ETV Bharat / state

Organ Donation in Surat: ડ્રાઇવરની પત્નીએ હૃદય દાન કરી એક વિદ્યાર્થીનીને નવજીવન આપ્યું

author img

By

Published : Dec 16, 2021, 2:08 PM IST

સુરતમાં 43 વર્ષીય બ્રેઈનડેડ(braindead patient in gujarat) અસ્તિકા જીજ્ઞેશ પટેલની પત્નીએ ડોનેટ લાઈફના માધ્યમથી હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી છે. ત્યારે સુરતમાંથી ડોનેટ લાઈફ(Organ Donation in Surat) દ્વારા 39 હૃદય અને 13 જોડ ફેફસા દાન કરાવાની સાથે સુરત ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું હવે દેશમાં સુરત ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

Organ Donation in Surat: ડ્રાઇવરની પત્નીએ હૃદય દાન કરી એક વિદ્યાર્થીનીને નવજીવન આપ્યું
Organ Donation in Surat: ડ્રાઇવરની પત્નીએ હૃદય દાન કરી એક વિદ્યાર્થીનીને નવજીવન આપ્યું

સુરત : 43 વર્ષીય બ્રેઈનડેડ અસ્તિકા જીજ્ઞેશ પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી છે. સુરતની INS હોસ્પિટલથી અમદાવાદનું 277 કિમીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની રહેવાસી 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં(Organ donation at Ahmedabad Cims Hospital) કરવામાં આવ્યું. આ વિદ્યાર્થીનીને કોરોનાની બીજી વેવ પછી કોરોના થયો હતો અને ત્યાર પછી તેનું હૃદય નબળું પડી ગયું હતું. તેના હૃદયનું પમ્પીંગ 12 ટકા થઇ ગયું હતું. જે છેલ્લા એક મહિનાથી તે હોસ્પિટલમાં દાખલ હતી.

ફેફસા, કિડની, લિવરનું દાન

મુંબઈનું 295 કિમીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 56 વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બોટાદની રહેવાસી 32 વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાની રહેવાસી 25 વર્ષીય મહિલામાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાલીતાણાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC કરાવવામાં આવ્યું.

ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશભાઈની પત્ની

રાજપૂત ફળીયુ, ભીનાર ગામ, તા.જલાલપોર, જી.નવસારી ખાતે રહેતા અને નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશઈ પટેલ 12 ડિસેમ્બરના રોજ તેમની પત્ની આસ્તિકાની સાથે મોટરસાઈકલ ઉપર ભીનારથી નવસારી જતા હતા ત્યારે ભીનાર નવસારી રોડ રેલ્વે બ્રીજ ઉતરતા સાગડા પાસે પત્ની આસ્તિકા મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી. તેને તાત્કાલિક નવસારીમાં આવેલ યશફીન હોસ્પીટલમાં દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેને સુરતની INS હોસ્પીટલમાં(INS Hospital, Surat) ન્યુરોફીજીશિયન ડૉ.મનોજ સત્યવાણીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી.

ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન

14 ડિસેમ્બરના રોજ INS હોસ્પીટલના ડોકટરોએ આસ્તિકાને બ્રેનડેડ(braindead patient in gujarat) જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી આસ્તિકાના પરિવારજનોને અંગદાનનું(braindead patient organ donation) મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી અને આસ્તિકાના પતિ જીજ્ઞેશે જણાવ્યું કે અમે સામાન્ય પરિવારના છીએ. જીવનમાં અમે કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી આજે જયારે મારી પત્ની આસ્તિકા બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવી. અમે વારંવાર વર્તમાનપ્રત્રોમાં અંગદાનના સમાચાર વાંચીએ છીએ. આ એક ઈશ્વરીય કાર્ય છે.

એન્ડ સ્ટેજ લંગ ડિસીઝ હતો

SOTTO દ્વારા લિવર અને બંને કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી, ROTTO પશ્ચિમ વિભાગ દ્વારા ફેફસાની ફાળવણી મુંબઈની મસીના હોસ્પિટલને કરવામાં આવી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 56 વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કઠણ થઇ જવાને કારણે તેને એન્ડ સ્ટેજ લંગ્સ ડીસીઝ હતો અને તે આર્ટીફીશીયલ લંગ્સ ઉપર હતી.

સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી

ગુજરાતમાંથી હૃદયદાનની આ પંચાવનમી અને ફેફસાંના દાનની(Organ Donation in Gujarat) સત્તરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ઓગણચાલીસ હૃદય અને 13 જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના(donate life in Surat) માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

આ પણ વાંચોઃ Organ donation at Ahmedabad Civil Hospital: બોટાદના 60 વર્ષના લવજીભાઇના અંગદાનથી બીજા દર્દીના જીવનમાં પ્રકાશ ફેલાશે

આ પણ વાંચોઃ Organ Donation in Gujarat : પુનામાં એક વ્યક્તિના બન્ને હાથ કપાઈ જતા સુરતના 14 વર્ષીય બ્રેઈનડેડ બાળકના હાથનું દાન મળતા નવજીવન મળ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.