ETV Bharat / state

Gandhinagar crime : શ્રાવણિયો જુગાર ઝડપાયો, સેકટર 7 પોલીસે 6 આરોપીને 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 2:31 PM IST

શ્રાવણ માસમાં જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ ખૂબ ફૂલેફાલે છે. જેમાં પાટનગર ગાંધીનગર પણ બાકાત નથી. મામા શકુનિના પાસાંનો મોહ રાખતાં 6 શખ્સોને ગાંધીનગર સેક્ટર સાત પોલીસે એક દરોડામાં ઝડપી લીધાં છે. સાથે 27 લાખના મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

Gandhinagar crime : શ્રાવણિયો જુગાર ઝડપાયો, સેકટર 7 પોલીસે 6 આરોપીને 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
Gandhinagar crime : શ્રાવણિયો જુગાર ઝડપાયો, સેકટર 7 પોલીસે 6 આરોપીને 27 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

ગાંધીનગર : ગુજરાતમાં શ્રાવણ ચાલી રહ્યો છે અનેક લોકો શ્રાવણ માસમાં જુગાર રમતા હોય છે. ત્યારે વધુ પડતો જુગાર પણ કોઈ ઘટનાનું કારણ બની શકે છે. ગુજરાતમાં જુગાર રમો તે પણ પ્રતિબંધિત છે. ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા શ્રાવણ માસને ધ્યાનમાં લઈને જુગારીઓ પર ખાસ નજર રાખવાની સૂચના તમામ પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે.ગાંધીનગર સેક્ટર સાત પોલીસે દ્વારા ઘરમાં આર્થિક ફાયદો મેળવવા માટે પત્તાના જુગાર રમતા છ લોકોની ધરપકડ કરી છે.

6 જુગારીઓ, 27 લાખનો મુદ્દામાલ : પત્તાથી જુગાર રમવા બાબતની માહિતી સેક્ટર સાત પોલીસ સ્ટેશનને પ્રાપ્ત થઈ હતી. આ દરમિયાન બાતમીના આધારે રાકેશભાઈ શંકરભાઈ પટેલ નામના વ્યક્તિનું સરગાસણ વિસ્તારમાં આવેલ મારુતિ આમ્રકુંજ ફ્લેટ નંબર 304 માં પોતાના આર્થિક ફાયદા રૂપે તેઓ જુગાર રમાડતા હતા.

ફ્લેટમાં રેડ પાડતા છ જુગારીઓ સાથે કુલ 86 હજાર રૂપિયા રોકડા, 6 મોબાઈલ, 3 ગાડી સહિત કુલ 27 લાખ 21 હજાર રૂપિયાના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ચાર અને પાંચ મુજબ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ તમામ જુગારીઓ ગાંધીનગરના રહેવાસી છે... પી. બી. ચૌહાણ(પીઆઈ, સેક્ટર સાત પોલીસ સ્ટેશન )

સાતમ આઠમમાં અનેક જુગારીઓ ઝડપાય છે : સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે સાતમ આઠમના તહેવાર નિમિત્તે જુગાર રમવાનો ક્રેઝ છે. ત્યારે સાતમ આઠમના તહેવાર નિમિત્તે પણ ભૂતકાળમાં અને એક જુગારીઓ પકડાયા છે. ત્યારે આ વર્ષે પણ સાતમ આઠમ અને શ્રાવણના તહેવારોને ધ્યાનમાં લઈને અનેક જિલ્લાઓ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાતમ આઠમના તહેવારના ગાંધીનગર અને ગાંધીનગર પોલીસ અધિક્ષક દ્વારા જુગારીઓ પર નજર રાખવાની અને જુગારીઓને પકડવાનું ખાસ સુચના તમામને આપવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પણ જુગારીઓને પકડવા માટે સઘન અભિયાન શરૂ કરાયું છે.

  1. Rajkot Crime: જુગાર રમતી વખતે વૃદ્ધને માર માર્યા બાદ મોત, કારણ જાણીને ચોંકી જશો
  2. Ahmedabad Crime : જુગાર સહિતના અનેક કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ, સાયબર ક્રાઈમે એલિસબ્રિજ પોલીસને હવાલે કર્યો
  3. Caught gambling in Rajkot : રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાના પુત્ર સહિત 6 લોકો જુગાર રમતા ઝડપાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.