ETV Bharat / state

Organ Donation : સુરત નવી સિવિલ હોસ્ટિપલમાં 28મું અંગદાન, યુવતીએ છ લોકોના જીવનમાં પાથર્યો પ્રકાશ

author img

By

Published : Jun 8, 2023, 10:32 PM IST

Organ Donation : સુરત નવી સિવિલ હોસ્ટિપલમાં 28મું અંગદાન, યુવતીએ છ લોકોના જીવનમાં પાથર્યો પ્રકાશ
Organ Donation : સુરત નવી સિવિલ હોસ્ટિપલમાં 28મું અંગદાન, યુવતીએ છ લોકોના જીવનમાં પાથર્યો પ્રકાશ

સુરત શહેર હવે અંગદાન તરીકે આગળ આવી રહ્યું છે. આ રોજ 24 વર્ષીય બ્રેઈનડેડ યુવતીના અંગદાન કરાયું છે. આ સાથે હોસ્પિટલમાં અત્યાર સુધી 28મું અંગદાન કરવામાં આવ્યું છે. આ યુવતીના અંગદાનથી 6 લોકોના જીવનમાં પ્રકાશ પથરાશે.

સુરત : ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ઉભરી રહ્યું છે. કારણ કે, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજ રોજ 28મું અંગદાન કરવામાં આવ્યું છે. 24 વર્ષીય બ્રેઈનડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાનું આંતરડું અને લિવરનું દાન કરાયું છે. મૃતક પ્રિતીબેન શુક્લાને ગત 3 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રિએ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પ્રિતીબેન બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેને લઈને ડોક્ટરોએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

સુરત નવી સિવિલ હોસ્ટિપલમાં 28મું અંગદાન
સુરત નવી સિવિલ હોસ્ટિપલમાં 28મું અંગદાન

છ વ્યક્તિઓને નવી જિંદગી આપી : પરિવારે સમંતિ આપતા જ અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તે સાથે લિવર અને બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શુક્લા પરિવારે છ લોકોને નવી જિંદગી બક્ષીને માનવતાનું અતિ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વ.પ્રિતીબહેનને ત્રણ વર્ષીય પુત્ર પણ છે.

આજે સિવિલ હોસ્પિટલમાં 28મું અંગદાન કરાવામાં આવ્યું છે. આ અંગદાનમાં મૃતક 24 વર્ષીય પ્રિતીબેન શુકલા જેઓ ગોડાદરા વિસ્તારમાં રહેતી હતી. તેઓને ગત 3 જૂનના રોજ સાંજે તેઓ પોતાની મોપેડ પર જઈ રહ્યા હતા, ત્યારે તેમનું ઉંધના બ્રિજ પર માર્ગ અકસ્માત થયો હતો. જેમાં તેઓના માથાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. - ડો. ગણેશ ગોવેકર (સુપ્રિટેન્ડેન્ટ, નવી સિવિલ હોસ્પિટલ)

માનવતાનું સારામાં સારુ ઉદાહરણ : વધુમાં જણાવ્યું કે, પ્રિતીબેન શુકલાને ગઈકાલે રાતે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેને લઈને ડોક્ટરોએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારે સંમતિ આપતા જ અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ અંગદાનમાં બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેની સાથે લિવર અને બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દુઃખના ક્ષણોમાં પરિવારે ખુબ જ સરાહનીય કામગીરી કરી છે. શુક્લા પરિવારે છ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું સારામાં સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  1. Organ Donation in Surat : 24 કલાકમાં આ ત્રણ બ્રેઇનડેડ તરફથી અંગદાનનો ઇતિહાસ રચાયો, પ્રથમવાર હૃદયનું દાન મેળવતી નવી સિવિલ હોસ્પિટલ
  2. Organ Donation : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 22મું અંગદાન, લીવર, બે કિડની અને આંતરડાના દાનથી 4ને નવજીવન મળ્યું
  3. બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.