ETV Bharat / state

Surat News : સી આર પાટીલે વાવાઝોડામાં સરકારની કામગીરીની પ્રશંસા કરી, ડોક્ટર સેલ માટે વિશેષ વખાણ

author img

By

Published : Jun 16, 2023, 7:42 PM IST

બિપરજોય વાવાઝોડાની અસરમાં આવેલા વિસ્તારોમાં સરકારના સાવચેતીના પગલાંના કારણે જાનહાનિ ટળી છે અને ઝડપથી બધું પૂર્વવત કરવા ટીમો કામે લાગી ગઇ છે. ત્યારે ભાજપ સરકારની ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

Surat News : સી આર પાટીલે વાવાઝોડામાં સરકારની કામગીરીની પ્રશંસા કરી, ડોક્ટર સેલ માટે વિશેષ વખાણ
Surat News : સી આર પાટીલે વાવાઝોડામાં સરકારની કામગીરીની પ્રશંસા કરી, ડોક્ટર સેલ માટે વિશેષ વખાણ

સુરત : બિપરજોય વાવાઝોડા બાદ વાવાઝોડાની અસરમાં આવેલા વિસ્તારોમાં થયેલા નુકસાનનો જાયજો લઇ રહી છે તો બીજી તરફ વીજળી પાણી અને રોડ કનેક્ટિવિટીને ફરીથી સ્થાપિત કરવા માટે કાર્યરત થઈ છે. વાવાઝોડું ત્રાટકે તે પહેલા સરકાર દ્વારા અનેક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતાં જેના કારણે મોટી હોનારત ટળી છે. ત્યારે સરકારના આયોજનને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તેના કારણે આવી વિકટ પરિસ્થિતિમાં પણ સારી કામગીરી કરવામાં આવી છે. બીજેપી દ્વારા ડોકટર સેલ દ્વારા દવા અને ઇન્જેક્શન સાથે તૈયાર છે. કમલમ ખાતે તમામ તૈયારીઓ કરી છે...સી. આર. પાટીલ (ભાજપ પ્રદેશ પ્રમુખ)

કેમ કરી પ્રશંસા : બિપરજોય સાયક્લોન લેન્ડ ફોન થતાં દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો હતો એટલું જ નહીં વરસાદના કારણે અસંખ્ય વૃક્ષો ધરાશાહી થઈ ગયા હતા. સાઇક્લોન એલર્ટથી જ સરકાર એક્ટિવ થઈ ગઈ હતી અને પ્રભાવિત જિલ્લાઓમાં કલેકટર અને અધિકારીઓ સાથે સતત મીટીંગ ચાલી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. સરકારના તમામ પ્રધાનો પ્રભાવિત જિલ્લાઓમાં પહોંચી ગયા હતા. સરકાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવી પરિસ્થિતિમાં કાર્યરત જોવા મળ્યા હતા. જેની પ્રશંસા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવી છે.

વાવાઝોડાની સ્થિતિ સામે પીએમ મોદી દિલ્હીથી અને સીએમ ભૂપેન્દ્રભાઈ, અધિકારીઓ, પ્રમુખ, ધારાસભ્યોએ આયોજન કર્યું. સરકારની કામગીરી પ્રસંસનીય રહી છે. કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. આ વખતે ઢોરઢાંખરની પણ ચિંતા હતી, ઢોરોને સલામત રીતે ખસેડાયા હતાં.સૌથી પહેલા તમામ ભાજપના નેતા આગળ રહ્યાં. ફૂડ પેકેટની તૈયારી કરી. પાણી ઉપલબ્ધ થાય તે માટે ટેમ્પા ઉપર જનરેટર શરૂ કર્યું..સી. આર. પાટીલ (ભાજપ પ્રદેશ પ્રમુખ)

વાવાઝોડાના ભયમાંથી બહાર નીકળી શક્યાં : સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાની પરિસ્થિતિમાં ટીમ સરસ રીતે કાર્યરત હતી. આ જ કારણ છે કે ગર્ભવતી બહેનોને ડિલિવરી નોર્મલ થઈ. સરકારે ખૂબ મહેનત કરી છે. રસ્તા ખુલ્લા થાય તે માટે વન વિભાગ દ્વારા કામગીરી કરાઈ છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના લોકોના સાથ સહકારથી વિરાટ વાવાઝોડાના ભયમાંથી આપણે બહાર નીકળી શક્યા છે. ગુજરાતના લોકો કુદરતી આફત સામે લડવા ટેવાયેલા છે. વાવાઝોડું પૂરું પાર નથી થયું. મોદી સાહેબ સહિત તમામ લોકોનો આભાર માનું છું.

  1. Cyclone Biparjoy Landfall Impact: પોરબંદરમાં વાવાઝોડાથી થયેલી નુકસાનીના સર્વે માટે તંત્ર દ્વારા 27 ટીમ તૈનાત કરાઈ
  2. Cyclone Biparjoy Landfall Impact: સાબરકાંઠામાં વરસાદી વાવાઝોડાની શરૂઆત, વહીવટી તંત્ર પહેલાથી જ એલર્ટ
  3. Cyclone Biparjoy Landfall Impact : દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમર ડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.