ETV Bharat / state

Case of Molestation : વલસાડની શાહ એચ એન કોમર્સ કોલેજમાં આચાર્યની સતામણીનો મામલો, તપાસ સમિતિએ શું કહ્યું જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 8:51 PM IST

Case of Molestation : વલસાડની શાહ એચ એન કોમર્સ કોલેજમાં આચાર્યની સતામણીનો મામલો, તપાસ સમિતિએ શું કહ્યું જાણો
Case of Molestation : વલસાડની શાહ એચ એન કોમર્સ કોલેજમાં આચાર્યની સતામણીનો મામલો, તપાસ સમિતિએ શું કહ્યું જાણો

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડની શાહ એચ એન કોમર્સ કોલેજમાં આચાર્ય ગિરીશ રાણા સામે ગત 21 મે 2023ના રોજ મહિલા પ્રોફેસરે સતામણીની ફરિયાદ કરી હતી. જેને લઈને આજરોજ યુનિવર્સિટીની તપાસ સમિતિનો રિપોર્ટ આપ્યો છે કે આચાર્યનું વર્તન અશોભનીય છે.

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વલસાડની શાહ એચ એન કોમર્સ કોલેજમાં આચાર્ય ડો.ગિરીશ રાણા સામે ગત 21મે 2023ના રોજ મહિલા પ્રોફેસરે અસભ્ય વર્તન, માનસિક ત્રાસની તથા સતામણીની ફરિયાદ કરી હતી. જેને લઈને કોલેજ કક્ષાએ નિમાયેલી પાંચ સભ્યોની ઇન્ટર્નલ કમ્પલેઇન કમિટીએ વિસ્તૃત અહેવાલ, વિદ્યાર્થીઓ, અધ્યાપકોના નિવેદન સાથે રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યાં હતાં. કોલેજ કક્ષાએ નિમાયેલી પાંચ સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી.

કાર્યભાર છોડવાનું ફરમાન : સમગ્ર પ્રકરણમાં હવે યુનિવર્સિટીના વલણ પર મીટ માંડવામાં આવી હતી. કોલેજ મંડળ દ્વારા આ રિપોર્ટ યુનિવર્સિટીમાં જમા કરી દેવાયો છે. જેને લઈને આજરોજ યુનિવર્સિટીના સત્તાધીશોને તપાસ સમિતિનો રિપોર્ટ અપાયો છે કે આચાર્યનું વર્તન અશોભનીય છે. કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ચોંકાવનાર નિવેદન આપ્યાં છે. જોકે આ પહેલા આચાર્ય ડો.ગિરીશ રાણાને તેમની ફરજ પરથી કાર્યભાર છોડવાનું ફરમાન કરાયું હતું.

આ કેસમાં ફરિયાદ દાખલ થયા બાદ સૌ પ્રથમ વખત તો કોલેજ કક્ષાએ ઇન્ટર્નલ કમિટી દ્વારા તપાસ કરવામાં આવેલ હતો. ત્યારબાદ નિવેદનોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. બાદમાં કોલેજ કક્ષાએ કાર્યવાહી થયા બાદ તેના કાર્યવાહી કરવા માટેનો રિપોર્ટ યુનિવર્સિટીને મોકલવામાં આવે છે. એ રિપોર્ટ રજીસ્ટ્રારને સબમિટ કરવામાં આવ્યો હતો ત્યારે તે સમય દરમિયાન આચાર્ય ડો.ગિરીશ રાણાને તેમના ફરજ પરથી કાર્યભાર છોડવાનું ફરમાન કર્યું હતું. પરંતુ આજે યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા કર્મચારી , વિદ્યાર્થીઓના ચોંકાવનાર નિવેદન આપ્યા બાદ એવું કહી શકાય છેકે, આચાર્યનું વર્તન અશોભનીય છે...ડો. મતિયા પાનવાલા (પ્રાધ્યાપક, વુમન ડેવલપમેન્ટ સેલ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી)

શું હતી ઘટના : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વલસાડની જાણીતી શાહ એચ.એન. કોમર્સ કોલેજમાં સિનિયર મહિલા પ્રોફેસરે ગત 21મે 2023ના રોજ કોલેજના મંત્રીને આચાર્યના અસભ્ય વર્તન, માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી. કોલેજમાં 30 વર્ષથી ફરજ બજાવતા સિનિયર મહિલા પ્રોફેસરે કોલેજના આચાર્ય તેમના વિરુદ્ધ ગંદી ટીપ્પણી કરતા હોવાનું, બિભત્સ ભાષામાં વાત કરતા હોવાનું, ખરાબ નજરથી જોઇ મોટેથી હસતા હોવાનું, અશ્લીલ-અભદ્ર વાતો કરતા હોવાનું. પતિ વિશે પણ ગંદી ટીપ્પણી કરતા હોવાનું, શરીર વિશે કોમેન્ટ કરી, દ્વિઅર્થી વાતો કરતા હોવાનું લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું. એટલું જ નહીં, જયારે તેમને ખબર પડી કે મારી વિરુદ્ધમાં ફરિયાદ થઇ છે. ત્યારબાદથી તેઓ દ્વારા વધુમાં વધુ સતામણી કરતા અંતે મહિલા પ્રોફેસરે યુનિવર્સિટી કુલપતિ ઓફિસ, રજીસ્ટ્રારને પણ ફરિયાદ કરી હતી.

ફરિયાદ બાદ કમિટી બનાવાઇ : જેને લઈને આ મુદ્દે કોલેજ કક્ષાએ બે પુરુષ અને ત્રણ મહિલા સભ્યો સાથેની પાંચ સભ્યોની કમિટી બનાવાઇ હતી. જોકે આ કમિટીએ ત્રણ માસના ગાળામાં રિપોર્ટ તૈયાર કર્યો છે. હવે આ રિપોર્ટ યુનિવર્સિટીમાં રજૂ થયા બાદ યુનિવર્સિટી કક્ષાએ કાર્યવાહી કરવામાં આવી છે.

  1. Surat News: વલસાડની શાહ.એચ.એન.કોમર્સ કોલેજના આચાર્યને ભારે પડી શિક્ષિકાની છેડતી, જાણો શુ છે સમગ્ર મામલો
  2. Surat News : આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલા આત્મહત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન, ન્યૂડ ફોટો બનાવીને બ્લેકમેઈલ કરાતા જીવન ટુંકાવ્યું
  3. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર લગાવ્યો દુષ્કર્મનો આક્ષેપ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.