ફિલ્મ 'પઠાણ' વિવાદ: સુરતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન

author img

By

Published : Dec 26, 2022, 7:11 PM IST

પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ:
પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ: ()

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રીલિઝ થાય તે પહેલાં જ વિવાદોમાં(pathan film controversy) ફસાઈ ગઈ છે. સુરતમાં હિંદુ સંગઠનો દ્વારા ફિલ્મની રીલિઝને લઈને વિરોધ પ્રદર્શન(Pathan film protest by Hindu organizations) કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના કાર્યકરોએ સિનેમાઘરોમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા હતા.(Pathaan Movie Boycott in surat)

સિનેમા પર લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારીને ફાડી નાખ્યાં

સુરત: છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ (Pathaan Movie Boycott in surat) કરવામાં આવી રહ્યો છે. આવેદન પત્ર,પૂતળાં દહન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના કામરેજ તાલુકામા હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.(Pathan film protest by Hindu organizations)

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રીલિઝ થાય તે પહેલાં જ વિવાદોમાં
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રીલિઝ થાય તે પહેલાં જ વિવાદોમાં

પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ: પઠાણ ફિલ્મને લઈને વિવાદ (pathan film controversy) શમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે સુરતમાં 150 જેટલા હિન્દુ સંગઠનના કાર્યકરો કામરેજ ગામે આવેલ રાજહંસ સિનેમા ખાતે પહોંચ્યા હતા. સિનેમા પર લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારીને ફાડી નાખ્યાં હતાં. પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ નોંધાવી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો: શાહરૂખ મળી આવશે તો હું જીવતો સળગાવીશ, બેશરમ રંગ પર પરમહંસ આચાર્યએ આપી ધમકી

ફિલ્મ રજૂ ન કરવા માગ: હિન્દુ સંગઠનના આગેવાન જય પટેલે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જ રાજહંસ સિનેમાના મેનેજરને અપીલ કરી હતી કે પઠાણ ફિલ્મના બેનરો કે ફિલ્મ ન રજૂ કરવામાં ન આવે. છતાં બેનરો લગાવામાં આવતા હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા શાંતિપૂર્વક વિરોધ કરી બેનરોને ઉતારીને ફાડી નાખ્યા છે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે શાહરુખ ખાન સાથે અમને કોઈ જ તકલીફ નથી. પરંતુ ફિલ્મમાં જે પ્રકારે ભગવા રંગની બીકની પહેરીને તેને બેશરમ રંગ બતાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને કારણે હિન્દુઓની લાગણી દુભાઈ છે અને આને બાબતે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ વિનંતી કરીએ છીએ કે, આ ફિલ્મને પ્રતિબંધિત કરવામાં આવે.

હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ
હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ

આ પણ વાંચો: પઠાણ વિવાદ પર શબાના આઝમીએ કહ્યું અમને યુએસ ફિલ્મ સર્ટિફિકેશનની જરૂર છે

રાજભા ગઢવીએ પણ કર્યો હતો વિરોધ: શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને રાજભા ગઢવીએ પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું છે કે સનાતન પરંપરાને ખરાબ દેખાડવાની કોશિષો થતી આવે છે. તેમણે કહ્યું કે, શાહરૂખની પઠાણ ફિલ્મની અભિનેત્રીએ એવા કપડાં પહેર્યાં છે જેનાથી આપણી પરંપરાને ખરાબ દેખાડવામાં આવી છે. આપણી ભાવનાઓ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડ વાળાઓએ નક્કી કરી લીધું છે. આ ગીત કે આ ફિલ્મને ગુજરાતમાં રીલિઝ ના થવા દેવી જોઈએ. હવે આ બિલકુલ સહન કરવાનું નથી. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ના કરો. આ ફિલ્મને આખા દેશમાં રીલિઝ નથી થવા દેવાની. મારે વધારે કંઈ કહેવું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.