ETV Bharat / state

ST Sangamam: ટ્રેન દ્વારા સુરત પહોંચેલા તમિલો યાત્રીઓનું ઢોલ-નગારા સાથે સ્વાગત

author img

By

Published : Apr 16, 2023, 6:28 PM IST

સૌરાષ્ટ્ર ધમેલ સંગમ કાર્યક્રમ હેઠળ તમિલનાડુથી મોટી સંખ્યામાં ટ્રેનમાં સુરત આવેલા લોકોનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના પાટીલ અને સ્થાનિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

saurashtra-tamil-sangamam-to-be-held-in-gujarat-cr-patil-welcome-people-at-surat-railway-station
saurashtra-tamil-sangamam-to-be-held-in-gujarat-cr-patil-welcome-people-at-surat-railway-station

સુરત રેલવે સ્ટેશન ઉપર તમામ મસાફરોનું ઢોલ નગરા ફૂલો સાથે સ્વાગત

સુરત: ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ દ્વારા બે વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન જોવા મળશે. અનેક બહુમૂલ્ય અભિગમ સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ હજારો વર્ષો પહેલાનો છે. બારસો જેટલાં વર્ષોથી સૌરાષ્ટ્રમાંથી મહાહિજરત કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા ભાઈ-બહેનોને પુન: સૌરાષ્ટ્ર સાથે જોડવા માટે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’નો કાર્યક્રમ આગામી 17 થી 30 એપ્રિલ દરમિયાન યોજાશે. જે સંદર્ભે તમિલનાડુથી હજારો તમિલો ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં જવા માટે આવી રહ્યા છે. આજરોજ સુરત રેલવે સ્ટેશન ઉપર તમામ મસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હજારો લોકો માદરે વતન આવ્યા
હજારો લોકો માદરે વતન આવ્યા

હજારો લોકો માદરે વતન આવ્યા: ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ના કાર્યક્રમનો હિસ્સો બનવા માટે તમિલનાડુથી હજારો તમિલો ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં તમિલનાડુથી આશરે 3 થી 5 હજાર લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્રની મુલાકાત લેશે અને આ રંગારંગ ઉજવણીનો ભાગ બનશે.

તમિલો યાત્રીઓનું અભિવાદન
તમિલો યાત્રીઓનું અભિવાદન

તમિલો યાત્રીઓનું અભિવાદન: કાર્યક્રમ માટે સોમનાથ મંદિરની પસંદગી જ શા માટે કરવામાં આવી તો પ્રખર શિવ ઉપાસકો તરીકે દર વર્ષે હજારો તમિલ લોકો ભારતના સૌથી જૂના જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દર્શને આવે છે. આજ કારણ છે કે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ માટે સ્થળ તરીકે સોમનાથને પસંદ કરવામાં આવ્યું છે. આજ રોજ સુરત રેલવે સ્ટેશન ઉપર તમામ મસાફરોનું ઢોલ નગરા ફૂલો સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સાથે ટ્રેનમાં આવનાર તમામ તમિલો યાત્રીઓએ પણ લોકોની અભિવાદન કર્યું હતું.

સીઆર પાટીલ દ્વારા સ્વાગત
સીઆર પાટીલ દ્વારા સ્વાગત

સીઆર પાટીલ દ્વારા સ્વાગત: આ બાબતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ આવતીકાલે શરૂ થઇ રહ્યો છે. કાર્યક્રમના અનુસંધાને તામિલનાડુમાં વર્ષો પેહલા સૌરાષ્ટ્રમાંથી જઈને વસેલા લોકો આવતી કાલે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સ્પેશ્યલ ટ્રેન દ્વારા જઈ રહ્યા છે. આ પેહલી ટ્રેન આજે સુરત સ્ટેશન ઉપર આવી છે. આ તમામનું સ્વાગત કરવા માટે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી અહીં આવી પોહચી છે. તમિલ અને સૌરાષ્ટ્ર સાથે એટલે કે, તમિલ અને ગુજરાત સાથે આજે એક અનોખો મિલન થઇ રહ્યું છે.'

આ પણ વાંચો ST sangamam TirthYatra: તમિલનાડુમાં ધબકે છે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, સૌરાષ્ટ્રાવાસીઓની હિજરતનો રોચક ઈતિહાસ

તમિલયાત્રીમાં ઉત્સાહ: તમિલયાત્રી એ.આર.મહાલક્ષમીએ જણાવ્યું હતું કે, 'તામિલનાડુ અને સૌરાષ્ટ્ર બંનેની સંસ્કૃતિ એક થઇ રહી છે. અહીં અમારું પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સ્વાગત કર્યું છે અને અમારા ભાઈ બહેનોએ પણ અમારા બધાનું સ્વાગત કર્યું છે. અમે તામિલનાડુના મદુરાઈમાં 722 વર્ષ પહેલા સેટલ થાય હતા અને હાલ અમે પેહલી વખત સૌરાષ્ટ્ર જઈ રહ્યા છીએ. અમને ખુંબ જ આનંદ થઇ રહ્યો છે. ગુજરાતમાં આવીને અમે વડા પ્રધાન મોદીને પણ મળવાનો મોકો મળી શકે છે. સોમનાથ મંદિરે જઈશું.'

આ પણ વાંચો ST Sangamam TirthYatra: તમિલનાડુના ધાર્મિક સંગીત મૃગનને સૌરાષ્ટ્રના ટી.એમ સુંદરાજને અપાવી ઓળખ

બે સંસ્કૃતિનું મિલન: અન્ય એક તમિલયાત્રી દિવ્યલક્ષ્મીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં મંદિરો, અહીંની સંસ્કૃતિ જોવા માટે ઉત્સુક છીએ.અમે કોલપુતાથી આવી રહ્યા છીએ. અમે મદુરાઈથી ટ્રેનમાં ચઢ્યા હતા. અમારા સફરનો આજે બીજો દિવસ છે પરંતુ અમે ગુજરાતમાં મંદિરો, અહીંની સંસ્કૃતિ જોવા માટે ઉત્સુક છીએ. પહેલી વખત સફર કરી રહી છું જેથી મને ખુંબ જ આનંદ થઇ રહ્યો છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.