ETV Bharat / state

Policeman caught taking bribe : સુરતમાં વધુ એક લાંચખોર પોલીસકર્મી રંગેહાથ ઝડપાયો, જાણો સમગ્ર મામલો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2023, 9:15 PM IST

Surat Corruption News
Surat Corruption News

સુરત શહેરમાં વધુ એક લાંચખોર પોલીસકર્મી રંગેહાથ ઝડપાયો છે. ઉમરપાડા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા પચાસ હજારની લાંચ લેતા ACB ટીમની સફળ ટ્રેપમાં ફસાઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે, પોલીસકર્મીએ પ્રોહિબિશનના ગુનામાં નામ ન ખોલવા બદલ ફરિયાદી પાસેથી પાંચ હજારની લાંચની માંગ કરી હતી.

સુરતમાં વધુ એક લાંચખોર પોલીસકર્મી રંગેહાથ ઝડપાયો, જાણો સમગ્ર મામલો

સુરત : પોલીસકર્મી દ્વારા લાંચ લેવાનો બનાવ સામે આવ્યો છે. ઉમરપાડા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકરભાઈ પટેલ રુ. 50,000 લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પ્રોહિબિશન કેસમાં નામ નહી ખોલવા બદલ પોલીસકર્મીએ લાંચની માંગ કરી હતી. ACB એ છટકુ ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. જોકે, એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.

લાંચખોર પોલીસકર્મી : ACB સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વધુ એક લાંચિયા પોલીસ હેડ કોન્સ્ટેબલને ઝડપી લેવામાં આવ્યો હતો. એક જાગૃત નાગરિક દ્વારા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી. જે મુજબ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં ફરિયાદીનું નામ નહિ ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકરભાઈ પટેલ દ્વારા રુ. 50,000 લાંચની માંગ કરવામાં આવી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો નહોતો. તેથી ફરિયાદીએ ACB નો સંપર્ક કર્યો હતો.

ઉમરપાડા પોલીસમથકનો હેડ કોન્સ્ટેબલ પ્રફુલ પટેલ 50,000 ની લાંચ માંગતો હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવતા છટકુ ગોઠવી દેવામાં આવ્યું હતું. આ હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. -- આર.કે સોલંકી (PI, સુરત ગ્રામ્ય ACB)

ACB સફળ ટ્રેપ : આ અંગે ACB ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપીને ઉમરપાડા પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે જ રુ. 50,000 લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. હાલમાં આરોપીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સુરત જિલ્લામાં ACB ટીમ દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા સુરત જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.

અન્ય એક બનાવ : ગતરોજ સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોન A શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર અને પ્યુન ACB ટીમના છટકામાં ઝડપાયા હતા. મકાનના બીજા માળ અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદે બાંધકામ નહી તોડવા પેટે તેઓએ રૂપિયા 50 હજારની લાંચ માંગી હતી. તે સમયે રુ. 35 હજારની લાંચ લેતા જુનિયર ઈજનેરને ACB ટીમે ઝડપી પાડ્યો હતો.

  1. Surat News: લાંચિયા અધિકારીઓ ઝડપાયા, છટકું ગોઠવીને એસીબીએ લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા
  2. Surat Crime : કડોદરામાં વિદ્યાર્થીના અપહરણ અને હત્યા મામલે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, પોલીસે અન્ય રાજ્યમાં પણ ટીમો દોડાવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.