ETV Bharat / state

સુરત ફાયર વિભાગની લાલ આંખ, ક્ષતિગ્રસ્ત 3 કોવિડ હોસ્પિટલના MoU તાત્કાલિક રદ્દ

author img

By

Published : Aug 8, 2020, 1:32 PM IST

અમદાવાદ આગ દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગનો સપાટો જોવા મળી રહ્યું છે. ફાયર સેફ્ટીના અભાવના કારણે 3 કોવિડ હોસ્પિટલનો MoU તાત્કાલિક રદ્દ કરવા આદેશ કરાયો છે. જ્યારે 9 હોસ્પિટલને 1 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમજ અમીના સાર્વજનિક, જેબી વાઘાણી અને પરમ હોસ્પિટલની માન્યતા રદ્દ કરવા આદેશ કરાયો છે.

Surat
સુરત ફાયર વિભાગ

સુરત: મહાનગરપાલિકાએ 3 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલો સાથે એમઓયુ રદ કર્યા છે. કોવિડ દર્દીઓની સારવાર માટે પાલિકા સાથે થયેલ એમઓયુ તાકીદ રદ કરવામાં આવ્યાં છે. પાલિકાએ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન કરવા સૂચના આપી છે. તેમજ કોવિડ હોસ્પિટલને બંધ કરવા પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે.

સુરત ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલ ચેકિંગમાં ક્ષતિના કારણે 3 કોવિડ હોસ્પિટલનો MoU તાત્કાલિક રદ્દ

હાલ જ અમદાવાદની બનેલી ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. ફાયર વિભાગને હોસ્પિટલોમાં યોગ્ય ફાયર સેફટીની સુવિધાનો અભાવ મળી આવ્યો છે. ઇલેક્ટ્રિલ વાયરિંગ, એકજીટ એન્ટ્રી સહિત અલગ અલગ ફાયર સેફટી મુદ્દે ગત રોજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલ ચેકિંગમાં ક્ષતિ મળી આવી હતી.

શહેરની 12 હોસ્પિટલમાં ગ્રીન લીફ હોસ્પિટલ, પીપલોદ હોસ્પિટલ, ટ્રાઇડેન્ટ હોસ્પિટલ, શેઠ પી. ટી.સુરત જનરલ હોસ્પિટલ, લોખાત હોસ્પિટલ, ગિરીશ ગૃપ હોસ્પિટલ, એપલ હોસ્પિટલ, અમીના સાર્વજનિક હોસ્પિટલ, બંસરી હોસ્પિટલ, યુનિટી હોસ્પિટલ, જી.બી.વાઘાણી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ, પરમ હોસ્પિટલને એમઓયુની નોટિસ પાઠવવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.