ETV Bharat / state

Surat Crime: મોબાઈલ ફોનના ટાવરોમાંથી રાઉટરની ચોરી કરનાર ગેંગ પકડાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2024, 3:36 PM IST

શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મોબાઈલ ફોનના ટાવરોમાંથી રાઉટરની ચોરી કરતી પાંચ જણાની ગેંગને ડીસીબીની ટીમે ચોકબજારના ડક્કા ઓવારેથી ઝડપી લીધા હતા. પોલીસે ગેંગ પાસેથી ચોરેલા રાઉટર અને બીજા સાધનો મળીને કુલ 14.69 લાખની મત્તા કબજે લીધી હતી.

રાઉટરની ચોરી
રાઉટરની ચોરી

મોબાઈલ ફોનના ટાવરોમાંથી રાઉટરની ચોરી કરનાર ગેંગ પકડાઈ

સુરત: શહેરના અલગ અલગ વિસ્તારો તેમજ માંથી મોબાઈલફોનના ટાવરોમાંથી રાઉટર અને બીજા ઇલેક્ટ્રોનિકસ સાધનોની ચોરી કરતી ગેંગના માણસો ચોકબજારના ડક્કા ઓવારે બેઠા છે અને ચોરી કરવા જવાની પેરવીમાં છે. જેને આધારે ડીસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને ટોળકીના પાંચ જણાને ઝડપી લીધા હતા.

રાઉટરની ચોરી
રાઉટરની ચોરી

'પોલીસને પાસેથી ચોરેલા આ રાઉટર ટોળકીની અને બીજા ઇલેક્ટ્રોનિકસના સાધનો તેમજ ચોરવા માટેના ડીસમીસ અને રાઉટરના બોક્ષ ખોલવાની ચાવીઓ મળીને કુલ 14.69 લાખની મત્તા મળી આવી હતી. આ ટોળકી જે જગ્યાએ મોબાઈલ ફોનનું ટાવર હોય ત્યાં જઈને તેની રેકી કરી લેતા હતા અને મોપેડ પર જઈને ચોરી કરી લેતા હતા.' - લલિત વાઘડીયા (PI, ડીસીબી)

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રવિ દશરથ ઇન્ગડે અગાઉ મોબાઈલ સર્વિસ પૂરી પડતી કંપનીમાં નોકરી કરતો હતો. જેથી તેને મોબાઈલ ટાવરમાં રાઉટરનું બોક્ષ કયા ફીટ થાય અને તેની શું કિંમત હોય તેની પુરતી જાણકારી હતી. આ ટોળકીના પકડાઈ જવાથી અમરોલી, ઉમરા, કોસંબા અને કીમ તેમજ પૂણા પોલીસ મથકના ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે.

  1. Surat Crime News : સુરતમાં ચોરીની શંકાના આધારે ત્રણ ભાઈઓએ કરી મિત્રની હત્યા
  2. લખનૌમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય વિકાસ સિંહ પર NIAનો શિકંજો, ફ્લેટ અટેચ કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.