ETV Bharat / state

Surat hit and run: ડમ્પરની ટક્કરે 14 વર્ષના સગીરનું મૃત્યુ, બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

author img

By

Published : May 10, 2023, 1:08 PM IST

રાજ્યમાં હાઇવે હોય કે સીટી અકસ્માતની ઘટનામાં કોઈ પ્રકારની બ્રેક લાગતી નથી. સુરત શહેરના પાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. એક ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતા જીવલેણ અકસ્માત થયો છે. જેમાં બિલ્ડરના દીકરાનું મોત નિપજ્યું છે. સંતાનની અકાળે અંતિમ વિધિની નોબત આવતા પરિવારમાં માતમનો માહોલ છે. મૃતક બે બહેનોનો એકનો એક ભાઈ હતો.

સુરતમાં ડમ્પર ચાલકે મોપેડ સવારે ભાઈ બહેનને અડફેટે લેતા ભાઈનું મોત
સુરતમાં ડમ્પર ચાલકે મોપેડ સવારે ભાઈ બહેનને અડફેટે લેતા ભાઈનું મોત

સુરત: શહેરમાં દોડતા બેફામ વાહનો નિર્દોષ માણસનો જીવ લઈ રહ્યા છે. સુરત શહેરમાંથી આવી ઘટના સમયાંતરે સામે આવે છે. તેમ છતાં કામગીરીના નામે માત્ર વાતો થઈ રહી છે. સુરત શહેરના પાલ વિસ્તારમાં ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતા ભવ્ય પટેલ નામના છોકરાનું મૃત્યુ થયું છે. પોલીસ વિભાગમાંથી મળતી વિગતો અનુસાર ભવ્યના પિતા બિલ્ડર હોવાનું જાણવા મળ્યું છે. 14 વર્ષના ભવ્ય પર ડમ્પર ફરી વળતા અકાળે મૃત્યુ થયું હતું. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે ડમ્પર ચાલકને પકડવા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. આવા માઠા વાવડ મળ્યા બાદ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. શાંતિવન સર્કલ પાસે આ ઘટના બની હતી. જ્યારે ટુ વ્હીલર ચલાવનાર એની બહેન ખ્યાતિને ગંભીર ઇજા થઈ છે.

"આ ઘટના આજે બપોરના સમયે 2:15 વાગ્યાની આસપાસ બની હતી. જેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. જેથી અમે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા.આ ઘટનામાં 14 વર્ષીય કિશોરનું મોત થઇ ગયું હતું. મૃતક ભવ્ય ભરતભાઈ પટેલ જેઓ જાંગીરાબાદ વિસ્તારમાં આવેલ સુંદરવન રો હાઉસમાં રહે હતા. જેઓ આજે મોટી બહેન ખ્યાતી જોડે મોપેડ ગાડી ઉપર જઈ રહ્યા હતા. ત્યારે જ પાલ ગૌરવ પથ રોડ ઉપર આવેલ શાંતિવન સર્કલ પાસે જ ભાઈ બહેનને ડમ્પર ચાલકે ભરપૂર ઝડપે ગફલત ભરી હાંકી અડફેટે લીધા હતા. જેમાં કિશોરના મોઢાના અને માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટના સ્થળ ઉપર ચાલક ડમ્પર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. "--જયસિંહ રાઠોડ(પાલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ)

આ પણ વાંચો

Surat News : સુરત પોલીસે 75 ટકા માનસિક દિવ્યાંગ વ્યક્તિ પર બે વાહન ચોરીનો ગુનો નોંધી જેલમાં મોકલ્યો, કોર્ટે આપ્યો ન્યાય

Surat Innovation : સુરત ટ્રાફિક પોલીસની આંખો ચાર થઇ, રોડ પર દોડી બનાના કાર, જાણો કોણે કરી કમાલ

Surat crime news: સુરત કોર્ટની બહાર ધોળા દિવસે હત્યાના આરોપીની કરપીણ હત્યા

ઘટના સ્થળે મોત: શહેરમાં અવરનવર સીટી, બીઆરટીએસ , કાંતો પછી ટ્રક ડમ્પર જેવા મોટા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેને કારણે આવા મોટા વાહન ચાલકો રસ્તે ચાલતા લોકોને કાંતો પછી ટુવીલ ઉપર જઈ રહેલા લોકોને અડફેટે લેતા હોય અને તેમાં લોકોએ પોતાના જીવ ગુમાનો વારો આવતો હોય છે. એવી જ એક ઘટના શહેરના પાલ ગૌરવ પથ રોડ ઉપર સામે આવી છે. આજે બપોરના સમય દરમિયાન ભાઈ બહેન મોપેડ ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન ડમ્પર ચાલકે મોપેડ સવાર ભાઈ બહેનને લીધા હતા. જેમાં 14 વર્ષના કિશોરનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું. આ ઘટનામાં પરિવારનો એકનો એક છોકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે ઘટનાની જાણ થતા જ પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.