ETV Bharat / state

Surat Crime : કડોદરામાં વિદ્યાર્થીના અપહરણ અને હત્યા મામલે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, પોલીસે અન્ય રાજ્યમાં પણ ટીમો દોડાવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 9:33 PM IST

સુરતના કડોદરામાં વિદ્યાર્થીનું અપહરણ કરનાર ઈસમોએ 15 લાખ રૂપિયાની બાળકના પિતા પાસે માગ કરી હતી. જોકે થોડા જ સમયમાં બાળકને મોતને ઘાટ ઉતારી કામરેજના ઊંભેળ ગામ નજીક ઝાડીઝાંખરામાં ફેંકી દીધો હતો. ત્યારે ઝડપાયેલા આરોપીને સાથે રાખી પલસાણા પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

Surat Crime : કડોદરામાં વિદ્યાર્થીના અપહરણ અને હત્યા મામલે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, પોલીસે અન્ય રાજ્યમાં પણ ટીમો દોડાવી
Surat Crime : કડોદરામાં વિદ્યાર્થીના અપહરણ અને હત્યા મામલે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, પોલીસે અન્ય રાજ્યમાં પણ ટીમો દોડાવી

ઘટનાનું રીકન્સ્ટ્રક્શન

સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં વિદ્યાર્થીનું અપહરણ થયા બાદ હત્યા મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ એક આરોપીને સાથે રાખી આજે એલસીબી પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. તેમજ આ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે રાજ્ય બહાર પણ ધામાં નાખી દીધા છે.

આરોપીઓને ઝડપી લેવા પોલીસે હાલ રાતદિવસ એક કર્યા છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવી છે. ઘણી ટીમો ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ધામા નાખ્યા છે અને બાતમીદારોને કામે લગાડી દીધા છે. આ કેસમાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ છે. અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે...આર.બી. ભટોળ ( એલસીબી પીઆઈ)

15 લાખ રુપિયા માગ્યા બાદ હત્યા : થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં એક બાળકનું અપહરણ થયું. અપહરણ કરનાર ઈસમોએ 15 લાખ રૂપિયાની બાળકના પિતા પાસે માગ કરી હતી. જોકે અપહરણ કરનાર ઈસમોએ થોડા જ સમયમાં બાળકને મોતને ઘાટ ઉતારી કામરેજના ઊંભેળ ગામ નજીક ઝાડી ઝાંખરા ફેંકી દીધો હતો. જેને લઇને કડોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

એક આરોપી ઝડપાતાં રિમાન્ડ પર લીધો : જોકે બાળકની હત્યાના થોડા કલાકોમાં જ સમગ્ર કેસની તપાસ સુરત ગ્રામ્ય એલસીબીને સોંપવામાં આવી હતી. ત્યારે આ ગુનામાં ઝડપાયેલ એક આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આજરોજ એલસીબી પીઆઇ આર.બી ભટોળએ તેઓની ટીમ સાથે આરોપીને ઘટના સ્થળે લઈ ગયા હતા અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

  1. Kadodara Kidnapping-Murder Case : સુરત રેન્જ IG મૃતક બાળકના માતાપિતાને મળ્યા, પરિવારજનોને સાંત્વના આપી
  2. Patan Rape Case : પલસાણામાં નવ વર્ષીય બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ
  3. Surat Crime News : કરીયાણાની દુકાનના વેપારી પર લૂંટના ઇરાદે હુમલો, ઘટના CCTV કેમેરામાં કેદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.