ETV Bharat / state

Rahul Gandhi in Surat Court : રાહુલ ગાંધી કોર્ટ કાર્યવાહી માટે સુરતમાં, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આ રીતે કર્યું સમર્થન

author img

By

Published : Apr 3, 2023, 2:52 PM IST

Rahul Gandhi in Surat Court : રાહુલ ગાંધી કોર્ટ કાર્યવાહી માટે સુરતમાં,  કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આ રીતે કર્યું સમર્થન
Rahul Gandhi in Surat Court : રાહુલ ગાંધી કોર્ટ કાર્યવાહી માટે સુરતમાં, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ આ રીતે કર્યું સમર્થન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે જેની સામે અપીલ દાખલ કરવા તેઓ સુરત આવ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ મામલાને લઇને ઉપરતળે છે અને પ્રદેશ નેતાઓ પોતાના નેતાને સમર્થન વ્યક્ત કરી રહ્યાં છે. ભરતસિંહ સોંલંકીઓ શું કહ્યું જૂઓ.

લોકશાહીની સામે ખતરો

સુરત : આજે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ પણ સુરત આવી પહોંચ્યાં હતાં.રાહુલ ગાંધીના કોર્ટમાં ફરી આવી રહ્યા છે ત્યારે તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ આવી રહ્યા છે. તે ઉપરાંત રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બંગેલ અને હિમાચલ પ્રદેશના સીએમ સુખવેન્દ્રસિંહ સુખુ પણ કોર્ટમાં તેમની સાથે હાજર રહેશે. તથા સુપ્રીમ કોર્ટના વકીલ અને દિલ્હીના નિષ્ણાંત વકીલો પણ આવી રહ્યા છે.ત્યારે
કોંગ્રેસના તમામ નેતાઓ સુરત આવી પોહ્ચ્યા છે.ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા આ બાબતે માધ્યમો સમક્ષ કેટલીક બાબતો કહેવામાં આવી હતી.

સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોંલકીએ રાહુલ ગાંધી સામે થયેલી કાર્યવાહીને અંગ્રેજોના સમયની કાર્યવાહી જેવી ગણાવી હતી. તેમણે કહ્યું કે જે પ્રકારે અંગ્રેજોનું ચલણઆ દેશમાં હતું.રાહુલ ગાંધી અદાલતના કામ માટે સુરત આવી રહ્યા હોય ત્યારે અને સ્વભાવિક રીતે જે પ્રકારે તેમની ઉપર ચુકાદો આપવામાં આવ્યા અને ત્યારબાદ સંસદપદ રદ કરવામાં આવ્યું તેવી ઘટનાઓ બની. આ વાતને લઈને જન આંદોલન થવું વ્યાજબી છે. રાહુલ ગાંધી જયારે કોર્ટમાં આવી રહ્યા છે ત્યારે દેશ અને રાજ્યની જનતા જાણવા માંગે છે કે કઈ પ્રકારનું વર્તન તેમની સાથે લાગણી ધરાવતા લોકો સાથે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો Rahul Gandhi Appeal : રાહુલના કેસને લઈને નેતાઓના અનોખા નિવેદનો, દેશમાંથી કોંગ્રેસીઓનો સુરતમાં ખડકલો

લોકશાહીને ખતરો: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોંલકીએ વધુમાં જણાવ્યું કે આટલી મોટી ફોજ ઉતારવામાં આવી અને જે પ્રકારે ઘરમાં ધરપકડ કરવી જાણે દેશમાં મોટી સમસ્યા આવી જવાની હોય તે રીતે લોકશાહીની સામે ખતરો ઊભો કરી રહ્યા છે. દેશમાંથી લોકશાહી ખતમ થઈ જશે તેઓ દેખાવ કરીને તેઓ સત્તાનો દુરુઉપયોગ આજે કરી રહ્યા છે.

આ પણ વાંચો Rahul Gandhi : રાહુલ ગાંધીના આગમને લઈને એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કર્ણાટકની જનતા ભાજપને પછાડશે: ભરતસિંહ સોંલકીએ દાવો પણ કર્યો હતો કે મને લાગે છે આ રીતે તેઓ ચલાવી શકશે નહી. દેશની જનતા જાગૃત છે. જે પ્રકારે રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા નફરત છોડો અને ભારત જોડોની વાત કરી અને એટલા માટે જ આજે આવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અદાણી ઉપર કોઈ કાર્યવાહી નહી એમની ઉપર કોઈ કાર્યવાહી નહીં અને રાહુલ ગાંધી ઉપર આ ખોટું કરવામાં આવી રહ્યું છે એ લાગણી સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. એનો જન આંદોલનનો પડઘો પડશે અને ચોક્કસથી ખાતરી છે કે આ વખતે કર્ણાટકની જનતા ભાજપને પછાડ આપવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.