ETV Bharat / state

સુરતમાં સરકારી યોજનાના લાભાર્થીઓ જોડે પ્રધાનોની ચર્ચાઓ, શું જાણવા મળ્યું?

author img

By

Published : May 31, 2022, 6:46 PM IST

સુરતમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં 17 જેટલા લાભાર્થીઓને જોડે ચર્ચા કરી
સુરતમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં 17 જેટલા લાભાર્થીઓને જોડે ચર્ચા કરી

સુરતમાં આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Ka Amrut Mahotsav)ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની 13 જેટલી જનકલ્યાણકારી યોજનાઓના (Garib Kalyan Sammelan)લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન દર્શનાબહેન જરદોશ અને રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈની હાજર રહ્યા હતા. તેમણે શહેર અને જિલ્લાના કુલ 17 જેટલા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

સુરતઃ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના (Azadi Ka Amrut Mahotsav)ભાગરૂપે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની 13 જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ (Garib Kalyan Sammelan)સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ સુરતમાં પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન દર્શનાબહેન જરદોશ, રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈતે ઉપરાંત શહેરના મેયર, શહેર કલેકટર, ધારાસભ્યો, ભાજપના નેતાઓ અને શહેરના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારની 13 જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભ લેનાર મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે કેન્દ્રીયપ્રધાન દર્શનાબેન જરદોશ અને રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઇએ સંવાદ કર્યો હતો.

ગરીબ કલ્યાણ સંમેલન

આ પણ વાંચોઃ પીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી : રાજ્યના 33 જિલ્લામાં થશે કાર્યક્રમ, સીએમ ક્યાં હાજર રહેશે?

દેશના લોકો સાથે વાર્તાલાપ કર્યો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 8 વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે ભારત સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે તે લોકો સુધી પહોંચી છે. ખાસ કરીને જે મહિલાઓ છે તેમને પણ આ બધી યોજનાઓનો ફાયદો થયો છે. તે લોકો સાથે આજે સંવાદનો કાર્યક્રમ થયો છે. આજે વાડાપ્રધાને દેશના લોકો સાથે વાર્તાલાપ કર્યો છે. સુરત શહેર અને જિલ્લાના લાભાર્થીઓ સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો છે. ખાસ કરીને બેહનોને જયારે પોતાના નામે ઘર મળ્યું, પોતાના વ્યવસાય કરવા માટે નાણા મળ્યા અને લોકો પગભર થયા છે. અમે કુલ 17 જેટલા લાભાર્થીઓને જોડે ચર્ચા કરી છે. એમાં કેટલા સુરત શહેર અને કેટલાક ગ્રામ્ય વિસ્તાર લોકો હતા.

દરેક નાગરીકોને યોજનાઓનો લાભ મળે એવા પ્રયત્ન - વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે લોકોના સુખાકારી માટે જે યોજનાઓ ગુજરાતમાં બનાવી છે. ગુજરાત મોડલ યોજનાઓ સમગ્ર દેશમાં બનાવી લાભદાયક સાબિત થયું છે ત્યારે ભારતના દરેક નાગરીકોને આ યોજનાઓનો લાભ મળે એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ યોજનાઓમાં લોકોને કઈ કઈ રીતે લાભ થયા છે તેનું આકલન કરવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ડિજિટલ પેમેન્ટ સીખવાડવામાં આવ્યું - હું સુરતના લાલા દરવાજા પાસે છોલે પુરીની લારી ચાલવું છું. મને પીએમ સ્વયોજનાનો લાભ મળ્યો છે. મારી માટેમાં અમૃત કાર્ડ છે. ગરીબ કલ્યાણ યોજનાનું કાર્ડ છે. કોરોના કાળ દરમિયાન બચત કરી હતી તે પુરી થઈ ગઈ હતી. ત્યારે ફરીથી જનજીવન કેવીરીતે લાઇન ઉપર લાવવું નાસ્તાની લારી માટે પૈસા ન હતા. પરંતુ જ્યારે મને UCD દ્વારા જાણ કરવામાં આવી ત્યારે કે તમે પીએમ સ્વયોજનાનો લાભ લઈ ડિજિટલ પેમેન્ટ પણ સીખવાડવામાં આવ્યું અને આ આ યોજનાનો લાભ લઈને છોલે પુરી લારી ફરીથી શરૂ કરી હતી. હવે એના હપ્તાઓ પણ પુરા થઇ ગયા છે.

હું દિવસમાં ઓટો રીક્ષા ચાલવું છું - મને સરકાર તરફથી આવાસ યોજના, મુદ્રા યોજના, પીનકોટુ મળી છે. 10,000 રૂપિયા લોનની સહાય મળી છે. ગરીબ કલ્યાણ મેળામાં લારી પણ મળી છે. હું દિવસમાં ઓટો રીક્ષા ચાલવું છું પીક ઓટો થી 800 થી 900 કમાવું છું. સાંજે લારી લગાવું છું. એમાં પણ મારો 1000 થી 1200 રૂપિયાનો ધંધો થઇ જાય છે. મારી પાસે અમૃતમ કાર્ડ પણ છે.

આ પણ વાંચોઃ PM Modi in Shimla : પીએમ મોદીએ અહીં 21,000 કરોડથી વધુ માતબર રકમ કોને ફાળવી અને ભ્રષ્ટાચાર વિશે શું કહ્યું?

માતૃવંદના લાભ મળ્યો - મારું નામ દાસરી અશોક છે. હું તેલંગાનાથી આવ્યો છું. હું અહીં સુરતમાં ઈડલી-સાંભરનો ધંધો કરું છું. પરંતુ મારો આ પહેલાં બીજો ધંધો હતો એમાં મને ખોટ જવાથી મેં ઈડલી-સંભારનો ધંધો ચાલુ કર્યો હતો. પરંતુ કોરોના લોકડાઉનમાં થોડી તકલીફો થઇ હતી. ત્યારે મને સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારના વિવિધ યોજનાઓ વિશે કહ્યું હતું પી એમ સ્વયોજના લોન વિશે વાત કરી હતી. તેનાથી મને 10,000 હજાર રૂપિયાની લોન મળી અને કસ્ટમર ડિજિટલ પેમેન્ટ કરતા હતા. લોન પણ પૂરી થઈ ગય છે. ઉપરાંત માતૃવંદના લાભ મળ્યો મારી પત્નીને ગર્ભવતી છે. જેમાં એક વખત 1000 ત્યારબાદ 2000 અને વેક્સિન બાદ 2000 હજાર રૂપિયા મળ્યા હતા. lIGમાં પણ મને ઘર મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.