ETV Bharat / state

Surat News : સુરતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વેવાઈનો મૃતદેહ જોઈને વેવાણને પણ આવ્યો એટેક

author img

By

Published : Apr 28, 2023, 7:41 PM IST

Heart Attack : હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વેવાઈનો મૃતદેહ જોઈને વેવાણને પણ આવ્યા એટેક
Heart Attack : હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વેવાઈનો મૃતદેહ જોઈને વેવાણને પણ આવ્યા એટેક

સુરતના પાંડેસરામાં હાર્ટ અટેકથી મૃત્યુ પામનાર વેવાઈનું મૃતદેહ જોઈને વેવાણનું પણ મૃત્યુ થયું છે. વેવાઈનું મૃતદેહ જોઈને વેવાણને હાર્ટ એટેક આવતા પરિવાર પર આભ ફાટ્યું છે. ત્યારે શું છે સમગ્ર વાત જુઓ.

પાંડેસરામાં હાર્ટ અટેકથી મૃત્યુ પામનાર વેવાઈનું મૃતદેહ જોઈને વેવાણનું પણ મૃત્યુ

સુરત : હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વેવાઈનું મૃતદેહ જોઈને 50 વર્ષના વેવાણ ઢળી પડ્યા અને તેમનું પણ મૃત્યુ થયું છે. આ ઘટના સુરત શહેરના પાંડેસરા વિસ્તારની છે. જ્યાં વેવાઈના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના ઘરે પહોંચેલા વેવાણ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, બન્નેના મૃત્યુ પાછળ હાર્ટ એટેક કારણભૂત છે.

શું છે સમગ્ર મામલો : એક જ પરિવારના બે સભ્યો એક જ દિવસમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય નરેશભાઈ ઘરે ચા પીને સવારે ફરવા નીકળ્યા હતા અને ઘરે આવ્યા બાદ અચાનક જ તેમની તબિયત લથડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. પરિવારના સભ્યો નરેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

વેવાઈ
વેવાઈ

આ પણ વાંચો : Surat news : સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા થયું મોત

પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું : પરિવારના સભ્યો નરેશભાઈનો મૃતદેહ ઘરે લાવ્યા હતા અને તેમના અંતિમ દર્શન કરવા માટે પરિવારના સભ્યો ઘરે પહોંચી રહ્યા હતા તે દરમિયાન નરેશભાઈનો મૃત દેને જોઈ તેમના વેવાણ આશાબેન પણ બેભાન થઈ તેમના મૃતદેહ પાસે ઢળી પડ્યા હતા. જેથી તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બે સભ્યો એક જ દિવસમાં આ હાર્ટ એટેકથી મૃત્યુ પામતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો : Heart Attack : સુરતમાં પિતાને મળીને રોજી રોટી કમાવવા જતા યુવકને રસ્તામાં હાર્ટ એટેક આવ્યો, જુઓ CCTV

મોઢામાંથી ફીણ આવવા લાગ્યું : પરિવારના સભ્ય બાબુભાઈએ જણાવ્યું હતું કે, આ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગોપાલ નગર પ્લોટ નંબર 280માં રહેતા નરેશભાઈ સવારે ઊઠીને પેપર લેવા માટે ઘરથી બહાર નીકળ્યા હતા. પેપર લઈને ઘરે આવ્યા બાદ કીધું કે મને નાસ્તો કરવો છે અને ચા બનાવવા માટે કહ્યું હતું અને ચા આવ્યા બાદ ચાને રકાબીમાં ગાળ્યા બાદ અચાનક જ નીચે ઢળી પડ્યા હતા. અમે તેમને ઉચકીને દવાખાના લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમ છતાં અમે બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પણ ડોક્ટરો એક કલાક પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં દવા અને દુઆ બંને કામ લાગી નહીં. અમે મૃતદેહ ઘરે લઈને આવ્યા એક કલાક બાદ એમની છોકરીની સાસુ એટલે તેમની વેવણ અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. તેમને જોવા માટે બેસવાની અડધી મિનિટ બાદ તેમના મોઢામાંથી પણ ફીણ આવવા લાગ્યું હતું અને તેઓ પણ તે જગ્યા પર પડી ગયા આ તમામ વસ્તુઓ અમે આંખે જોઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.