ETV Bharat / state

Surat Crime : દેલાડમાં બુટલેગરના ઠેકાણાં પર એલસીબી રેઇડ, સીમમાંથી 2 લાખથી વધુ કિમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 2:25 PM IST

Surat Crime : દેલાડમાં બુટલેગરના ઠેકાણાં પર એલસીબી રેઇડ, સીમમાંથી 2 લાખથી વધુ કિમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત
Surat Crime : દેલાડમાં બુટલેગરના ઠેકાણાં પર એલસીબી રેઇડ, સીમમાંથી 2 લાખથી વધુ કિમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

સુરતના ઓલપાડ તાલુકાના દેલાડમાં એલસીબી દ્વારા બુટલેગરના ઠેકાણાં પર રેઇડ પાડવામાં આવી હતી. મોટાપાયે વિદેશી દારુ મંગાવી કારમાં કાર્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રેઇડ દરમિયાન 2 લાખથી વધુની કિમતનો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 3.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

કુલ 3.57 લાખનો મુદ્દામાલ કબજે

સુરત : ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામની સીમમાં આવેલી ચીકુ વાડીમાં મોટા પ્રમાણમાં દારુનો જથ્થો પકડાયો હતો. દેલાડના નામચીન બુટલેગર દ્વારા મોટા પાયે વિદેશી દારૂ મંગાવી ફોર વ્હીલર કારમાં ભરીને અન્યત્ર કાર્ટિંગ કરવાનો હોવાની માહિતીના આધારે એલસીબીએ રેઇડ કરી દારૂના જથ્થા સાથે 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી હતી.

કારમાં કાર્ટિંગ : ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામનો લિસ્ટેડ બુટલેગર અજય ઘેલા વાઘેલા રહે દેલાડ ગામના એ દેલાડ ગામની સીમમાં સુરત જતાં રોડ પર ખેડૂત અનિલભાઈ ઠાકોરભાઈની ચીકુ વાડીમાં વિદેશી દારૂનો મોટા પાયે જથ્થો મંગાવતો હતો. જે બાદ ફોર વ્હીલર કારમાં કાર્ટિંગ કરતો હોવાની સુરત ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે રેઇડ કરવામાં આવી હતી.

સુરત જિલ્લામાં વિદેશી દારૂનું વેચાણ ન થાય તે માટે અમારી ટીમ દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. અમેે ચોક્કસ બાતમીના આધારે દેલાડ ગામેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. હાલ આગળની તજવીજ કરવામાં આવી છે...આર.બી. ભટોળ( પીઆઈ, એલસીબી )

મુદ્દામાલ જપ્ત : એલસીબી રેઇડ દરમિયાન ઘટના સ્થળથી વિદેશી દારૂની બોટલ નંગ 900 કિમત રૂપિયા 1,62,000 તથા મારૂતિ સુઝુકી SX4 ફોરવ્હીલર ગાડી નંબર GJ-15, CH-9148 માંથી દારૂની બોટલ નંગ 384 જેની કિમત રૂપિયા 45600 મળી કુલ્લે 2,07,600 એનઆઇ કિમતનો વિદેશી દારૂ સાથે ફોર વ્હીલર કાર મળી કુલ્લે 3,57,600 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. જયારે દારૂનો જથ્થો મંગાવનાર અજય વાઘેલા રેડ દરમિયાન પોલીસને જોઈને ભાગી છૂટ્યો હતો.પોલીસે ફોર વ્હીલર કારનો ચાલક અને તેની સાથેનો અન્ય એક ઈસમ તથા દારૂ સપ્લાય કરનાર આમ ચારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઇચ્છાપોરમાંથી પણ દારુ પકડાયો હતો : ઈચ્છાપોરમાંથી કેમિકલની ભેળસેળ સાથેનો વિદેશી દારૂ બનાવતા બે ઝડપાયાં હતાં. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ત્યારે નકલી દારૂ બનાવીને વેચાણ કરવાનું પણ વધી ગયું છે. ત્યારે સુરતમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પણ થોડા સમય પહેલાં ઝડપાઈ હતી જેમાં બે આરોપી પકડાયાં હતાં અને છે. 9,28,320 નો મુદ્દામાલ જપ્ત થયો હતો.

  1. Fake foreign liquor factory caught : શહેરના પોશ વિસ્તારમાંથી બનાવટી વિદેશી દારુની ફેક્ટરી ઝડપાઈ, બે આરોપીની ધરપકડ કરાઈ
  2. Surat Crime : કામરેજ પોલીસમાં વિદેશી દારુના કેસના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને એલસીબીએ દબોચી લીધા
  3. Surat Crime News: કામરેજના ઊંભેળની એક હોટલના પાર્કિંગમાંથી સુરત ગ્રામ્ય એલસીબીએ 9.40 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.