ETV Bharat / state

Surat News : સુરતમાં પુત્રની છઠ્ઠીમાં ડાન્સ કરતા પિતાનું થયું અચાનક મોત

author img

By

Published : Apr 17, 2023, 4:05 PM IST

સુરત શહેરના કોસાડ ગામમાં પુત્રના છઠ્ઠીના કાર્યક્રમમાં ડાન્સ કરતા પિતા અચાનક બેભાન થઈ ગયા હતા. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિવારનું માનવું છે કે મૃતકનું મોત હૃદય રોગ હુમલાના કારણે થયું છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘરમાં એક દિકરો આવ્યો અને બીજો દિકરો ભગવાને લઇ લીધો જેના કારણે પરિવારની ખુશી માતમમાં ફેરવાઇ ગઇ હતી.

પુત્રના છઠ્ઠીના કાર્યક્રમમાં ડાન્સ કરી રહેલા પિતા અચાનક બેભાન થતા થયું મોત, કારણ હાર્ટ અટેક ?
પુત્રના છઠ્ઠીના કાર્યક્રમમાં ડાન્સ કરી રહેલા પિતા અચાનક બેભાન થતા થયું મોત, કારણ હાર્ટ અટેક ?

સુરત: હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. હાર્ટ એટેકના કેસમાં વધારો થવાના ઘણા કારણો હોય શકે છે. ખાસ કરીને ખાણી-પીણી વધારે અસર કરે છે. ટેન્શન વધારે લેવાના કારણે પણ હાર્ટ એટેકના કેસના વધારાનું કારણ હોઇ શકે છે. ફરી વાર સુરતમાં યુવકને હાર્ટ એટેક આવતા યુવકનું મોત નીપજ્યું છે. પુત્રના છઠ્ઠીના દિવસે યુવક નાચી રહ્યો હતો. તે સમયે અચાનક બેભાન થઇ ગયો હતો.

પિતા બનવાની ખુશી: તાજેતરમાં સુરતના ઓલપાડ વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. સુરતના કોસાડ વિસ્તારમાં રહેતો કરણ ઠાકુર 6 દિવસ પહેલા જ પિતા બન્યો હોવાથી તેની ખુશીની કોઈ સીમા જ નહોતી. પુત્રના છઠ્ઠીના કાર્યક્રમમાં તેણે સૌને આમંત્રણ આપ્યું હતું. પિતા બનવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ તેને કયાં ખબર હતી તેની આ આખરી ખુશી હતી.

કરણ અચાનક બેભાન: પુત્રની છઠ્ઠીના કાર્યક્રમમાં પિતા આનંદથી નાચી રહ્યો હતો. ફિલ્મી ગીતો પર નાચી રહેલા કરણ અચાનક બેભાન થઈ ગયો હતો. એ જાણવા માટે તમામ લોકો કરણની આસપાસ એકઠા થઈ ગયા અને તેણે ઉઠાવવા પ્રયાસ કરવા લાગ્યા હતા. જે પછી તેને સ્મિમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરાતા મોજ મસ્તીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

આ પણ વાંચો Surat Suicide Case: સિક્યુરિટી ગાર્ડને બેગ આપી યુવાને લગાવી મોતની છલાંગ

મૃત્યુનું કારણ શું: મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના સીએમઓ જયેશ પટેલે જણાવ્યું કે હાલ કરણના મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે કહી શકાય તેમ નથી. તેથી તેનું પોસ્ટમોર્ટમ ફિમેલ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. પરિવારે પ્રાથમિક માહિતી આપી છે કે તે પરસેવાથી રેબઝેબ હતો અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતો હતો. કરણનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. છેલ્લા ઘણા દિવસોથી હૃદયરોગની ફરિયાદો આવી રહી છે. ખાસ કરીને ઉનાળામાં લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો તરત જ ડોક્ટરને બતાવો, ખાસ કરીને જો છાતીમાં દુખાવો અને ગભરાટની સમસ્યા હોય તો, પછી તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે

ખૂબ જ ખુશ હતો: બેભાન થઈ ગયેલા કરણને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કરણ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે. પરંતુ તેના સાસરિયાઓ સુરતના કોસાડ વિસ્તારમાં આવી ગયા હતા. તેના પુત્રના છઠ્ઠીના કાર્યક્રમને લઈને તે ખૂબ જ ખુશ હતો. પરંતુ અચાનક તેને છાતીમાં દુખાવો થતાં તે બેહોશ થઈને નીચે પડી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.