ETV Bharat / state

Surat Crime: વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષકને પોલીસે ઝડપી લીધો

author img

By

Published : Apr 28, 2023, 12:39 PM IST

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર શિક્ષકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષકને પોલીસે ઝડપી લીધો
વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષકને પોલીસે ઝડપી લીધો

વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષકને પોલીસે ઝડપી લીધો

સુરત: ગત શુક્રવારના રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થી સાથે શાળામાં ફરજ બજાવતા હાર્દિક ચૌધરી નામના શિક્ષકે શારીરિક અડપલા કર્યા હતા. ફરિયાદ માંગરોળ પોલીસ મથકે નોંધાઇ હતી. જેને લઇને પોલીસે શિક્ષકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે હાલ લંપટ શિક્ષક હાર્દિક ચૌધરી ઝડપી લીધો છે. તેઓને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ત્યારે બનેલી ઘટનાને લઈને લોકોમાં રોષ પર જોવા મળી રહ્યો છે.

ફરિયાદ નોંધાવી: વિદ્યાર્થીની શાળાના બીજા માળે પુસ્તક જમા કરાવવા ગઈ હતી. સમગ્ર ઘટનાની વિગતવાર વર્ણન કરીએ તો પ્રાથમિક શાળાના બીજા માળે ધોરણ 06 માં અભ્યાસ કરતી 12 વર્ષીય વિદ્યાર્થીની પુસ્તક જમા કરાવવા ગઈ હતી. તે દરમિયાન શાળામાં ફરજ બજાવતા શિક્ષક હાર્દિક ચૌધરી એકલતાનો લાભ લઇ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેને લઇને વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી.

આ પણ વાંચો Surat news : સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા થયું મોત

નીચેથી જમીન સરકી ગઇ: તેઓએ ઘરે જઈને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. પોતાની દીકરીની વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. માંગરોળ પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બનેલી ઘટનાને લઈને સુરત જિલ્લા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. લંપટ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો Surat News : બિલ્ડીંગની મીટર પેટીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા લોકોમાં ભયનો માહોલ

બિભત્સ મેસેજ: અમદાવાદ જિલ્લામાં એક લંપટ શિક્ષક એ કૃત્ય કર્યું હતું. અન્ય એક બનાવની વાત કરીએ તો થોડા મહિના અગાઉ અમદાવાદ શહેરમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી હતી. અહીં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂ માં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીએ સ્કૂલ પીટી નો જ શિક્ષક બિભત્સ મેસેજ કરતો હતો. વિદ્યાર્થિનીઓએ આ મામલે સ્કૂલમાં રજૂઆત કરી હતી. તે છતાં કોઈ પગલાં ન લેવાતા તેમણે આખરે ઘરે વાત કરી હતી. ત્યારબાદ વાલીઓએ સ્કૂલમાં રજૂઆત કરવા જતાં સ્કૂલ કમિટી બનાવી તપાસ હાથ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.