ETV Bharat / state

ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીને 50 કેરેટની હીરાજડિત ભેટ, વિઝિટર્સ બૂકમાં અંગ્રેજીમાં પાઠવી શુભેચ્છા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 3:00 PM IST

Updated : Dec 18, 2023, 3:10 PM IST

SDB ઉદ્દઘાટન પ્રસંદે વડા પ્રધાન મોદીને 50 કેરેટના હીરા જડીત ભેટ અપાઈ
SDB ઉદ્દઘાટન પ્રસંદે વડા પ્રધાન મોદીને 50 કેરેટના હીરા જડીત ભેટ અપાઈ

સુરતમાં વડાપ્રધાને ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કર્યુ છે. આ પ્રસંગે બુર્સના હોદ્દેદારો દ્વારા 50 કેરેટના હીરાજડિત ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાને વિઝિટર્સ બૂકમાં અંગ્રેજીમાં શુભેચ્છાઓ પાઠવી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. PM MODI Surat Dimond Bruce 50 Carat Diamonds Special Gift

વડાપ્રધાન મોદીને 50 કેરેટના હીરાજડિત ભેટ

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યુ. તેમણે બુર્સના ઉદ્દઘાટન પ્રસંગે વિઝિટર્સ બૂકમાં બુર્સને શુભકામનાઓ પાઠવી અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ થાય, દેશનું ગૌરવ વધારે તેવી આશા પણ વ્યક્ત કરી છે. વડાપ્રધાને આ સંદેશ અંગ્રેજી ભાષામાં લખ્યો છે. વડાપ્રધાન મોદીને આ પ્રસંગે એક ખાસ ભેટ આપવામાં આવી છે જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે.

ખાસ ભેટઃ વડાપ્રધાન મોદીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કર્યુ છે. આ પ્રસંગે બુર્સના હોદ્દેદારો તરફથી વડાપ્રધાનને 175 દેશોના રાષ્ટ્રધ્વજ સાથેનો એક ગ્લોબ ભેટ આપવામાં આવ્યો છે. જેમાં ભારતના રાષ્ટ્રધ્વજની નીચે તરફ ખાસ વહાણ દર્શાવવામાં આવ્યા છે. ભારતનો 84 દેશો સાથે દરિયાઈ માર્ગે ચાલતો વેપારના પ્રતીક સમાન આ વહાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધિ થઈને આગામી સમયમાં 175 દેશો સાથે ડાયમંડ ટ્રેડિંગ થશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. આ ગ્લોબ પર 50 કેરેટના હીરા જડેલા છે. વડાપ્રધાનને અપાયેલ આ ભેટની ચર્ચાઓ ચોમેર થઈ રહી છે.

વિઝિટર્સ બૂકમાં સંદેશઃ વડાપ્રધાને સુરત ડાયમંડ બુર્સની વિઝિટર્સ બૂકમાં પોતાનો સંદેશ અંગ્રેજી ભાષામાં લખ્યો છે. તેમણે બુર્સ દિન પ્રતિદિન પ્રગતિ કરે અને દેશને ગૌરવ અપાવે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. વાંચો વડાપ્રધાને અંગ્રેજીમાં લખેલ સંદેશ અક્ષરસહ........

It is a pleasure to be here for the inauguration of Surat Diamond Bourse. As one of the world's largest commercial Buildings, it is like a shining diamond for the nation. Already known as a global hub in the diamond sector, the city of Surat has been marked in golden letters on the world map, once more due to Surat Diamond Bourse. Bringing various people and proffessions related to the diamond sector under one roof. The Surat Diamond Bourse will go in a long way in taking our nation to greater height, in the Gem and Jewellery sector. It will also fulfill the aspirations of lakhs of youth by creating income opportunities for them.May this Bourse flourish and bring greater glory to our country.-Narendra Modi17-12-2023

Last Updated :Dec 18, 2023, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.