ETV Bharat / state

સુરતમાં ખરાબ રસ્તાઓના કારણે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

author img

By

Published : Sep 23, 2019, 11:08 PM IST

તાપીઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ખરાબ રસ્તાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખરાબ રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતાં નીચે પટકાયેલા બાઇક ચાલકના માથા પરથી પાછળથી આવતી ટ્રકનું વ્હીલ ફરતા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. આ અકસ્માતને લઈ રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી નેશનલ હાઇવે જામ કાર દીધો હતો. લગભગ સાડાત્રણ કલાક સુધી હાઇવે જામ કર્યા બાદ પોલીસ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓની રોડ રીપેરીંગ કરવાની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો. આ મામલે પોલીસે ટ્રક ચાલકની સાથે-સાથે હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારી અને એજન્સી સામે પણ બેદરકારીપૂર્વક મોત નિપજ્વા બદલ ગુનો નોંધતા ચકચાર મચી ગઇ છે.

નેશનલ હાઇવે જામ

સમગ્ર વિગત અનુસાર ચલથાણના ખોડિયાર નગર ખાતે રહેતો સંતોષસિંગ કેવલભાન સિંગ (44) બલેશ્વર ખાતે આવેલા મીલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. રવિવારે બપોરે ડ્યુટી પરથી બાઇક પર પરત પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર કરણ ગામની સીમમાં રસ્તો ખરાબ હોવાથી તેણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને તે બાઇક સાથે નીચે પટકાયો હતો. આ દરમિયાન પાછળથી પુરઝડપે આવી રહેલા ટ્રકનું ટાયર સંતોષના માથા પરથી ફરી જતા તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર આવી ગયા હતા અને રસ્તા પર હોબાળો મચાવી રસ્તો જામ કરી દીધો હતો.

નેશનલ હાઇવે જામ

રસ્તો ખરાબ હોવાથી થયેલા મોતને કારણે ગ્રામજનોનો ગુસ્સો આસમાને પહોંચતા પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે વાટાઘાટો શરૂ કરી હતી, પંરતુ જ્યાં સુધી રોડનું સમારકામ ન થાય અને જવાબદારો સામે પગલાં ન લેવાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો ન કરવાની જીદ પકડી હતી. આખરે હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ 24 કલાકમાં રસ્તાનું સમારકામ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

બીજી તરફ વિકાસસિંગ સુભાષસિંગ રાજપૂતની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક ઉપરાંત ખરાબ રોડ માટે જવાબદાર નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ, રોડ બનાવનાર એજન્સી અને રોડનું સમારકામ કરતી એજન્સી સામે ગુનો નોંધાયો હતો.

Intro:  સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર રસ્તો ખરાબ હોવાથી બાઇક સ્લીપ થતા નીચે પટકાયેલ બાઇક ચાલકના માથા પરથી પાછળથી આવતી ટ્રકનું વ્હીલ ફરી જતા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. આ અકસ્માતને લઈ ઉશેકરાયેલા  ગ્રામજનોએ રસ્તા પર ઉતરી આવી નેશનલ હાઇવે જામ કાર દીધો હતો. લગભગ સાડાત્રણ કલાક સુધી હાઇવે જામ કર્યા બાદ પોલીસ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓની રોડ રીપેરીંગ કરવાની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો. પોલીસે આ મામલે ટ્રક ચાલકની સાથે સાથે હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારી અને એજન્સી સામે પણ બેદરકારીપૂર્વક મોત નિપજાવા બદલ ગુનો નોંધતા ચકચાર મચી ગઇ છે. 


.Body:ચલથાણના ખોડિયાર નગર ખાતે રહેતો સંતોષસિંગ કેવલભાન સિંગ (44) બલેશ્વર ખાતે આવેલ મિલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. રવિવારે બપોરે ડ્યુટી પરથી બાઇક પર પરત પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર કરણ ગામની સીમમાં રસ્તો ખરાબ હોય તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તે બાઇક સાથે નીચે પટકાયો હતો. આ દરમ્યાન પાછળથી પુરઝડપે આવી રહેલ ટ્રકનું ટાયર સંતોષના માથા પરથી ફરી જતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર આવી ગયા હતા અને રસ્તા પર હોબાળો મચાવી રસ્તો જામ કરી દીધો હતો. રસ્તો ખરાબ હોવાથી થયેલા મોતને કારણે ગ્રામજનોનો ગુસ્સો આસમાને પહોંચતા પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે વાટાઘાટો શરૂ કરી હતી પંરતુ જ્યાં સુધી રોડનું સમારકામ ન થાય અને જવાબદારો સામે પગલાં ન લેવાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો ન કરવાની જીદ પકડી હતી. આખરે હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ 24 કલાકમાં રસ્તાનું સમારકામ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતોConclusion: બીજી તરફ વિકાસસિંગ સુભાષસિંગ રાજપૂતની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક ઉપરાંત  ખરાબ રોડ માટે જવાબદાર નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ, રોડ બનાવનાર એજન્સી અને રોડનું સમારકામ કરતી એજન્સી સામે ગુનો નોંધ્યો હતો.

બાઈટ ...... રૂપલ સોલંકી ...... ડી.વાય.એસ.પી, બારડોલી ડિવિઝન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.