ETV Bharat / state

Surat Crime: ઓનર કિલિંગના આક્ષેપ વચ્ચે કબરમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો, પોસ્ટમોર્ટમ બાદ સત્ય આવશે બહાર

author img

By

Published : Apr 26, 2023, 3:21 PM IST

દક્ષિણ ગુજરાત પંથકમાંથી હૈયું હચમચી જાય એવી ઓનર કિલિંગના આક્ષેપ કરતી ઘટના સામે આવી છે. જેના કારણે મૃતક યુવતીનો પરિવાર આશંકાના દાયરામાં અટવાયો છે. આ કેસમાં યુવતીનો મૃતદેહ કબરમાંથી કાઢીને સુરત ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. યુવતીના પ્રેમીએ સુરત રેન્જ આઈજી ને લેખિત અરજી કરી છે કે, આ કેસમાં તટસ્થ તપાસ કુટુંબની કરવામાં આવે. દીકરીના પરિવારે પુત્રીનું મૃત્યુ થયાનું ઇરાદાપૂર્વક છુપાવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. કારણ કે જે કબ્રસ્તાનમાં યુવતીને દફનાવાઈ, એનું સંચાલન યુવતીના મામા કરતા હતા.

ઓનર કિલિંગના આક્ષેપ વચ્ચે કબરમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો
ઓનર કિલિંગના આક્ષેપ વચ્ચે કબરમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો

ઓનર કિલિંગના આક્ષેપ વચ્ચે કબરમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો

સુરત: લાગણીનો સંબંધ ધરાવતા વ્યક્તિઓમાં જ્યારે શેતાન પેસી જાય ત્યારે ન કરવાનું કરાવી બેસે છે. મૂળ નવસારીની યુવતીનું મૃત્યુ થતાં તેને દફનાવી દેવામાં આવી હતી. પરંતુ આ કુદરતી મૃત્યુ છે કે મર્ડર? એ પ્રશ્ન એ પરિવારને શંકાના સર્કલમાં મૂકી દીધો છે. પ્રેમી તરફથી એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, આ કેસ ઓનર કિલિંગનો છે. જેને લઈને પરિવાર સામે શંકાની સોય ખૂંચી રહી છે. જોકે, યુવતી સાથે આખરે શું થયું અને કોને શું કર્યું એ તો રિપોર્ટ આવ્યા બાદ ઉઘાડું પડશે. આ કેસમાં પ્રેમીએ જ પોલીસ સુધી પહોંચીને યુવતીને જ્યાં દફનાવાઈ હોય તે કબ્રસ્તાન બતાવ્યું હતું. એ પછી આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એવી પ્રેમીએ માંગ કરતી અરજી સુરતના રેન્જ આઈ.જી.ને લખી હતી. જેના પગલે પોલીસ એક્શનમાં આવી યુવતીના મૃતદેહને કબરમાંથી કાઢી ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ હેતુ ખસેડાયો હતો.

સાચી હકીકત: આ બાબતે નવસારીના જલાલપુરના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ.આહીરે જણાવ્યું કે, યુવતીના પ્રેમીએ પરિવાર ઉપર આક્ષેપો કર્યા હતા. જેને લઈને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ફોરેન્સિક માટે લાવવામાં આવ્યો છે. પીએમ ફોરેન્સિક રિપોર્ટ આપ્યા બાદ જ સાચી હકીકત બહાર આવી શકશે.

ઓનર કિલિંગ શું છે: ઓનર કિલિંગને અપરાધ તરીકે ગણવામાં આવે છે. આ એક્ટ હેઠળ કોઈ પરિવારના સભ્યની તેના પરિવાર અથવા સમાજની કોઈપણ વ્યક્તિ દ્વારા સન્માનને નષ્ટ કરવામાં આવે ત્યારે ઓનર કિલિંગને અપરાધ લાગે છે. પરંપરા તોડવાના ગુનામાં હત્યા કરવામાં આવે છે તો એને ઓનર કિલિંગ કહેવામાં આવે છે.ત્યારે આ કેસમાં મીએ પ્રેમિકાનાં પરિવારજનો પર ઓનર કિલિંગનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો Surat News : બિલ્ડીંગની મીટર પેટીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ

સુસાઈડ નોટ: વધુમાં જણાવ્યું કે, સુસાઈડ નોટ પણ મળી આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે, હું મારા મરજીથી આપઘાત કરી રહી છુ. એમાં મારા મમ્મી પપ્પા કોઈનો દોષ નથી. તેમ છતાં પ્રેમી દ્વારા જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા છે. તે અનુસંધાને અમારા દ્વારા એક્સિટીવ મેજિસ્ટ્રેટ અને એસડીએમ હાજરીમાં મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો. યુવતીનો મૃતદેહ 21 થી 25 તારીખ સુધી કબરમાં હતો. જેથી ચામડી બગડી ગઈ હતી.યુવતીના મામાના ગામમાં આવેલ કબ્રસ્તાન તેને દફનાવવામાં આવી હતી. તે કબ્રસ્તાનના માલિક પણ યુવતીના મામા જ હતા.આ પહેલા યુવતી ને અબ્રામામાં દફનાવા માટે ગયા હતા. પરંતુ ત્યાં ના પાડી દેવામાં આવી હતી.

શું હતી ઘટના: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે રહેતા હિન્દુ યુવક અને જલાલપોરની યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ પ્રેમ યુવતીના પરિવારને મંજૂર ના હતો. જેથી તેને મારી નાખી ને દફનાવી દીધી આશંકા થઇ હતી. યુવતી જલાલપોર તાલુકાના અબ્રામા ગામે રહીને અભ્યાસ કરતી હતી.નવસારી જિલ્લાના ખેરગામ નો બ્રિજેશ બચુ પટેલ જેઓ આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતો હતો. તે સમય દરમિયાન યુવતી અને બ્રિજેશ બંનેની મિત્રતા થઈ હતી.

આ પણ વાંચો Surat News : સુરતની પાલ આરટીઓ ઓફિસે ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું સરપ્રાઇઝ ચેકિંગ, શું જોયું જાણો

કિશોરીનો પરિવાર: આ મિત્રતા દિવસો જતા પ્રેમમાં પરિણમી હતી. સમાજ અને ધર્મ અલગ હોવાના કારણે કિશોરીના પરિવારને પ્રેમી પસંદ ન હતો. ગત તારીખ 20 એપ્રિલના રોજ બ્રિજેશનો બર્થ ડે હોવાથી તેને સરપ્રાઈઝ આપવા સાહિસ્તા તેને મળવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ તે બ્રિજેશ ને મળે તે પહેલાં જ યુવતીના પરિવાર સાહિસ્તા ને શોધવા માટે યુવકના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સાહિસ્તા અંગે પૂછપરછ આદરીને હાજર કરવા માટે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.