ETV Bharat / state

સુરતમાં PAAS દ્વારા ભાટિયા-કામરેજ ફાસ્ટેગ ટોલનો વિરોધ, કલેક્ટરને આવેદન અપાયું

author img

By

Published : Feb 17, 2021, 1:12 PM IST

સુરતના કામરેજ અને ભાટીયા ટોલનાકા પર ફાસ્ટેગ વગરનાં વાહનો પર બમણો ટોલટેક્સ વસૂલવાની શરૂઆત થતાં જ સુરત પાસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સ્થાનિક વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવા માંગ કરી હતી.

સુરતમાં PAAS દ્વારા ભાટિયા-કામરેજ ફાસ્ટેગ ટોલનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ
સુરતમાં PAAS દ્વારા ભાટિયા-કામરેજ ફાસ્ટેગ ટોલનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ

  • ફાસ્ટેગ વિનાના વાહન ચાલકો પાસેથી બમણો ટેક્સ વસુલવામાં આવે છે
  • સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો
  • સ્થાનિક વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવા માંગ કરવામાં આવી

સુરત: શહેરના કામરેજ અને ભાટીયા ટોલનાકા પર કેશલેન બંધ કરવામાં આવી છે અને માત્ર ફાસ્ટેગની લેન ચાલુ રાખવામાં આવી છે. જેના કારણે ફાસ્ટેગ વિનાના વાહન ચાલકો પાસેથી બમણો ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. જેનો સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત સુરત જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી.

સુરતમાં PAAS દ્વારા ભાટિયા-કામરેજ ફાસ્ટેગ ટોલનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ
માંગણી નહીં સંતોષાય તો આંદોલનની રણનિતી તૈયાર કરવામાં આવશેટોલ પ્લાઝા પર સ્થાનિક લોકો અને સંચાલકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ના ઉભી થાય તે માટે સંચાલકો સાથે વાટાઘાટ માટે ખાસ મિટિંગ બોલાવવાની માંગ કરવામાં આવી છે. પાસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે, જો માંગણી નહિ સંતોષાય તો વિવિધ સંગઠનોને સાથે રાખીને આંદોલનની રણનિતી ઘડવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.