ETV Bharat / state

Surat Gold Smuggling Case : કોણ છે ડે.સરપંચ અયુબ રીઝવાન મૌલવી જે DRI આવે તેના દસ દિવસ પહેલા જ સાઉથ આફ્રિકા નાસી ગયો

author img

By

Published : Jul 21, 2023, 8:26 PM IST

ગોલ્ડ સ્મગ્લીંગ કેસમાં આરોપી પીએસઆઈ પરાગ દવેના મોબાઈલ ફોનમાંથી DRIને અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સીસીટીવી ફૂટેજ પ્રદાન કરવામાં આવ્યા છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 25 કરોડના સોનાની દાણચોરી કેસમાં DRIએ વાલીયા તાલુકાના કોંઢ ગામમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. આ કેસમાં ભરૂચ સુધી તાર પહોંચ્યા છે. DRI જેની તપાસમાં કરી રહી છે. ગામના ડેપ્યુટી સરપંચ ઐયુબ રિઝવાન મૌલવી દસ દિવસ પહેલા જ વિદેશ ચાલ્યો ગયો છે.

Etv Bharat
Etv Bharat

સુરત : DRIએ 44 કિલો ગોલ્ડ સ્મગલિંગ કેસમાં હાલ પીએસઆઇ પરાગ દવે, ફરાન પટેલ બાદ અંકલેશ્વર અને વાલીયા તાલુકાના કોંઢ ગામમાં રહેતા ડેપ્યુટી સરપંચ ઐયુબ રિઝવાન મૌલવીની પાસે શરૂ કરી છે. ઐયુબ રિઝવાન મૌલવીના ઘરે જ્યારે ડીઆરઆઈની ટીમ પહોંચી ત્યારે તે ઘરમાં નહોતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તે વિદેશ ગયો છે. પીએસઆઇ પરાગ દવેના મોબાઈલ ફોનમાંથી મળેલી માહિતી મુજબ હવે DRI તપાસ કરી રહી છે. પરાગ દવે અને તેમની પત્નીના બેંક ખાતાઓની નાણાકીય તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યવહારો DRIને મળી આવ્યા છે.

10 દિવસ પહેલા જ થયો ફરાર : DRI પાસેથી મળતી માહીતી મુજબ જ્યારે ડેપ્યુટી સરપંચ અયૂબના ઘરે ટીમ પહોંચી ત્યારે તેઓ ઘરમાં નહોતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, કામકાજ અર્થે વિદેશ આવતા જતા રહે છે. તેઓ હાલમાં 10 દિવસ પહેલા જ વિદેશ ગયા છે. અધિકારીઓએ તેના ઘરે તપાસ પણ હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, DRIના અધિકારીઓએ તેની પત્ની અને પિતાનો ફોન પણ જપ્ત કર્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી તે ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સંડોવાયેલો હોય તે શંકા હાલ DRI ને છે. સુરત એરપોર્ટ પર DRIએ રેડ કરી ત્યારથી જ અયુબ દેશ છોડીને નાસી જવાની ફિરાકમાં હતો.

માસ્ટરમાઇન્ડની સૂચના પર કાર્ય : પરાગ દવે એક દિવસના રિમાન્ડ પર છે. DRIએ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. DRI તરફથી જણાવવામાં આવ્યું છે કે, કેટલાક મુસાફરો જેમણે તાજેતરના ભૂતકાળમાં પેસ્ટ સ્વરૂપે સોનાની દાણચોરી કરી છે, તે જ માસ્ટરમાઇન્ડની સૂચના પર તાત્કાલિક કેસની જેમ ઓળખવામાં આવ્યા છે. પી.ડી. દવે થકી એવા મુસાફરોની ઓળખ થવી જરૂરી છે કે જેઓ સોનાની દાણચોરીમાં તેમની મદદ કરી હોવાનો દાવો કરે છે.

પ્રત્યક્ષ રીતે હાજર રહે તે જરૂરી નથી : આરોપી સસ્પેન્ડેડ પરાગ દવેના વકીલ તેજસ મહેતાએ જણાવ્યું હતું કે, હાલ જે પણ વાતો સામે આવી રહી છે તેમાં આ તથ્યતા નથી. રિમાન્ડની જે માંગણીઓ કરવામાં આવી છે તેમાં પ્રત્યક્ષી રીતે પરાગ દવેની જરૂરિયાત પણ નથી. બેંક ટ્રાન્જેક્શન સહિત અન્ય બાબતોમાં પ્રત્યક્ષ રીતે પરાગ દવે હાજર રહે એ જરૂરી નથી.

  1. Surat Gold Smuggling Case : સુરત ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરહાન પટેલ નામના આરોપીની ધરપકડ, દુબઈના ભારતીય સાથે હતો સંપર્કમાં
  2. Gold Smuggling Case: ઇમિગ્રેશન PSI પરાગ દવે જેલભેગા, IT- ક્રાઈમબ્રાંચ મેદાને ઊતારતા તપાસનો ધમધમાટ શરૂ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.