ETV Bharat / state

Surat Crime : ઘર સામે રમતી બાળકીનું 5 વર્ષની બાળકીનું અપહરણ, પોલીસની તરત તપાસથી આરોપી ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2023, 7:56 PM IST

સુરતમાં બાળકીનું અપહરણનો ચોંકાવનારો કિસ્સો વધુ ભયંકર પરિણામ આપે તે પહેલાં ઉકેલી લેવાયો હતો. ઘર સામે રમતી બાળકીનું અપહરણ થયાંની આશંકાએ માતાપિતા પૂણા પોલીસ સ્ટેશન જઇ જણાવતાં પોલીસે તરત એક્શન લેતાં રાત સુધીમાં એક નશેડી યુવક પાસેથી બાળકીને હેમખેમ મુક્ત કરાવાઇ હતી.

Surat Crime : દુષ્કર્મના ઇરાદે ઘર સામે રમતી પાંચ વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસની તરત તપાસથી આરોપી ઝડપાયો
Surat Crime : દુષ્કર્મના ઇરાદે ઘર સામે રમતી પાંચ વર્ષીય બાળકીનું અપહરણ, પોલીસની તરત તપાસથી આરોપી ઝડપાયો

સુરત : પૂણાગામ ભૈયાનગરમાં ઘર સામે રમતી પાંચ વર્ષીય બાળકીને પાણીપૂરી ખવડાવવાના બહાને અપહરણ આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઇરાદેથી અપહરણ કર્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે પરિચિતની પુત્રી સાથે બાળકીને રમતા જોઇ હતી અને તેને ઓળખતી હતી.

બાળકીને હેમખેમ મુક્ત કરાવાઇ
બાળકીને હેમખેમ મુક્ત કરાવાઇ

આરોપીએ પરિચિતની પુત્રી સાથે બાળકીને રમતા જોઇ હોઇ બાળકીના અપહરણ માટેની યોજના બનાવી હતી. આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે તે આ વિસ્તારમાં નિયમિત આવતો હતો. તેનો મિત્ર અહીં પડદા સીવવાનું કામ કરતો હોઇ તેને મળવા આવતો ત્યારે તેની પુત્રી સાથે આ બાળકીને રમતા જોતો હતો. આ બાળકી પણ તેને ઓળખતી હોઇ તેને પાણીપૂરી ખવડાવવાની લાલચે અપહરણ કરી ગયો હતો...એમ.સી.નાયક (ઇન્સપેક્ટર, પૂણા પોલીસ )

માતાપિતા બાળકી ગુમ થતાં પોલીસ પાસેે પહોંચ્યાં : પૂણાગામ ભૈયાનગર વિસ્તારમાં રહેતાં દંપતિ શનિવારે સાંજે છ વાગ્યાના અરસામાં પૂણા પોલીસ મથકે આવી પોલીસને જણાવ્યુ હતુ કે તેમની બાળકી બપોરે અઢી વાગ્યે ઘરની બહાર રમવા ગઇ હતી. તેઓએ પોલીસને જણાવ્યુ હતુ કે તેમની પાંચ વર્ષીય બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે બાળકીને શોધવા માટે અલગ અલગ ટીમ બનાવી લીધી હતી. સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી હતી.

આરોપી મૂળ ઝારખંડનો રહેવાસી : પોલીસે તરત તપાસ શરુ કરી હતી. જેમાં તેનાથી થોડાક અંતરે આવેલી આઇ. એમ.એફ. માર્કેટની બહાર આવેલા સીસીટીવી ચેક કરતાં એક યુવાન બાળકીને લઇ જતો દેખાઇ આવ્યો હતો. જે રીતે આ યુવાન ચાલી રહ્યો હતો તે જોતાં તે નશામાં ધૂત હોવાનું જણાઇ આવતો હોઇ પોલીસ સતર્ક બની હતી.

આરોપીને પકડી લીધો બાળકી હેમખેમ : પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપી જ્યાં બાળકીને લઈ જઈ રહ્યો હતો ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો અને માત્ર સીસીટીવી ની ચકાસણી માટે 50થી વધુ કર્મચારીઓ કાર્યરત થયા હતા.રાતે આઠ વાગ્યાના અરસામાં આ શખ્સ સીતાનગર ચાર રસ્તા પાસે પીર ફળિયામાંથી મળી આવ્યો હતો. અપહૃત કરાયેલી બાળકી પણ તેની પાસેથી હેમખેમ મળી આવી હતી. મૂળ ઝારખંડનો રહેવાસી 28 વર્ષીય આરોપી છોટુરામ જીતલાલ રાય પોલીસે પકડ્યો ત્યારે પણ નશામાં ધૂત હતો. બાળકીને તે પાણીપૂરી ખવડાવવાના બહાને બાળકીનું અપહરણ કરી ગયો હતો.

  1. Valsad Crime : વાપીના ડુંગરી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો આરોપી ઝડપાયો, ફાંસીની સજા થાય તેવો વલસાડ પોલીસનો પ્રયાસ
  2. Rajkot Crime : રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ત્રણની ધરપકડ
  3. Patan Crime: શંખેશ્વરમાં મંદબુદ્ધી બાળકી પર બળાત્કાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.