ETV Bharat / state

Surat News : સુરત જિલ્લા સ્વાગત નિરાકરણ કાર્યક્રમમાં રજૂઆતની અસર, દબાણ પર બુલડોઝર ફર્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 10:08 PM IST

સુરતના કામરેજમાં દબાણ મુદ્દે સુરત જિલ્લા સ્વાગત નિરાકરણ કાર્યક્રમમાં રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે સુડા તંત્ર દ્વારા પગલાં લઇ કેટલાક દબાણ પર બુલડોઝર ચલાવી તોડી પાડવામાં આવ્યાં છે. જ્યારે બાબેન મોતા રોડ પર વગદાર બિલ્ડરે કરેલા દબાણ મુ્દ્દે ત્રીજી નોટિસનો સમય પૂરો થયે પગલાં લેવાની તૈયારી કરવામાં આવી છે.

Surat News : સુરત જિલ્લા સ્વાગત નિરાકરણ કાર્યક્રમમાં રજૂઆતની અસર, દબાણ પર બુલડોઝર ફર્યું
Surat News : સુરત જિલ્લા સ્વાગત નિરાકરણ કાર્યક્રમમાં રજૂઆતની અસર, દબાણ પર બુલડોઝર ફર્યું

દબાણ હટાવ કામગીરી

સુરત : કામરેજ ચાર રસ્તા નજીક સુડા વિભાગ દ્વારા ગેરકાયદેે દબાણ ઊભાં કરતાં તત્વો પર સુડા તંત્રે લાલ આંખ કરી હતી. સુડાએ બુલડોઝરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. દબાણ હટાવ કામગીરીમાં અડચણ ન થાય તે માટે કામરેજ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રહ્યો હતો.

દબાણકર્તાઓમાં ફફડાટ : કામરેજ ચાર રસ્તા ઉપર સુડા દ્વારા સ્થાનિક પંચાયતમાં બિનઅધિકૃત દબાણો હટાવવામાં આવતા ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બિનઅધિકૃત દબાણ અંગેની વ્યાપક ફરિયાદો મળતાં સુડાએ જેતે દબાણકર્તાઓને ગેરકાયદે દબાણ હટાવવા માટે નોટિસ આપી હતી. જોકે દબાણ હટાવાયાં ન હતાં.

દબાણ પર બુલડોઝર ચલાવાયું : નોટિસ બાદ દબાણ દૂર ન થતાં છેવટે સુડા તંત્રએ એક્શન લેવાનું શરુ કર્યું હતું. ગેરકાયદે દબાણ હટાવવાના એક્શનમાં સુડાના અધિકારીઓએ કામરેજ ચાર રસ્તા પર આવેલી રત્નાપુરી સોસાયટીમાં બે દુકાનોનું દબાણ હટાવ્યું હતું. તેમ જ દાદરોઅને અડચણરૂપ પતરાના શેડો ઉપર પણ બુલડોઝર ફેરવી દીધું હતું.

હજુ પણ કામગીરી જારી રહેશે : દબાણ હટાવવાના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતાં. કામરેજ પોલીસ બનાવના સ્થળે દોડી જઈ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલેશનની પ્રક્રિયા પાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે કામરેજ વિભાગમાં હજુ પણ કેટલાક બિનઅધિકૃત દબાણો ઉપર આગામી દિવસોમાં બુલડોઝર ફેરવવાની કામગીરી જારી રાખશે.

સુરત જિલ્લા સ્વાગત નિરાકરણ કાર્યક્રમમાં એક અરજદાર દ્વારા આ દબાણને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે સુડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં ફરી દબાણ ન કરવા સૂચના આપવામાં આવી હતી. બાબુભાઈ(કામરેજ ગ્રામ પંચાયત તલાટી)

બાબેન મોતા રોડ પર અનેક દબાણ : બિલ્ડર 15 દિવસમાં દબાણ ન હટાવે તો બિલ્ડરના ખર્ચે દબાણ હટાવવામાં આવશે. અન્ય દબાણની વાત કરીએ તો બાબેન-મોતા રોડ પર મોતા ગામની સીમમાં નાગેશ્વર ખાડી પર બંને તરફ ખાડીમાં દબાણ અંગે ડ્રેનેજ વિભાગની નોટિસ બાદ પણ દબાણ દૂર નહીં થતાં ત્રીજી વખત આખરી નોટિસ ફટકારવામાં આવી છે. બિલ્ડરે પાછાળના ભાગે પસાર થતી ખાડીમાં દબાણ કરી ખાડીના પાણીમાં અવરોધ ઊભો કર્યો છે. તો બાબેન મોતા મુખ્ય રોડ પર પણ માર્જિન છોડયા વિના બાંધકામ કરાય રહ્યું હોવાની ફરિયાદ થઈ છે. ડ્રેનેજ વિભાગે અગાઉ બે નોટિસ આપવા છતાં અવગણના કરતાં બિલ્ડરને ડ્રેનેજ વિભાગે ત્રીજી નોટિસ ફટકારી 15 દિવસની અંદર દબાણ દૂર કરવા સૂચના આપી છે.

સુરતના બિલ્ડરનો આખરી નોટિસ : બાબેન મોતા રોડ પર મોતા ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાં દબાણ કરનાર સુરતના બિલ્ડર દિલીપભાઈ બાલચંદભાઈ ભગતને ડ્રેનેજ વિભાગ દ્વારા આખરી નોટિસ આપવામાં આવી છે. બિલ્ડર દ્વારા બિનખેતી જમીનમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બાંધકામ હેઠળની જમીનના પૂર્વથી પશ્ચિમ બાજુએ વહેતી ખાડીના વહેણની દિશામાં જમણી બાજુ દીવાલ તથા પિચિંગનું બાંધકામ કરવામાં આવ્યું છે. ખાડીથી કોઈ પણ પ્રકારનું માર્જિન છોડવામાં આવ્યું નથી તેમજ ખાડી પર બાંધકામ કરતાં પહેલા ડ્રેનેજ વિભાગની કોઈ પરવાનગી લેવામાં આવી નથી. આ અંગે બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં આ બાંધકામ દૂર કરવા આવ્યું નથી.

બિલ્ડરે કરેલા દબાણથી ખેડૂતોને મુશ્કેલી : ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ મુખ્ય રસ્તા સહિત ખાડી કિનારાના ખેતરોમાં પણ પાણી ભરાઈ જતાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી હતી. વારંવાર નોટિસ છતાં બિલ્ડર આ નોટિસ ઘોળીને પી જતાં હોય તેમ બાંધકામ દૂર કરતાં નથી. સ્થાનિક નેતાઓના આશીર્વાદ ધરાવતા આ બિલ્ડરને હવે ત્રીજી અને આખરી નોટિસ ફટકારવામાં આવી છે.

ખર્ચો લેવામાં આવશે : આ આખરી નોટિસના પંદર દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. જો તેમ કરવામાં નહીં આવે તો વિભાગ દ્વારા બિલ્ડરના ખર્ચે અને જોખમે પાણીના પ્રવાહમાં બનાવવામાં આવેલ દીવાલ દૂર કરવાની અને સરકારી ધારાધોરણો મુજબ બોજો દાખલ કરવા તેમજ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

  1. Surat News : કામરેજ ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરને પકડીને પાંજરાપોળમાં મુકવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
  2. Banaskantha news : ડીસામાં પાલિકાએ દબાણ દૂર કરાતા બાળકો સહિત લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા, વરસાદના વાતાવરણમાં લોકો જાય ક્યા?
  3. Surendranagar News : રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા, 29 પરિવારો ઘર વિહોણા બન્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.