ETV Bharat / state

Surat News : ભાઈની પરિસ્થિતિ જોઈને મહિલાએ અનાથ દિવ્યાંગ બાળકો માટે ખોલી હોસ્ટેલ

author img

By

Published : Apr 8, 2023, 3:40 PM IST

સુરતમાં એક મહિલાએ ભાઈની પરિસ્થિતિ જોઈને દિવ્યાંગ બાળકો માટે સેવા કરવાની ઈચ્છા થઈ હતી. આ મહિલાએ ઈચ્છાને આગળ વધારતા માનસિક દિવ્યાંગ બાળકોને માટે હોસ્ટેલની સ્થાપના કરી છે. જ્યાં બાળકોને વિવિધ પ્રવૃતિઓ કરાવીને પગભર કરનાવી ટ્રેનિંગ આપી રહી છે.

Surat News : ભાઈની પરિસ્થિતિ જોઈને મહિલાએ અનાથ દિવ્યાંગ બાળકો માટે ખોલી હોસ્ટેલ
Surat News : ભાઈની પરિસ્થિતિ જોઈને મહિલાએ અનાથ દિવ્યાંગ બાળકો માટે ખોલી હોસ્ટેલ

સુરતની મહિલાએ અનાથ માનસિક દિવ્યાંગ બાળકો માટે કરી હોસ્ટેલની શરૂઆત

સુરત : શહેરની સીમાબેન પવારે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. પોતાના ઘરમાં માનસિક દિવ્યાંગ ભાઈને જોઈ તેઓએ એક સંસ્થાની શરૂઆત કરી હતી. આ સંસ્થા સુરત શહેરના માનસિક દિવ્યાંગ બાળકો માટે કાર્યરત છે કે જેઓના માતા પિતા નથી અથવા તો માતા-પિતા આખો દિવસ તેમને ઘરે રાખવા માંગતા નથી. સીમાબેન અને તેમના અન્ય બે બહેનપણી દ્વારા આ સંસ્થા ચલાવવામાં આવી રહી છે. સીમાબેનની જેમ જ રચનાબેનના ઘરે પણ એક માનસિક દિવ્યાંગ સભ્ય હોવાના કારણે બંને દ્વારા અન્ય માનસિક દિવ્યાંગ બાળકોની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હોસ્ટેલમાં 35 માનસિક દિવ્યાંગ બાળકો : સીમાબેન દ્વારા સુરત શહેરના વરાછા વિસ્તારમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં હાલ 35 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો રહે છે. જેમાંથી 20 જેટલા બાળકોનો તમામ ખર્ચ તેઓ પોતાની સંસ્થાના માધ્યમથી ઉઠાવી રહ્યા છે. આ હોસ્ટેલમાં એવા બાળકો છે કે જેઓ અનાથ છે અથવા તો પિતા નથી. એટલું જ નહીં કેટલા એવા પણ બાળકો છે જેમના માતા-પિતા તો છે, પરંતુ તેઓ પોતાના માનસિક દિવ્યાંગ બાળકોના સંભાળ માટે આ હોસ્ટેલમાં મૂક્યા છે અને દર મહિને ચાર્જ આપે છે.

શરૂઆત ત્રણ બાળકો સાથે થઈ : સીમાબેન ઉન્નતિ નામની સંસ્થા ચલાવે છે. B.Sc.Mrની ડિગ્રી પણ ધરાવે છે. સીમાબેન પવારે જણાવ્યું હતું કે, તેમના ભાઈ 75 ટકા માનસિક દિવ્યાંગ હતા. તેમની બહેનપણી રચનાબેનના ઘરે પણ એક સભ્ય 25 ટકા માનસિક દિવ્યાંગ હતા. જેથી આવા બાળકો માટે કશું કરવાનું વિચાર આવ્યો. કોરોના કાળ પહેલાં નાના વરાછામાં એક હોસ્ટેલની શરૂઆત કરી હતી. આજે અહીં 35 જેટલા બાળકો છે. આ બાળકો સામાન્ય બાળકોની જેમ ભણે છે સંસ્થાની શરૂઆત અમે પહેલા ત્રણ બાળકો સાથે કરી હતી.

મહિલા 35 બાળકોની કરી રહી છે સેવા
મહિલા 35 બાળકોની કરી રહી છે સેવા

આ પણ વાંચો : Sabarkantha News : દિવ્યાંગ દંપતી 150 દિવ્યાંગોને આપે છે રોજગારી, 1 હજારને પગભર કરવાનો નિશ્ચય

હોસ્ટેલ ભાડા પર : સાથે તેઓએ જણાવ્યું હતું કે, અનેક બાળકો એવા છે કે તેમના માતા પિતા તેઓને આ હોસ્ટેલમાં મૂકી ગયા છે. આવા બાળકોનો ખર્ચ રૂપિયા દર મહિને હજારથી શરૂ થાય છે અને અઢી હજાર સુધી તેમના માતા-પિતા ચૂકવે છે. બાકીના બાળકોનો ખર્ચ અમે પોતે ઉઠાવીએ છીએ. હોસ્ટેલ ભાડા પર છે અને દર મહિને અમે હોસ્ટેલનો 15 હજાર રૂપિયા ભાડું આપીએ છીએ. અન્ય કર્મચારીને વેતન આપીએ છીએ જોકે દાતાઓના કારણે અમને અનાજ કે સમાન સહિત અન્ય દાન મળે છે. જેના કારણે અમારી સંસ્થા ચાલે છે.

પગભર કરનાવી ટ્રેનિંગ
પગભર કરનાવી ટ્રેનિંગ

આ પણ વાંચો : અકસ્માતમાં પગ ગુમાવ્યો હિંમત નહીં, ખેડાની સાદિકા મીરે અત્યાર સુધી 12 ગોલ્ડ મેડલ કર્યા પોતાના નામે

અનેક થેરપી આપવામાં આવે છે : સીમાબેનએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો પગભર થાય અને સમાજની સામે પ્રતિષ્ઠાથી ઊભા થઈ શકે આ માટે અમે બાળકોને અલગ અલગ થેરપી પણ આપીએ છીએ. જેમાં તેમને ખાસ સ્પીચ થેરેપી, મ્યુઝિક થેરેપી સ્પેશિયલ એજ્યુકેશન થેરપી સહિત તેઓ પગભર બની રહે અને આજીવિકા ચલાવી શકે આવી પણ અનેક ટ્રેનિંગ આપતા હોઈએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.