ETV Bharat / state

Surat News : સુરત શહેરના 412 પોલીસકર્મી કાયમી રોગગ્રસ્ત, નિરામય કેમ્પમાં એક વર્ષની તપાસ બાદ મળી હકીકત

author img

By

Published : Jun 17, 2023, 3:42 PM IST

Surat News : સુરત શહેરના 412 પોલીસકર્મી કાયમી રોગગ્રસ્ત, નિરામય કેમ્પમાં એક વર્ષની તપાસ બાદ મળી હકીકત
Surat News : સુરત શહેરના 412 પોલીસકર્મી કાયમી રોગગ્રસ્ત, નિરામય કેમ્પમાં એક વર્ષની તપાસ બાદ મળી હકીકત

સુરત શહેરના 412 પોલીસકર્મી કાયમી રોગગ્રસ્ત છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા સુરત પોલીસ માટે નિરામય કેમ્પમાં આવી ચોંકાવનારી હકીકત સામે આવી છે.

નિરામય કેમ્પમાં આવી ચોંકાવનારી હકીકત સામે આવી

સુરત : સુરત શહેરના 412 પોલીસકર્મી કાયમી રોગગ્રસ્ત હોવાની ચોંકાવનારી ખબર સામે આવી છે. સુરતનીનવી સિવિલ હોસ્પિટલમાં સુરત પોલીસ કર્મચારીઓની આરોગ્ય ચકાસણીને લઇને યોજાયેલા નિરામય કેમ્પમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ગત 18 ફેબ્રુઆરી 2022થી નિરામય કેમ્પ શરૂ કરાયો હતો. એક વર્ષમાં 3923 પોલીસકર્મીઓના આરોગ્ય તપાસ કરાઈ હતી.

એક વર્ષ સુધી આરોગ્ય તપાસ : સુરત શહેરના 412 પોલીસકર્મી કાયમી રોગગ્રસ્ત હોવાનો રીપોર્ટ કોઇ એક કેમ્પના ફળસ્વરુપ સામે નથી આવ્યો. એક વર્ષ સુધી સતત આરોગ્ય ચકાસણી કરવામાં આવ્યાં બાદ આ આંકડો સામે આવ્યો છે. જે પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યને લઇને ચિંતા કરવાનો સમય આવી ગયો હોવાનો ઇશારો પણ કરે છે. નવી સિવિલ હોસ્પિટલ પોલીસ માટે નિરામય કેમ્પમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.

412 પોલીસ કર્મચારીઓ કાયમી બીમાર : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગત 18 ફેબ્રુઆરી 2022થી કેમ્પ શરૂ કરાયો હતો. એક વર્ષમાં 3923 પોલીસ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ હતી. જેમાં આજદિન સુધી કુલ 3923 પોલીસ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ છે. જેમાં 412 પોલીસ કર્મચારીઓ વિવિધ બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેવું નિદાન થયું છે. આ નિરામય કેમ્પમાં પોલીસ વિભાગના ઓફિસરથી લઈ તમામ કર્મચારીઓની ચેકઅપ કરવામાં આવે છે.

આપણી સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓ માટે નિરામય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન ગત 18 ફેબ્રુઆરી 2022થી કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. જે દર અઠવાડિયામાં શુક્રવારે કરવામાં આવે છે. જેમાં પોલીસ ઓફિસરથી લઈ કર્મચારીઓની ચેકઅપ કરવામાં આવે છે. હાલ 2022થી અત્યાર સુધી 3516 પોલીસ કર્મચારીઓની ચેકઅપ કરવામાં આવ્યું છે...ડો.ગણેશ ગોવેકર (સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ)

પોલીસ કર્મચારીઓની લાઇફ સ્ટાઇલનું કારણ : પોલીસ કર્મચારીઓ માટે ભોજનની અનિયમિતતા અને કામનું સતત ભારણ રહેતું હોય છે. જેના કારણે રોજિંદા ધોરણે ખાનપાન અને આરામ મળતો નથી હોતો. જે ધીમેધીમે પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય પર અસર કરે છે અને છેવટે કોઇને કોઇ બીમારીમાં પરિણમે છે.

4000 પોલીસકર્મીઓની આરોગ્ય તપાસ : ડો.ગણેશ ગોવેકરે વધુમાં જણાવ્યું કે, હાલ 2023માં એટલે કે આ વર્ષે એપ્રિલ બાદ 407 પોલીસ કર્મચારીઓની ચેકઅપ કરવામાં આવ્યું છે. આ ચેકઅપમાં એક વર્ષમાં કુલ 4000 પોલીસકર્મીઓની આરોગ્ય તપાસ કરાઈ છે. જેમાં 40 ડાયાબિટીસ, 33 હાઈપર ટેન્શનના રોગ, 16 કિડની પ્રોબ્લેમ સામે આવી છે. જેમાં ક્રિએટીનનું લેવલ વધારે પ્રમાણમાં જોવામાં આવ્યું છે. તે ઉપરાંત હાઈકોલેસ્ટ્રોલ તેને કારણે ખૂબ જ ટેન્શન થાય છે તેવા 323 પોલીસ કર્મચારીઓ છે. એમ કુલ 412 પોલીસ કર્મચારીઓ આટલી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. એટલે કે આ બીમારીઓ ભોજન અનિયમિતતા અને કામના ભારણથી પોલીસ કર્મચારીઓને હોઈ શકે છે.

  1. મહેસાણાના 21 પોલીસ સ્ટેશનના 1000થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓનું કરાયું હેલ્થ ચેકઅપ
  2. નિરામય ગુજરાત અભિયાનઃ અમદાવાદમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી
  3. Niramay Gujarat Yojna : ખંભાળિયામાં પણ શરુ થઇ નિરામય ગુજરાત યોજના, અનેક બીમારીનો ઇલાજ થશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.