ETV Bharat / state

સુરત ખાતે ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેની બોલાચાલી હવે સોશિયલ મીડિયા વોર બની

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 2:26 PM IST

સુરત ખાતે ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેની બોલાચાલી હવે સોશિયલ મીડિયા વોર બની
સુરત ખાતે ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેની બોલાચાલી હવે સોશિયલ મીડિયા વોર બની

ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સ મેચમાં શ્રીસંત અને ગૌતમ ગંભીર વચ્ચેની શાબ્દિક લડાઇ ઉગ્ર બની છે. જેમાં સોશિયલ મીડિયામાં શ્રીસંતે આક્ષેપ કર્યા છે કે તેમને ફિકસર કહેવામાં આવ્યાં હતાં. આ કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

શ્રીસંતે આક્ષેપ કર્યા છે કે તેમને ફિકસર કહેવામાં આવ્યાં

સુરત : ભારત ક્રિકેટ જગતના બે દિગ્ગજ ક્રિકેટર અને તેમનાં સમર્થકો વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં જંગ ચાલી રહી છે. સુરત ખાતે આયોજિત લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે શાબ્દિક લડાઈ હવે સોશિયલ મીડિયા પર મોટી થઈ ગઈ છે. આ લડાઈ ફિક્સર તેમજ ફાઈટર સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. મેચ વચ્ચે શ્રીસંતે આક્ષેપ કર્યા હતા કે ગૌતમ ગંભીરેે તેને ફિકસર કહ્યો હતો. આ જ કારણ છે કે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તો શ્રીસંતે ગૌતમ ગંભીરને હંમેશા લોકો સાથે ઝઘડાને લઇ તેને ફાઈટર કહ્યો હતો.

તટસ્થ તપાસનાં આદેશ : સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહેલી લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં સમગ્ર દેશમાં ચર્ચાને ચગડોળે ચઢેલા આ વિવાદમાં લેજેન્ડ્સ લીગ ક્રિકેટની એથિક્સ કમિટીના વડા સૈયદ કિરમાણીએ સમગ્ર વિવાદ અંગે તટસ્થ તપાસનાં આદેશ આપ્યા છે અને જે પણ દોષિત હશે તેમની સામે નિયમો મુજબ દંડનીય કાર્યવાહીની ખાતરી ઉચ્ચારી છે.

એમ્પાયરે મામલો શાંત કરાવ્યો : બનાવની વિગત એવી છે કે સુરતના લાલભાઇ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૨માઇ રહેલી લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ વચ્ચે 6 ડિસેમ્બરના રોજ મેચ રમાડવામાં આવી હતી. જેમા ઇન્ડિયા કેપિટલના કેપ્ટન ગૌતમ ગંભીર બેટીંગ પર હતાં ત્યારે ગુજરાતની ટીમના બોલર શ્રીસંત સાથે ચકમક કરી હતી અને એમ્પાયરે મામલો શાંત કરાવ્યો હતો. જો કે આ મેચમાં ઇન્ડિયા કેપિટલએ ગૌતમ ગંભીરનાં 51 રન, સાથે 220 રનનો ટાર્ગેટ ગુજરાતને આપ્યો હતો અને ગુજરાતની ટીમમાં એકમાત્ર ક્રિસ ગેઇલ 84 રન સાથે લડાયક લડત આપી હતી, પણ ગુજરાતની ટીમ 12 રનથી મેચ હારી ગઇ હતી.

કેટલાક પ્લેયરોએ શ્રીસંતને ફિકસર કહીને ચીડવ્યાં હતાં : મેચ પૂર્ણ થયા બાદ શ્રીસંતએ સોશિયલ મીડિયા પર નિવેદન આપતા જણાવ્યું હતુ કે દિલ્હી કેપિટલના કેટલાક પ્લેયરોએ તેમને ફિકસર કહીને ચીડવ્યાં હતાં. આ મામલે લેજેન્ડ્સ લીગ ક્રિકેટની એથિક્સ કમિટીનાં વડા સૈયદ કિરમાણીએ સમગ્ર વિવાદ અંગે તટસ્થ તપાસનાં આદેશ આપ્યા હતાં અને જણાવ્યું હતુ કે સોશિયલ મીડિયા પર મેદાન પર અને મેદાનની બહાર એટલે કે શ્રીસંત દ્વારા આપવામાં આવેલું નિવેદન નિયમો વિરુદ્ધ છે. જેથી સમગ્ર ઘટનાની તપાસ કરાશે અને ત્યારબાદ લેજેન્ડ્સ લીગના નિયમો મુજબની કાર્યવાહી ખેલાડીઓ સામે કરવામાં આવશે.

  1. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે વર્ષ 2023ની અંતિમ ટી20 શ્રેણી, જાણો અત્યાર સુધીની ભારત-દ.આફ્રિકાની 8 શ્રેણીનો ઈતિહાસ
  2. સુરેશ રૈના સાથે સેલ્ફી લેવાની ઘેલછા યુવકને પડી ભારે, બાઉન્સરે તમાચો ઝીંકી કર્યો મેદાનમાંથી બહાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.