ETV Bharat / state

Ahmedabad Crime : જૌનપુરથી હથિયારો લાવી અમદાવાદમાં વેચવાનો મનસૂબો ધરાવતાં મિકેનિક યુવકની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો

author img

By

Published : Feb 2, 2023, 2:20 PM IST

જૌનપુરથી હથિયારો લાવી અમદાવાદમાં વેચવાનો મનસૂબો (Jaunpur youth intending to sell arms in Ahmedabad )ધરાવતાં મિકેનિક યુવકની ધરપકડ (Mechanic Arrested with Arms )કરવામાં આવી છે. તેની પાસે એક પીસ્ટલ અને 6 કારટીઝ જપ્ત કરી (Ahmedabad Crime )અમદાવાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad Crime : જૌનપુરથી હથિયારો લાવી અમદાવાદમાં વેચવાનો મનસૂબો ધરાવતાં મિકેનિક યુવકની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો
Ahmedabad Crime : જૌનપુરથી હથિયારો લાવી અમદાવાદમાં વેચવાનો મનસૂબો ધરાવતાં મિકેનિક યુવકની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો

અમદાવાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદ: અમેરિકા જેવા દેશમાં લોકોના ઘરમાં હથિયાર હોય તે ખૂબ સામાન્ય બાબત છે, પરંતુ ભારતમાં પરવાનગી વિના હથિયારો લઈને ફરવું જે હથિયાર રાખવું તે ગુનાહિત કૃત્ય છે અને જેના માટે કાર્યવાહી પણ સતત કરવામાં આવતી હોય છે. તેવામાં અમદાવાદ શહેરમાંથી હથિયાર મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છ, પરંતુ આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક જ વ્યક્તિ પાસેથી ત્રણ ઘાતક હથિયારો ઝડપી લેતા કોઈ મોટા ગુનાનો અંજામ અપાયા પહેલા અટકાવી દેવાયો છે તેવું ચોક્કસથી કહી શકાય.

1
1

એક બે નહીં ત્રણ હથિયાર મળી આવ્યાં : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અવારનવાર અલગ અલગ વિસ્તારોમાંથી દેશી બનાવટના તમંચા, પિસ્ટલ તેમજ રિવોલ્વર સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હોય છે. તેવામાં ફરી એકવાર હથિયાર સાથે એક ગેરેજ ચલાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આરોપી મિકેનિક પાસે એક બે નહીં ત્રણ હથિયાર મળી આવતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો બે ઓટો મિકેનિક કાર રીપેર કરવાના બહાને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કરતા હતા કારની ચોરી, ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

આરોપી શાહનવાઝ આલમ ઉર્ફે નિપીન પઠાણ : ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રખિયાલ નાગરવેલ હનુમાન મંદિર પાસે આંબાવાડીના છાપરા વિસ્તારમાં આવેલા એક ગેરેજ ચલાવતા શાહનવાઝ આલમ ઉર્ફે નિપીન પઠાણ નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી પાસેથી તપાસ કરતા તેના ખિસ્સામાંથી એક પીસ્ટલ અને 6 કારટીઝ મળી આવ્યા હતા, જેથી આરોપીના ગેરેજમાં વધુ તપાસ કરતા એક અન્ય પીસ્ટલ અને તેમજ એક દેશી બનાવટનો તમંચો અને મેગેઝીન મળી આવ્યું હતું.

આ પણ વાંચો Amreli Crime News : ઉંચેયા ગામે હિસ્ટ્રીશીટરને ત્યાં પોલીસના દરોડા, હથિયાર સાથે એકની ધરપકડ

જૌનપુરથી હથિયારો લાવી અમદાવાદમાં વેચવાનો મનસૂબો : પકડાયેલા આરોપીની તપાસ કરતા તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોય અને ઉત્તરપ્રદેશના જૌનપુરનો હોવાથી પોતાના વતન જૌનપુર જિલ્લામાંથી આ હથિયારો લાવ્યો હોવાની હકીકત જણાવી હતી. તેમજ અમદાવાદ શહેરમાં ગ્રાહક શોધીને તેને આ હથિયારો વેચવાનું નક્કી કર્યું હતું જો કે તે પહેલા જ તેને ઝડપી હથિયારો જપ્ત કરાયા છે.

આરોપીની ધરપકડ : આ મામલે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે તે વર્ષ 2005 માં રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે લૂંટના ગુનામાં ઝડપાયો હતો અને વર્ષ 2015માં 10 કિલો ગાંજાના NDPS કેસમાં એસઓજી દ્વારા પકડવામાં આવ્યો હતો અને રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે મારામારીના બે ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

ત્રણ હથિયાર કબજે : આ અંગે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ પી.કે ગોહિલે જણાવ્યું હતું કે અમારી ટીમના પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે આરોપીને ઝડપીને તેની પાસેથી ત્રણ હથિયાર કબજે કરવામાં આવ્યા છે. આરોપીને વધુ તપાસ અને પુછપરછ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.