ETV Bharat / state

Surat Crime News : સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ ગાંજા માફિયાની ઓડિશાથી ધરપકડ

author img

By

Published : Feb 3, 2023, 3:46 AM IST

Surat Crime : સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ ગાંજા માફિયાની ઓડિશાથી ધરપકડ
Surat Crime : સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ ગાંજા માફિયાની ઓડિશાથી ધરપકડ

સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસ(2017 train derailment attempt in Surat )ના ગુનામાં વોન્ટેડ ગાંજા માફિયાની ઓડિશાથી ધરપકડ (Wanted Ganja Mafia Arrested From Odisha )કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનરે આ અંગે (Surat Crime )કેસની મહત્ત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી સુરત પોલીસને આ ગાંજા માફિયાની તલાશ હતી

સુરત : સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ ગાંજા માફિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના બે ગુનામાં નાસ્તા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી હતો. છેલ્લા ઘણા વર્ષોથી સુરત પોલીસને આ ગાંજા માફિયાની તલાશ હતી.

ટ્રેન ઉથલાવી પાડવાના ઇરાદાનો આરોપ : વર્ષ 2017માં સુરતથી ઉતરાણ વચ્ચે રેલવે પાટા ઉપર લોખંડના-લાકડાના બાકડા મૂકી ટ્રેન ઉથલાવી પાડવાના ઈરાદે મૂકી રાખતા અહિંસા એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના આગળના ભાગે ટકરાતા ટ્રેન અવરોધવાનો ચકચારી બનાવ બન્યો હતો. આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ સમગ્ર ગુનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી.

9 આરોપીઓ નાસ્તા ફરતા જાહેર : આ કેસમાં વર્ષ 2017માં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 9 આરોપીઓ નાસ્તા ફરતા જાહેર કરવામાં આવ્યા હતાં. આ કેસમાં માસ્ટરમાઈન્ડની શોધ છેલ્લા પાંચ વર્ષથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ કરી રહી હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં રહે છે.

આ પણ વાંચો Surat News :રેતી માફિયાઓ સામે ભુસ્તર વિભાગની કડક કાર્યવાહી, 7 બોટ તોડી નાખી

વોન્ટેડ ગાંજા માફિયાની ઓડિશાથી ધરપકડ : ગંજામ પોલીસની મદદથી માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં જઈને આરોપી 28 વર્ષીય સચિન ઉર્ફે દિલીપ અરકિત પાંડીને ઝડપી પાડ્યો હતો . આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું. તેમજ સુરત પોલીસ કમિશનર દ્વારા પકડાયેલા આરોપી ઉપર 20 હજાર રૂપિયાનું ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં ગાંજા સપ્લાય કરવા માટે તેનું નામ જાણીતું હતું. ગાંજા માફિયા તરીકે પોતાની ઓળખ બનાવી લેનાર આરોપીની ધરપકડ કરવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

સફળતાપૂર્વક આ ઓપરેશનને પાર પાડ્યું : સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, આરોપીની તેના ગામથી ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા માટે ગઈ હતી. ત્યારે પોલીસની જાણકારી પણ તેને મળી ગઈ હતી. જો કે પોલીસે સફળતાપૂર્વક આ ઓપરેશનને પૂરું પાડ્યું છે અગાઉ પણ જ્યારે તેની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ જતી હતી. ત્યારે સ્થાનિકો તેને પોલીસ આવવાની જાણકારી આપી દેતા હતાં અને પોલીસ તેની ધરપકડ કરવામાં નિષ્ફળ જતી હતી. પરંતુ આ વખતે ખુબ જ મહેનત કરીને આરોપીને પકડવામાં સફળતા મેળવી છે. દક્ષિણ ગુજરાતમાં ગાંજા સપ્લાય કરવામાં તેની મુખ્ય ભૂમિકા છે.

આ પણ વાંચો Ahmedabad Crime : જૌનપુરથી હથિયારો લાવી અમદાવાદમાં વેચવાનો મનસૂબો ધરાવતાં મિકેનિક યુવકની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો

સુરતમાં વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસ : સાથે તેઓએ જણાવ્યું હતું કે આરોપી એ.કે.રોડ રેલ્વે પટરી પાસે આવેલી ઝૂપડપટ્ટીમાં પોતાના સંબંધીઓ સાથે રહેતો હતો. છૂટકમાં દારૂ તથા ગાંજાનો વેચાણ કરતા હોય ત્યાં પોલીસ દ્વારા અવારનવાર રેઇડ કરતા પોતાની ધાક બેસાડવા માટે વર્ષ 2017ના નવેમ્બર મહીનામાં રાત્રીના સમયે પોતે તેના મિત્રો તથા વતનના રહીશો સાથે મળી ગુનાહિત કાવતરું રચી રેલ્વે પટરી પાસે લોખંડનો બાંકડો તથા લાકડાનો બાંકડો ઉચકી સુરતથી ઉત્રાણ તરફ જતી રેલ્વે લાઈનના પાટા ઉપર મૂકી ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી જોકે માસ્ટર માઈન્ડની શોધખોળ વર્ષોથી પોલીસ કરી રહી હતી.

ઝૂંપડપટ્ટીના રૂમ નબર 111 માં ગાંજાનું વેચાણ : આરોપી તેના સાથી મિત્રો સાથે મળી ઓક્ટોબર-2016માં આશરે 100 કિલોગ્રામ જેટલો ગાંજાનો જત્થો મંગાવી વરાછા અશ્વિની કુમાર રોડ અશોક નગર ઝૂપડપટ્ટીના રૂમ નબર 111 માં વેચાણ કરવા માટે સંતાડી રાખ્યો હતો ત્યારે પોલીસે રેઇડ કરી હતી અને ગાંજાનો જત્થો ઝડપી પાડી વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.

ગાંજાનો જત્થો ઝડપી પાડ્યો હતો : નવેમ્બર 2016માં આશરે 150 કિલો ગ્રામ જેટલો ગાંજાનો જત્થો મંગાવી અશ્વિની કુમાર રોડ અશોકનગર ઝૂપડપટ્ટી ન્યુ રબી ટેલર્સની બાજુમાં આવેલી રૂમમાં વેચાણ કરવા માટે સંતાડી રાખ્યો હતો. ત્યાં પણ પોલીસે રેડ કરી ગાંજાનો જત્થો ઝડપી પાડ્યો હતો અને વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.