ETV Bharat / state

Surat News : સુરતમાં રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો સામે આવ્યો, સોશિયલ મીડિયાથી પોલીસ સુધી પહોંચ્યો

author img

By

Published : Aug 7, 2023, 2:48 PM IST

સુરતમાં રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો વધુ એકવાર સામે આવ્યો છે. જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસના કંટ્રોલ રુમ વોટ્સએપ નંબર પર વિડીયો મોકલતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો સામે આવ્યો, સોશિયલ મીડિયાથી પોલીસ સુધી પહોંચ્યો
સુરતમાં રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરતા યુવકોનો વિડીયો સામે આવ્યો, સોશિયલ મીડિયાથી પોલીસ સુધી પહોંચ્યો

કંટ્રોલ રુમ વોટ્સએપ નંબર પર વિડીયો મળ્યો

સુરત : રિલ્સ બનાવી પોતાનો અને બીજા લોકોનો જીવ જોખમે મૂકનાર લોકો હજુ પણ સુધરી રહ્યા નથી. ત્યારે હવે લોકો પણ આવા સ્ટંટબાજો સામે લાલ આંખ કરી છે. સુરતના એક જાગૃત નાગરિક દ્વારા ટ્રાફિક પોલીસના કંટ્રોલ વોટ્સએપ નંબર ઉપર એક મોપેડ પર ચાર સવારી કરી રહેલા યુવકોનો સ્ટંટ કરતો વિડિયો મોકલવામાં આવતા પોલીસ દ્વારા આ સ્ટંટબાજ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાગૃત નાગરિક દ્વારા વિડીયો મોકલવામાં આવ્યો : સુરત ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન વ્હોટ્સએપ નંબર ઉપર સુરતના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કઈ રીતે એક મોપેડ પર ચાર જેટલા યુવકો બેસીને છૂટા હાથે મોપેડ ચલાવી રહ્યા છે. એટલું જ નહીં જ્યાં આ લોકો સ્ટંટ કરી રહ્યા છે ત્યાં ભરચક ટ્રાફિક પણ જોવા મળે છે. જાગૃત નાગરિક દ્વારા જ્યારે આ વિડીયો મોકલવામાં આવ્યો ત્યારે પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે GJ 05LX 1917 નંબરની આ મોપેડ પર ચાર યુવકો ગફલત રીતે વાહન હાંકી રહ્યા છે.

7984530537 વોટ્સ એપ નંબર છે : અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયે પહેલા સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક ટ્રાફિક હેલ્પલાઇન કંટ્રોલરૂમનો નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 7984530537 વોટ્સ એપ નંબર છે. લોકો આ નંબર ઉપર શહેરમાં ટ્રાફિક સમસ્યા સંબંધી વિડીયો મોકલતા હોય છે. આ જ નંબર પર એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો મોકલવામાં આવ્યો હતો. આ વીડિયોના આધારે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે આ વિડીયો અઠવાલાઇન્સ વિસ્તારના ટ્રાફિક રીજીયન ત્રણનો હોવાનો સામે આવતા કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.

સ્ટંટ કરનારા યુવાનો સામે મોટર વેહીકલ એક્ટ 177, 184 આઇપીસીની કલમ 279, 336 કાર્યવાહી કરવામાં આવી છે. વિડીયોમાં જોવા મળે છે કે આ લોકો સ્ટંટ કરી રહ્યા છે અને આ વીડિયોના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. મોપેડના નંબરના આધારે સરનામું મેળવી તમામ યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. વીડિયોમાં આ નાનપુરા ખાતે આવેલા ખ્વાજાદાના રોડ પરથી મચ્છી માર્કેટ તરફના રોડ પર આ લોકો સ્ટંટ કરી રહ્યા હતા. વીડિયોમાં મોપેડ પર ચાર યુવકો બેસી છુટા હાથે સ્ટંટ કરતા હતા...ડી. જી. રબારી(અઠવા પોલીસ મથક)

ચાલુ જીપમાં આગળ બોનેટ પર ડાન્સ : બીજી બાજુ સુરત શહેરમાં એક બાદ એક બનાવવા માટે અથવા તો સ્ટંટ કરતા વિડીયો વાયરલ થયા છે. સુરત પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે, પરંતુ રિલ્સબાજ માનવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે. એક ખુલ્લી જીપમાં બે યુવકો સ્ટંટ કરતા નજરે આવે છે. આ અંગે સુરત શહેરના સરથાના પોલીસે વિડીયો બાબતે ગુનો નોંધી તપાસ પણ શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણ મહિના પહેલા વિડીયો બનાવવામાં આવ્યો હતો ચાલુ જીપમાં આગળ બોનેટ પર ડાન્સ કરતા યુવાન નજરે પડે છે.

  1. Valsad News: ધરમપુરના વિલ્સન હિલ પર બાઈક ઉપર જોખમી સ્ટંટબાજી કરનારને પોલીસે પાઠ ભણાવ્યો
  2. Surat Crime : બ્રિજ ઉપર સર્પાકાર મોપેડ ચલાવનાર કિશોરના પિતા સામે કાર્યવાહી, હાથ જોડી માફી માગી
  3. Surat Crime : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બાઈક પર સ્ટંટ કરનાર બે લોકોની ઉમરા પોલીસે ધરપકડ કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.