ETV Bharat / state

Surat Duplicate Currency : સાવધાન ! સુરતના બજારમાં ફરી આવી બનાવટી નોટ, પોલીસે આપી જાણકારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 8:49 AM IST

સુરતના માર્કેટમાં રુ. 500 ના ચલણની નોટ આવી ગઈ છે. પરંતુ સાવધાન આ નોટ બિલકુલ બનાવટી છે. સુરત પોલીસે ખટોદરાના હનુમાન મંદિર પાસેથી 500 ના ચલણની 7 બનાવટી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ વ્યક્તિના જણાવ્યા અનુસાર તેણે આ નોટ પંજાબના લુધિયાનાથી મેળવી હતી.

Surat Duplicate Currency
Surat Duplicate Currency

સાવધાન ! સુરતના બજારમાં ફરી આવી બનાવટી નોટ

સુરત : પંજાબના લુધિયાનાથી 500 ની સાત નોટ લાવીને સુરતના બજારમાં ચલાવવા જતાં એક આરોપીની સુરત પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. 21 વર્ષીય આરોપીની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ જણાવ્યું છે કે, તેના એક સંબધી દ્વારા આ નકલી નોટ બનાવવામાં આવ્યા હતા.

બનાવટી નોટ : બનાવની મળતી વિગત અનુસાર લુધિયાનાથી 500 ની ડુબલીકેટ નોટ લાવી સુરત શહેરમાં વટાવતા 21 વર્ષિય યુવાનની સુરત પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસ દ્વારા સાત જેટલી 500 રૂપિયાની નકલી નોટ જપ્ત કરવામાં આવી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારના જલારામ નગર ખાતે રહેતા 21 વર્ષીય સુરેન્દ્ર વિશ્વકર્મા પાસેથી નકલી નોટ મળી આવી હતી. તેની સામે ગુનો નોંધી પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

એક દૂધવાળાએ પોલીસને જાણકારી આપી હતી કે, એ વ્યક્તિએ મને રૂ.500 ની નકલી નોટ આપી છે. તપાસ બાદ આ સમગ્ર મામલે સુરેન્દ્ર વિશ્વકર્મા નામના ઈસમની ધરપકડ કરી છે. તેણે જણાવ્યું હતું કે, આ નકલી નોટ તે લુધિયાનાથી લાવ્યો છે. તેના એક સંબંધી દ્વારા આ નોટ બનાવવામાં આવે છે. -- વિજયસિંહ ગુર્જર (DCP, સુરત પોલીસ)

ક્યાંથી આવી 500 ની નોટ ? આરોપી સુરેન્દ્ર વિશ્વકર્મા પાસેથી પોલીસે 500 ની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે આ નોટ લીધી લુધિયાનાથી લઈને આવ્યો છે. આ ડુબલીકેટ નોટ તેનો સંબંધી બનાવતો હતો. પાંડેસરા પોલીસે આરોપી સુરેન્દ્રનગરની ધરપકડ ખટોદરાના હનુમાન મંદિરની સામેથી કરી છે. તેની પાસેથી સાત જેટલી 500 ની નકલી નોટ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં તેની પાસેથી પાંચ રેલવેની ટિકિટ પણ મળી આવી હતી. જે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ : આરોપી પાસેથી મળેલી ટિકિટમાં નિઝામુદ્દીનથી સુરત સ્ટેશન, લુધિયાના સ્ટેશનથી નવી દિલ્હી સ્ટેશન, નવી દિલ્હી સ્ટેશનથી લુધિયાના સ્ટેશન અને સુરત સ્ટેશનથી દિલ્હી સ્ટેશનની બે ટિકિટ મળી આવી હતી. આ સમગ્ર મામલે સુરતના DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, અમે આગળની તપાસ કરી રહ્યા છે અને તેના સંબંધિત અંગે પણ જાણકારી એકત્ર કરી રહ્યા છે.

  1. Fake Currency Notes : સુરતમાં નકલી નોટ છાપી બજારમાં ફરતી કરનાર શખ્સ ઝડપાયો
  2. પાદરામાં પોલીસે દારુડીયાઓને મજા ચખાડી, દારુ સાથે લાખો રૂપિયા જપ્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.