ETV Bharat / state

Surat Crime News : હત્યારો બન્યો સાધુ, 23 વર્ષે આશ્રમમાંથી પોલીસે એક જ આઈડિયામાં પકડી પાડ્યો

author img

By

Published : Jun 30, 2023, 11:01 AM IST

Updated : Jun 30, 2023, 11:12 AM IST

ક્રાઈમ ફિલ્મની વાર્તા જેવો એક કિસ્સો સામે આવ્યો છે. સુરત PCBએ 23 વર્ષ જુનો હત્યાનો ભેદ ઉકેલ્યો છે. સાલ 2001માં સુરતમાં પ્રેમિકાના ઘરે આવતા શખ્સની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ હત્યારો મુથરાના આશ્રમમાં સાધુ વેશે 23 વર્ષથી રહેતો હતો. આખરે સુરત PCBએ હત્યારા વિશે ખાતરી કરી હતી. પોલીસે સાધુવેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડી ઉમદા કામગીરી દાખવી છે.

Surat Crime News : હત્યારો બન્યો સાધુ, 23 વર્ષે આશ્રમમાંથી પોલીસે કેવી રીતે દબોચ્યો જુઓ
Surat Crime News : હત્યારો બન્યો સાધુ, 23 વર્ષે આશ્રમમાંથી પોલીસે કેવી રીતે દબોચ્યો જુઓ

સુરત : પ્રેમિકાના ઘરે આવનાર બીજા પ્રેમીની હત્યા કરનાર યુવક છેલ્લા 23 વર્ષથી વોન્ટેડ હતો. 23 વર્ષ બાદ પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ મથુરા નંદગામ ખાતેથી કરી છે. પ્રેમિકાના બીજા પ્રેમીની હત્યા કર્યા બાદ આરોપી મથુરા જઈ સાધુ બની ગયો હતો અને આશ્રમમાં રહેતો હતો. આરોપી ઉપર 45 હજાર રૂપિયાનું ઇનામ પણ હતું. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસકર્મીઓ પોતે સાધુ વેશ ધારણ કર્યો હતો.

23 વર્ષ પહેલા શું બન્યું ? વર્ષ 2001 માં ઉધના ખાતે આવેલા શાંતિનગર વિસ્તારમાં આરોપી પદમ ઉર્ફે રાકેશ પાંડા ભાડેથી રહેતો હતો. તેના પાડોશમાં રહેતી એક મહિલા સાથે તેને પ્રેમસંબંધ બંધાયા હતા. મહિલાના ઘરે અવારનવાર વિજય શાંતિદાસ નામનો વ્યક્તિ આવતો હતો. પ્રેમિકાના ઘરે અન્ય વ્યક્તિ આવવાના કારણે આરોપી પદમ રોષે ભરાઈ હતો. આરોપીએ વિજય સાથે મારામારી પણ કરી હતી. મહિલાના ઘરે નહીં જવા માટે તેને સમજાવ્યો પણ હતો. તેમ છતાં વિજય મહિલાના ઘરે જવાનું બંધ કર્યું નહીં. આરોપી પદમે તારીખ 3 સપ્ટેમ્બર વર્ષ 2001 ના રોજ અન્ય મિત્રો સાથે મળી વિજયનું અપહરણ કરી તેને ઉધના ખાડી કિનારે લઈ જઈ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ખાડીમાં મૃતદેહ નાખી નાસી ગયા હતા.

હત્યારો બન્યો સાધુ : આરોપી પદમ મૂળ ઓરિસ્સાના ગંજામનો વતની છે. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ધરપકડથી બચવા માટે પોતાના વતન નાસી ગયો હતો. આરોપી પોતાના ગામમાં રહે છે તેની જાણ થતા પોલીસ ઓરિસ્સા પહોંચી ગઈ હતી. જેની જાણ આરોપીને થતા તે ત્યાંથી પણ નાસી ગયો હતો. આરોપી ઓરિસ્સાથી નાસીને મથુરા પહોંચ્યો હતો અને ત્યાં કુંજકુટી આશ્રમમાં સાધુ બનીને રહેતો હતો. તેણે પોતાની ઓળખ બદલી નાખી હતી અને દાઢી તેમજ વાળ વધારી સાધુ બનીને આશ્રમમાં સેવા કરી રહ્યો હતો.

આરોપી આશ્રમમાં રહે છે તે અંગેની જાણ થતા PCB ને થઈ હતી. ત્રણ પોલીસકર્મીઓ ત્યાં સાધુવેશ ધારણ કરી બે દિવસ સુધી આરોપી ઉપર વોચ ગોઠવી હતી. આરોપી પદમ જ સાધુ છે તે અંગેની ખાતરી થયા બાદ જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હ્યુમન સર્વલેન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસને જાણ થઈ હતી કે, આરોપી હાલ મથુરાના કુંજકુટી આશ્રમમાં રહી રહ્યો છે.-- આર.એસ સુવેરા (PI, PCB)

આરોપી પર ઈનામ : PCB ના PI આર.એસ સુવેરાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ સુરત શહેરના મોસ્ટ વોન્ટેડ ટોપ 15 જેટલા આરોપીઓની માહિતી શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી મેળવવામાં આવી હતી. ડેટા એકત્ર કર્યા બાદ આરોપીઓના મૂળ વતન અને તેના સરનામાના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ માટે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે, 23 વર્ષ પહેલા હત્યાના ગુનામાં આરોપી હાલ મથુરાના એક આશ્રમમાં રહે છે. હત્યાના ગુનામાં આરોપી ઉપર રૂ.45,000 નું ઇનામ છે.

  1. Surat Crime : સુરતમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીને લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
  2. Surat Crime: સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ, CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ
Last Updated : Jun 30, 2023, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.