ETV Bharat / state

Surat Crime News : દમણમાં થયેલ ઝગડાના સમાધાન માટે ઘરે બોલાવી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી

author img

By

Published : Mar 14, 2023, 9:34 PM IST

સુરતમાં મિત્રો વચ્ચેની બોલાચાલી હત્યા જેવા ગંભીર ગુનામાં ફેરવાઇ ગઇ હતી. આરોપી યુવક અને મૃતક યુવકો તાજેતરમાં દમણ ફરવા ગયાં હતાં જ્યાં બોલાચાલી થઇ હતી. તે બાદ આ ઝઘડાનું સમાધાન કરવા બોલાવી મિત્રોએ મિત્રની હત્યા કરી હતી. મૃતક અને આરોપી બંને રીઢા ગુનેગાર તરીકે પોલીસ ચોપડે ચડેલા હતાં.

Surat Crime News : દમણમાં થયેલ ઝગડાના સમાધાન માટે ઘરે બોલાવી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી
Surat Crime News : દમણમાં થયેલ ઝગડાના સમાધાન માટે ઘરે બોલાવી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી

મૃતક અને આરોપી બંને રીઢા ગુનેગાર તરીકે પોલીસ ચોપડે ચડેલા હતાં

સુરત: એક અઠવાડિયા પહેલા જે મિત્રો સાથે દમણ ગયો હતો તે જ મિત્રોએ સુરતમાં યુવકની કરપીણ હત્યા કરી નાખી છે. મરનાર વ્યક્તિ રાહુલ રીઢો ગુનેગાર છે અને તેની હત્યા તેના અન્ય રીઢા ગુનેગાર મિત્ર કલ્પેશ અને તેના સાગરીતોએ કરી છે. મૃતક રાહુલને આરોપી કલ્પેશે પોતાના ઘરે સમાધાન માટે બોલાવ્યા હતાં પરંતુ ત્યાં પણ વિવાદ વધતા છરીના ઘા મારી રાહુલની હત્યા કરી દેવામાં આવી હતી.

જૂની અદાવતના સમાધાનનું કહી બોલાવાયો : સુરત શહેરના વરાછા ખાતે આવેલા કમલ પાર્ક સોસાયટીમાં આરોપી કલ્પેશ રહે છે અને તેણે પોતાના ઘરે પોતાના મિત્ર રાહુલને જૂની અદાવતમાં થયેલા ઝઘડાના સમાધાન માટે બોલાવ્યા હતા. પરંતુ સમાધાનની જગ્યાએ બંને વચ્ચે ફરી વિવાદ સર્જાયો હતો અને ઝઘડો વધતા કલ્પેશે છરીના ઘા ઝીંકી રાહુલની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો Ahmedabad crime news: સાબરમતીમાં જુગાર રમવા બાબતનો વિરોધ કરનારને પથ્થરમારો કરી હત્યા કરનારા શખ્સો સામે ફરિયાદ

કલ્પેશની પત્ની વિશે અપશબ્દ બોલ્યાં મિત્રો : આરોપી અને મૃતક છેલ્લા ઘણા વર્ષોથી બંને મિત્ર હતા. પરંતુ એક અઠવાડિયા પહેલા તેઓ દમન ફરવા માટે ગયા હતા એટલું જ નહીં બંને instagram પર લાઈવ પણ કર્યા હતા. જેમાં ઓનલાઇન કલ્પેશની પત્ની પણ જોડાઈ હતી. કલ્પેશના મિત્ર રાહુલ સહિત અન્ય લોકોએ કલ્પેશની પત્ની માટે અપશબ્દો પણ બોલ્યા હતા. જેથી કલ્પેશેે પોતાના મિત્રો સાથે ઝઘડો કર્યો હતો. આ ઝગડા બાદ તેને સમાધાન માટે રાહુલને પોતાના ઘરે પણ બોલાવ્યો હતો પરંતુ સમાધાનની જગ્યાએ વિવાદ વધતા ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.

આરોપીએ છરીના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી : એસીપી ટી.કે.પટેલે જણાવ્યું હતું કે, કમલ પાર્ક સોસાયટીમાં એક ઈસમનું જૂની અદાવતના કારણે સમાધાન માટે એકત્ર થયા બાદ છરીના ઘા મારી હત્યાનો બનેલ છે. આ બનાવ બનવા પાછળનું કારણ જૂની અદાવત છે. આ લોકો અગાઉ મિત્ર હતા. એક અઠવાડિયા અગાઉ દમણ સાથે ફરવા પણ ગયા હતા. તે દરમિયાન બોલાચાલી પણ થઈ હતી. જેના સમાધાન માટે આ લોકો કમલ પાર્ક સોસાયટીમાં આરોપીના ઘરે મૃત્યુ પામનાર અને તેના અન્ય મિત્રો એકત્ર થયા હતા અને એ દરમિયાન ફરી બોલાચાલી થતા આરોપીએ છરીના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો Patan Crime: નશામુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા કરનારા 2 ફરાર આરોપી ઝડપાયા

મૃતક અને આરોપી બંને રીઢા ગુનેગાર : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મૃતકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વરાછા પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. મૃતકના વિરુદ્ધમાં તેના વતન સુરતના વરાછા સહિત અન્ય પોલીસ મથકમાં મારામારી, રાયોટિંગ, હથિયાર બંદી, પ્રોહિબિશન સહિત તડીપાર હેઠળના જુદા જુદા ગુના નોંધાયેલ છે. જ્યારે આરોપીઓ વિરુદ્ધ પણ મર્ડરના અગાઉ બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ હથિયાર બંદી, પ્રોહિબિશન સહિત ધમકીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.