ETV Bharat / state

Surat Crime : વેલુક ગામે ઝાડીઝાંખરામાં બેસી જુગાર રમતા શખ્સોને ઓલપાડ પોલીસે ઝડપી લીધા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 6:28 PM IST

Surat Crime : વેલુક ગામે ઝાડીઝાંખરામાં બેસી જુગાર રમતા ઇસમોને ઓલપાડ પોલીસે ઝડપી લીધા
Surat Crime : વેલુક ગામે ઝાડીઝાંખરામાં બેસી જુગાર રમતા ઇસમોને ઓલપાડ પોલીસે ઝડપી લીધા

ઓલપાડ તાલુકાના વેલુક ગામની સીમમાં આવેલ રામેશ્વર મહાદેવની મંદિરની પાછળ ઝાડીઝાંખરામાં બેસી જુગાર રમતાં સાત જુગારીઓને પોલીસે દબોચી લીધા હતાં. ઓલપાડ પોલીસે રોકડ, મોબાઈલ, જુગાર રમવાના સાધનો મળી કુલ 28,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

28,050નો મુદ્દામાલ જપ્ત

સુરત : ઓલપાડ તાલુકામાં કોઈપણ જગ્યાએ જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે ઓલપાડ પોલીસ મથકના પીઆઇ વી. કે. પટેલે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ સઘન કરી બાતમીદારોને કામે લગાડી દીધા હતાં. ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના વેલૂક ગામની સીમમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરની પાછળ ઝાડી ઝાંખરામાં કેટલાક ઈસમો પૈસાથી હાર જીતનો જુગાર રમે છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી.

7 જુગારી ઝડપાયાં 3 નાસી ગયાં : પોલીસના દરોડાના પગલે ઝાડીઝાંખરામાં સંતાવા માટે જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે ઓલપાડ પોલીસ 7 જુગારીઓને ઝડપી લેવામાં સફળ રહી હતી જ્યારે 3 જુગારીઓ ભાગી ગયા હતાં. ઝડપાયેલ જુગારીઓ પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ, જુગાર રમવાના સાધનો મળી કુલ 28050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલ જુગારીઓના નામ : ઓલપાડ પોલીસે દરોડા દરમિયાન ઝડપી લીધેલાં જુગારીઓમાં સતીષ પટેલ, મનસુખ પટેલ, યોગેશ પટેલ, હીરેન કંથારિયા, પ્રીતેશ સુરતી, દિનેશ રાઠોડ, સુરેશ રાઠોડ છે. જ્યારે વોન્ટેડ આરોપીઓના નામ ભાવેશ પટેલ સતીષ ભાસ્કરભાઈ પટેલ અને મહાદેવ રાઠોડ છે.

જુગારીઓ ઝડપી લેવા માટે અમારી ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વેલુક ગામે કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા જ અમારી ટીમે રેડ કરી હતી અને જુગારીઓને ઝડપી લીધાં હતાં...વી. કે. પટેલ (પીઆઈ, ઓલપાડ પોલીસ મથક)

ગતરોજ પણ જુગારીઓ ઝડપાયા હતાં : ગતરોજ ઓલપાડ તાલુકામાં ઘર ભાડે રાખી જુગાર રમી રહેલા જુગારીઓને સુરત એલસીબીએ દબોચી લીધા હતાં. ઉલ્લેખનીય છે કે શહેરમાં જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે એલસીબી પીઆઇ આર.બી. ભટોળે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ સઘન કરાવ્યું હતું અને બાતમીદારોને કામે લગાડ્યા હતાં. માહિતી મળતા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. ગતરોજ એલસીબી ટીમને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના એરથાણ ગામે આવેલ એલીફન્ટ વિલેજ સોસાયટીમાં મકાન નબર A/51માં સાયણ ગામનો મહેશ તોમર બહારથી માણસોને બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા 12 જુગારીઓ ઝડપાયા હતાં. દેખરેખ રાખી રહેલા એક ઇસમ સહિત 13 ઇસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી ટીમે આ જુગારીઓ પાસેથી રોકડ, મોબાઈલ, જુગાર રમવાના સાધનો મળી કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  1. Ahmedabad Crime: નરોડામાં જુગારી પતિએ પૈસા માટે પત્નીને દેહ વેપારમાં ધકેલી, પરણિત હોવા છતાં પ્રેમજાળમાં ફસાવી કર્યા લગ્ન
  2. Ahmedabad High profile Gambling : સેટેલાઈટમાં હાઈપ્રોફાઈલ જુગારધામ, રિટાયર્ડ ઉચ્ચ પોલીસ અધિકારીનો દીકરો પણ રંગેહાથ ઝડપાયો
  3. Gandhinagar crime : શ્રાવણિયો જુગાર ઝડપાયો, સેકટર 7 પોલીસે 6 આરોપીને 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.