ETV Bharat / state

વાવઝોડાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે શંકરસિંહ વાઘેલા સુરત પહોંચ્યા

author img

By

Published : May 31, 2021, 2:02 PM IST

તૌકતે વાવાઝોડાના પગલે ગુજરાતમાં ખેતીમાં હજારો કરોડનું નુકશાન થયું છે. સમગ્ર ગુજરાતમાં નુકશાનીનો સર્વે કરવા નીકળેલા ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પલસાણા તાલુકાના ગામે આવ્યા હતા. જ્યાં ખેડૂતો સાથે બેઠક કરી નુકસાનિની પરિસ્થિતિ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.

xxx
વાવઝોડાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે શંકરસિંહ વાઘેલા સુરત પહોંચ્યા

  • શંકર સિંહ વાઘેલા પહોચ્યા ખેડુતોની પરિસ્થિતી જાણવા
  • સરકારે નુક્સાનીના 10 ટકા રકમ પણ નથી આપી
  • ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની અટકાયત

બારડોલી : દસ દિવસ પહેલા ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવઝોડાને કારણે ખેતીના પાકમાં થયેલા નુકસાનના સર્વે માટે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા હતા. તેમણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. એના ગામે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલના ઘરે બેઠક મળી હતી. બેઠક પુરી થતા જ પલસાણા પોલીસે પરિમલ પટેલની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી. જો કે થોડા સમયમાં તમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

વાવઝોડામાં ખેડૂતોને ભારે નુકસાન

દસ દિવસ પહેલા આવેલા તૌકતે વાવાઝોડાએ જનજીવનને પ્રભાવિત કર્યું હતું. ગુજરાતમાં હજારો કરોડનું નુક્સાન થયું હતું. મકાન મિલકતની સાથે સાથે ખેતીમાં ખેડૂતોના ઉભા પાકો વહી જતા ઘણા ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે. બેઠકમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ તો જાહેર કર્યા પરંતુ એ સહાય આવશે ક્યારે અને બીજી તરફ નુકશાની સામે નુક્સાનના 10 ટકા રકમ પણ સહાય રૂપે સરકરા દ્વારા જાહેર કરવામાં આવી નથી. હજી સુધી અનેક વિસ્તારોમાં વીજળી પણ ચાલુ થઈ શકી નથી. ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે માટે અમે સરકારમાં ઉગ્ર રજુઆત કરીશું.

વાવઝોડાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા માટે શંકરસિંહ વાઘેલા સુરત પહોંચ્યા

આ પણ વાંચો : tauktae cyclone: 'તૌકતે' વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ મીઠાના ઉદ્યોગે રાહતની કરી માગ

ગણતરીના ખેડૂતો સાથે કરી બેઠક

શંકરસિંહ વાઘેલાની એના ખાતે યોજાયેલ બેઠકમાં સોશ્યલ ડિસ્ટનસિંગ , માસ્ક તેમજ કોરોનાના નિયમોનું પણ ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. માત્ર ગણતરીના ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઇ હતી અને જિલ્લામાં થયેલા નુકસાન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પલસાણા પોલીસે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની અટક કરી હતી. પરિમલ પટેલના ઘરે બેઠક યોજાઇ હતી.આથી કોરોના જાહરરનામાના ભંગ બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અટક બાદ તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાથી ગાંધીનગર જિલ્લામાં 33 ટકા બાજરીના પાકમાં નુક્સાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.