ETV Bharat / state

નશાની હાલતમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા મામલે પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી

author img

By

Published : Dec 11, 2022, 9:46 AM IST

નશાની હાલતમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા મામલે પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી
નશાની હાલતમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા મામલે પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ લાલ દરવાજા સ્થિત પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડ પાસે એક યુવકની (police arrested accused friend )હત્યા કરી મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના શરીરના ભાગે ચપ્પુના ઘા પણ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે અત્યારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મામલે તપાસ કરતા આરોપી મૃતકનો મિત્ર જ નીકળ્યો છે. હાલ પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સુરત: શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલ લાલ દરવાજા સ્થિત પટેલ વાડી એસએમસી ઝોન ઓફિસના કમ્પાઉન્ડ પાસે એક યુવકની હત્યા કરી (police arrested accused friend )મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા જ મહિધરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

302ની ફરિયાદ: કાર્યવાહી દરમિયાન યુવકના શરીરના અલગ-અલગ ભાગે ઉપરાછપરી ચપ્પુના ઘા મળી આવ્યા હતા. તે ઉપરાંત પોલીસને મૃતકનો ઓળખ પ્રુફ પણ મળી આવ્યું હતું. આ યુવક જેનું નામ બ્રિજેશકુમાર પ્યારેલાલ કણબી હતો. જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીટીના હતા. આ મામલે તેમના મોટાભાઈએ પોલીસ સ્ટેશનમાં 302ની ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.આ તપાસ દરમિયાન પોલીસે આજ રોજ વિનુ વિક્કી ગોહિલ નામમાં વ્યક્તિની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક ની ઓળખ: વધુમાં જણાવ્યુંકે, આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મૃતક ને ક્યા વાહન દ્વારા કઈ જગ્યા એથી અહીં ફેંકવામાં આવ્યું હતું તેવા અનુમાન ને આધારે પોલીસ દ્વારા 50 થી 60 CCTV ચેક કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ મામલે મૃતક ની ઓળખ બહાર આવી હતી. મૃતકનેે છેલ્લે જે વ્યક્તિ મોટર સાયકલ ઉપર બેસાડીને લઈ જતો હતો તે વ્યક્તિની હકીકત તપાસ કરતા તેના ઘરેથી તે મળી આવ્યો ન હતો.

ચપ્પુના ઘા માર્યા: વધુમાં જણાવ્યુંકે, પોલીસ ની હ્યુમન અને ટેકનીકલ ટીમો દ્વારા વિનુ વિક્કી ગોહિલ નામમાં વ્યક્તિનું નામ બહાર આવ્યું હતું. આ આરોપી કતારગામ પોલીસ સ્ટેશનમાં 326ના ગુન્હામાં પોતે જઈ હાજર થયો હતો. અને તેની કસ્ટડી કતારગામ પોલીસ સ્ટેશન પાસે છે. હાલમાં નામદાર કોર્ટ દ્વારા વિધિવત તેની કસ્ટડી મહિધરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી તેની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં જણાવ્યુંકે, આરોપીએ ઘટનાની આગલી રાતે એક અન્ય ઈસમને પણ ચપ્પુના ઘા માર્યા હતા. જે અન્ય ઈસમ છે તે સારવાર છે. જેથી તેના વિરુદ્ધમાં 326 નો ગુનો કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.અને આરોપી અને મૃતક બંને પેહલા થી જ મિત્રો હતા. બંને જણાને નશો કરવાની આદત હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.