Surat : હોસ્પિટલમાં એક દિવસના નવજાત શિશુને છોડી માતા પિતા જતા રહ્યા

author img

By

Published : Jan 13, 2023, 4:54 PM IST

Surat : હોસ્પિટલમાં એક દિવસના નવજાત શિશુને છોડી માતા પિતા જતા રહ્યા

સુરતની નવી સિવિલ હોસ્પિટલ માતા પિતા બાળકને મૂકીને જતા (Parents abandoned child in Surat) રહેલા ભાગદોડ મચી ગઈ હતી. હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા તંત્ર કામ લાગી ગયું હતું. અંતે બાળકના માતા પિતા મળી આવતા ચોંકવનારો ખુલાસો સામે આવ્યો હતો. (parents left child at Surat Civil Hospital)

સુરતની સિવિલ હોસ્પિટલમાં માતા પિતા બાળક મુકીને જતા રહ્યા

સુરત : શહેરની નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં એક દિવસના નવજાત શિશુને માતા પિતા બંને મૂકીને જતા રહેતા હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. હોસ્પિટલના તબીબો દ્વારા તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને લઈને પોલીસ પણ બાળકના માતા-પિતાની શોધમાં લાગી ગયું હતું, પરંતુ અંતે પોલીસે માતા-પિતાને તાપી જિલ્લાના ઉચ્છલથી શોધી હોસ્પિટલ પરત લઈ આવી હતી.

સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડતું થઇ ગયું સુરતની નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં એક દિવસના નવજાત શિશુને માતા પિતા છોડી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં એક દિવસના નવજાત શિશુને માતા પિતા છોડીને જતા રહ્યા હતા. NICU વોર્ડના તબીબો દ્વારા માતા પિતાની શોધખોળ કરતા મળી આવ્યા નહીં હતા. અંતે તબીબો દ્વારા હોસ્પિટલના RMOને જાણ કરતા હોસ્પિટલનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. અંતે તબીબો દ્વારા ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકનું 5 કલાકની જહેમત બાદ કરાયું રેસ્કયુ

માતા પિતાને શોધી સિવિલ હોસ્પિટલ લાવ્યા ખટોદરા પોલીસે MLC મારફતે માતા પિતાનું સરનામું મેળવી માતા પિતા મૂળ તાપી જિલ્લાના ઉચ્છલના રહેવાસી હતા. પોલીસે ઉચ્છલ પોલીસની મદદથી માતા-પિતાને શોધી નવી સિવિલ હોસ્પિટલ પરત લાવ્યા હતા. આ મામલે ખટોદરા પોલીસના PSI મનીષ રાઠોડ એ જણાવ્યું કે, આ મામલે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, આ દંપતી થોડા સમયે પહેલા જ નોકરીની શોધમાં કામરેજ આવ્યા હતા. તે સમયે પત્ની ગર્ભવતી હતી. તેમનું બુધવારે રાતે જ કામરેજ સેન્ટર ખાતે પ્રસુતિ થઇ હતી, પરંતુ ત્યારે નવજાત શિશુની તબિયત સારી નઈ હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો વડોદરામાં 7 વર્ષના બાળક સહિત સામૂહિક આત્મહત્યા

રૂપિયાની વ્યવસ્થા કરવા માટે ગામ ગયા વધુમાં જણાવ્યું કે, વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે તેમનો પતિ સતીશ વસાવા તેઓ પૈસાની વ્યવસ્થા કરવા માટે ગામ જતા રહ્યા હતા અને તેમની પત્ની તેઓ સ્વછત હતા. તેઓ પણ તેમના પતિની શોધમાં ગામ જતા રહ્યા હતા. હાલ તો આ બંને પતિ-પત્નીને ફરી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. બાળકની સારવાર હોસ્પિટલના NICU વોર્ડમાં ચાલી રહી છે.

પ્રસુતિ કામરેજ હેલ્થ સેન્ટરમાં નવી સિવિલ હોસ્પિટલ RMO ડો.કેતન નાયકે જણાવ્યું હતું કે, ગઈકાલે એક મહિલા રમીલા વસાવા જેઓની પ્રસુતિ કામરેજ હેલ્થ સેન્ટરમાં થઈ હતી. ત્યારબાદ તબિયત બગડતા તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. તેમની સાથે માતા-પિતા પણ આવ્યા હતા. પરંતુ કોઈ કારણસર માતા પિતા અહીંથી જતા રહ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ તંત્ર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ માતા પિતા ન મળી આવતા ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરીને ઉચ્છલ તેમના નિવાસ સ્થાને જતા રહ્યા છે. તેવી માહિતી મળતા તેમણે ઉચ્છલ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ પરત લેવામાં આવ્યા હતા. તેમના માતા પિતા આજે આવી ગયા છે અને બચ્ચું સારવાર હેઠળ છે. અને તંદુરસ્ત પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.