરાની ઘંટી પર બેસી હીરા ઘસી રહેલા વૃદ્ધને અચાનક જ છાતીમાં દુખાવો થયો હતો અને ત્યારબાદ તે ઢળી પડ્યાં હતાં.

ખુરશી પરથી ઢળી પડ્યા : સુરેશ શહેરના કાપોદ્રા વિસ્તાર ખાતે હીરાના કારખાનામાં કામ કરનાર 66 વર્ષીય બાબુભાઈ વાઘેલાને અચાનક જ હીરા ઘસતી વખતે છાતીમાં દુખાવો થયો હતો. તે સમય દરેક રત્ન કલાકારો હીરા ઘસવામાં વ્યસ્ત હતાં. અચાનક જ લોકોની નજર વૃદ્ધ બાબુભાઈ ઉપર ગઈ ખુરશી પરથી ઢળી પડ્યા હતાં. તેમને આ સ્થિતિમાં જોઈ રત્ન કલાકારો તેમની પાસે આવી ગયા હતાં. બાબુભાઈ બંને હાથ પોતાની છાતી ઉપર મૂકી જણાવ્યું હતું કે તેમના છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. તેમને ડોક્ટર પાસે લઈ જવામાં આવે તે પહેલા જ હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું.

પરસેવો છૂટવા લાગ્યો : વર્ષોથી બાબુભાઈ હીરાની ઘંટી પર હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. સામાન્ય દિવસોની જેમ તે દિવસે પણ તેઓ કારખાને આવ્યા હતાં અને પોતાના રત્ન કલાકાર મિત્રોને મળી હીરા ઘસવા માટે ઘંટી પર બેસી ગયા હતાં. પરંતુ અચાનક જ તેઓને પરસેવો છૂટવા લાગ્યો હતો અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો અને બાદમાં તેઓ પોતાની જગ્યાએ ધડી પડ્યા હતાં. આજુબાજુ હીરા ઘસી રહેલા કારીગરો ત્યાં દોડી આવ્યા હતાં.

હાર્ટ અટેકથી કાપડ દલાલનું મોત : હાર્ટ અટેકની વધુ એક ઘટના સુરત શહેરના જ પાલનપુર વિસ્તારમાં બની હતી. 43 વર્ષીય અંકિત પંચાલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. રવિવારે જમ્યા પછી તેઓ ઘરે સુઈ ગયા હતાં. સવારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. અંકિત અપરણિત છે અને પોતાની ત્રણ બહેનો અને માતા સાથે રહેતાં હતાં. ડોકટરોએ જણાવ્યું હતું કે તેમને હાર્ટ અટેક આવ્યો હતો.

  1. Rajkot News: મહિલા સરપંચે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, હાર્ટ એટેકથી મૃત્યું પામેલા વ્યક્તિના પરિવારને આર્થિક સહાયની કરી રજૂઆત
  2. Factors for Heart Disease : હૃદયરોગ માટે જોખમી મુખ્ય પરિબળ "અપૂરતી ઊંઘ", કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યા બચવાના ઉપાય
  3. Reason behind heart attack : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટએટેક પાછળ કોવિડને જવાબદાર ગણાવ્યો, આ સર્વેમાં થયો ખુલાસો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.