ETV Bharat / state

Electricity Bill: 2 લાખનું વીજબિલ જોઈ એજન્ટ પર વીજળી પડી, ઉછીના પૈસા લેવા પડ્યા

author img

By

Published : Apr 1, 2023, 9:51 AM IST

Updated : Apr 1, 2023, 1:49 PM IST

સુરતમાં વીજ કંપની બેદરકારી સામે આવી છે. સુરતમાં રહેતા હીરાની દલાલીનો ધંધો કરતા જીગ્નેશભાઈને રૂપિયા 2,79,648નું વીજળી બિલ આપવામાં આવ્યું હતું. જીગ્નેશભાઈને વીજ કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ બિલ ભરવું જ પડશે. જેના કારણે વીજળીના બિલના પૈસા ભરવા માટે મિત્ર પાસે પૈસા માંગવાનો વારો આવ્યો હતો.જોકે બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે. નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે.

વીજળી બિલ જોઈને લાગ્યો કરંટ, વીજ કંપનીએ 2 લાખથી વધુ વીજળી બિલ આપ્યું
વીજળી બિલ જોઈને લાગ્યો કરંટ, વીજ કંપનીએ 2 લાખથી વધુ વીજળી બિલ આપ્યું

હીરા દલાલને વીજ કંપનીએ 2,79,648 વીજળી બિલ આપ્યો

સુરત: લાઇટ બિલના દરમાં વધારો થાય એ માની શકાય પરંતુ લાઇટ બીલમાં જ લાખોમાં આવે એ કેવી રીતે માનવું. પરંતુ આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે. જેનાથી કદાચ તમે ચોંકી જશો. સુરતમાં વીજ કંપની ડીજીવીસીએલ ની એક ભૂલના કારણે હીરા દલાલ ને 440 વોલ્ટનો જાણે ઝટકો લાગ્યો છે. પ્રતિ માસ 15000 થી 20,000 કમાવીને પરિવારનો ગુજરાન ચલાવનાર હીરા દલાલ ને જ્યારે 2,79,648 વીજળી બિલ આવ્યો તો જાને હીરા દલાલ પર વીજળી પડી ગઈ. વીજળી બિલ ભરવા માટે તેને મિત્ર પાસે ઉછીના પૈસા પણ માંગ્યા હતા.

હીરાની દલાલી: સુરત શહેરના અડાજન પાટીયા ખાતે આવેલા દીપા કોમ્પ્લેક્સ માં રહેતા જીગ્નેશકુમાર કુફાણી હીરાની દલાલી કરે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તેમને જે વીજળી બિલ આપવામાં આવ્યું તેને જોઈ જાણે તેમને 440 વોલ્ટનો ઝટકો લાગી ગયો હતો. 256 યુનિટ વીજ વપરાશ સામે બિલમાં 30291 યુનિટની બિલ બનાવીને જીગ્નેશ ભાઈ ને સોંપી દેવામાં આવ્યું હતું. જીબી દ્વારા તેમને બે પોઇન્ટ 2.79 લાખ રૂપિયાનું લાઈટ બિલ આપી દેવાતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે બાદમાં વીજ કંપનીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે. નવું બિલ જનરેટ કરીને આપવાની વાત પણ કરી છે.

આ પણ વાંચો Surat News : કોંગ્રેસ નેતા કનૈયા કુમાર સુરતની મુલાકાતે, સીતા માતાને યાદ કરી પીએમ મોદી પર નિશાન તાક્યું

બિલ ભરવું જ પડશે: જીગ્નેશભાઈએ કહ્યું કે, હું ડિપ્રેશનમાં આવી ગયો હતો. આ અંગે મિત્રને પણ જાણ કરી હતી અને તેને જણાવ્યું હતું કે વીજળી બિલ ભરવા માટે તું મને બે લાખ રૂપિયા આપ. હું અને મારા પરિવારના લોકો ચિંતામાં આવી ગયા હતા કારણ કે વીજળી કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ બિલ ભરવું જ પડશે.

આ પણ વાંચો Surat News : લોકસભા ચૂંટણી 2024નું લક્ષ્ય નક્કી, સુરત ભાજપની કારોબારી બેઠકમાં ચર્ચા

બિલ જનરેટ: રીડિંગ વખતે ટાઈપિંગમાં કંઈક મિસ્ટેક થઈ છે. જેની અમે તપાસ કરી રહ્યા છે. કર્મચારીના ભૂલથી આંકડામાં ફેરબદલ થઈ જાય છે. અમે જીગ્નેશ ભાઈ ને નવું બિલ જનરેટ કરીને આપીશું જોકે વચ્ચે રજા આવવાના કારણે નવું બિલ જનરેટ થઈ શક્યું ન હતું--વીજ અધિકારી એ.એમ. ગામિતે

Last Updated : Apr 1, 2023, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.